Book Title: Rajya vatsalya Author(s): Subodhchandra Nanalal Shah Publisher: Z_Mahavir_Jain_Vidyalay_Suvarna_Mahotsav_Granth_Part_1_012002.pdf and Mahavir_Jain_Vidyalay_Suvarna_ View full book textPage 2
________________ २२६ શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ-ગ્રંથ સૂર્ય અસ્ત થાય છે અને હસતું, ખીલતું, સુવાસ પાથરનું સુંદર–સહામણું કમળ પોતાની પાંખડીઓ સંકેલી લે છે. જીવનનું પણ એવું જ છે. આયુષ્યને સૂર્ય અસ્તાચળ તરફ ઢળે અને જીવનનું કમળ બિડાઈ જાય–બીજે સ્થાને ખીલવાને માટે ! સમય થયે અને સર્વજનવત્સલ પેથડકુમારનું જીવન સંકેલાઈ ગયું. એમની કાયા એમની નામનાની સુવાસને સર્વત્ર પ્રસરાવીને નામશેષ બની ગઈ. પેથડકુમાર લોકહૃદયમાં અમર બની ગયા. જનસમૂહ એમની પુણ્યસ્મૃતિને અભિનંદી રહ્યો. પિથડકુમારને પુત્ર ઝાંઝણકુમાર: એય પિતા જેવો કર્મચૂર, ધર્મશૂર અને દાનશૂર હતે. ધર્મનું રહસ્ય, સંસારની અસારતા અને સંબંધોની અશાશ્વતતાને એ સારી રીતે સમજે છે, પણ પિતાનો વિયોગ એનાથી સહ્યો જતો નથી. એ તો વારેવારે પિતાના પિતાને સંભારીને ઉદાસ બની જાય છે. એને થાય છે. પિતાજી કેવા જાજરમાન પુરુષ હતા! હવે શું એમની છત્રછાયા ક્યારેય નહીં મળે? અને ઝાંઝણકુમારની આંખે અંતરની વેદનાનાં આંસુ સારવા લાગે છે. ગુરુદેવ ધર્મષસૂરિજી અવારનવાર ઝાંઝણકુમારને ધર્મવાણી સંભળાવીને આશ્વાસન આપે છે અને આવા ધર્મજૂર પિતાનું સ્મરણ કરીને આર્તધ્યાનમાં મનને દુઃખી કરવાને બદલે એમના જેવી ધર્મકરણીમાં ચિત્તને પરોવીને પિતાના જીવનને અને ધનને કૃતાર્થ કરવાની પ્રેરણા આપતા રહે છે. મહામંત્રીની જેમ ઝાંઝણકુમારને પણ આ ધર્મનાયક ગુરુમહારાજને જ સાચો આશ્રય છે. છતાં ઝાંઝણકુમારનું મન હજી શાંત અને સ્વસ્થ નથી થતું, એ જોઈને ધર્મષસૂરિજી મહારાજે એમને તીર્થયાત્રાને સંઘ કાઢવાનો ઉપદેશ આપ્યું અને તીર્થયાત્રાના તથા સંઘ કાઢવાના અસંખ્ય લાભો વર્ણવી બતાવ્યા. પિતાનું આપ્યું અને પોતાના હાથે રળેલું ધન પણ અઢળક હતું, સારા કામમાં સામે ચાલીને ઉલ્લાસપૂર્વક ધનને વાપરવાની ઉદારતા પણ ઘણી હતી અને ધર્મનું આરાધન કરવાની તથા શાસનની પ્રભાવના વધારવાની ધગશ પણ પુષ્કળ હતી. ઝાંઝણકુમારના મનમાં આચાર્ય મહારાજની વાત વસી ગઈ. એમને પણ થયું? બીજી દષ્ટિ ઉપરાંત લોકદષ્ટિએ પણ આવા મહાન અને ધર્માત્મા પિતાની સ્મૃતિ નિમિત્તે કંઈક પણ ધર્મકૃત્ય કરવું જ જોઈએ ને! સંઘ સહિત તીર્થયાત્રા કરવામાં તે પિતાજીને પણ સાચી અંજલિ આપી ગણાશે, સંઘને પણ ધર્મકરણ કરવાનો અવસર મળશે અને મારું પણ કલ્યાણ થશે. આવા અનેક લાભને વિચાર કરીને ઝાંઝણકુમારે ગુરુમહારાજના આ ધર્માદેશને તરત જ આદરપૂર્વક માથે ચડાવી લીધે, અને શત્રુંજય મહાતીર્થની યાત્રાએ મોટા સંઘ સાથે જવાનું નક્કી કર્યું. સારા કામમાં સો વિઘન, એટલે સારું કામ તો તરત જ પતાવ્યું સારું. એટલે મોટા સંઘની તાબડતોબ બધી તૈયારીઓ કરવાને ઝાંઝણકુમારે આદેશ આપ્યો. ગામોગામના સંઘને કે કતરીઓ લખવામાં આવી. અને વિ. સં. ૧૩૪૦ના વસંતપંચમીના મંગળમય દિવસે, મંગળ ચોઘડિયે અઢી લાખ જેટલા યાત્રિકના મોટા સંઘ સાથે ઝાંઝણકુમારે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8