Book Title: Rajya vatsalya
Author(s): Subodhchandra Nanalal Shah
Publisher: Z_Mahavir_Jain_Vidyalay_Suvarna_Mahotsav_Granth_Part_1_012002.pdf and Mahavir_Jain_Vidyalay_Suvarna_

View full book text
Previous | Next

Page 7
________________ શ્રી સુમેધચ'દ્ર નાનાલાલ શાહ : રાજ્યવાત્સલ્ય ૨૩૧ સફળ કર્યે જ છૂટકા હતા. અને ઝાંઝણકુમાર એમાં જરાય પાછા પડે એવા ન હતા. એમની શક્તિ અને ભક્તિ અને અજોડ હતી. કામ ન કલ્પી શકાય એવુ' માટુ' હતુ' અને ઘણી ઝડપે પૂરું' કરવાનું હતું. પણ એની પાછળ પ્રતાપી પિતાના પુત્રની વ્યવહારદક્ષ વણિક બુદ્ધિ કામ કરતી હતી, સંધમાંના ભાવનાશીલ અગ્રણીઓના અને કુશળ કાર્ય કરાના ઉમ’ગભä સાથ હતા, અને પૈસાની તે કાઈ કમી જ ન હતી, એટલે કામની સફળતામાં કાઈ સંદેહ ન હતા. રસેાઈની અને જમાડવાની તાખડતાખ તૈયારીઓ કરવામાં આવી. એકીસાથે પાંચસે માણસાને જમવા બેસાડી શકાય એવા વિશાળ એક સેા જેટલા મંડપેા ખડા કરવામાં આવ્યા. સાખરમતીનેા આખા કિનારે અને કર્ણાવતીની આસપાસના વેરાન લાગતા વનપ્રદેશ જાણે વન—ભાજનનું ભયું" ભર્યું" રળિયામણું ઉદ્યાન બની ગયું. જમનારને બહુમાન પૂર્ણાંક જમાડી શકાય એવી બેસવા-પીરસવાની પૂરી વ્યવસ્થા કરવામાં આવી. બધી પૂર્વ તૈયારી પૂરી થઈ એટલે નિશ્ચિત દિવસથી રાજ્યવાત્સલ્ય અથવા તે પ્રજાવાત્સલ્યનો મહાજમણવાર શરૂ થયા. કર્ણાવતીના રાજવી અને નગરજનો પણ આ કામમાં પૂરા ઉત્સાહથી સાથ આપવા આવી પહેાંચ્યા. રાજા સારંગદેવના રાષ પણ ઊતરી ગયા હતા. આ કાર્યને એમણે પેાતાનુ જ માની લીધું. રાજ્યની મદદથી જ્ઞાતિવાર જુદા જુદા મંડપેામાં પ્રજાજનાને ભાવપૂર્વક જમાડવામાં આવતા; દિવસભર એ કામ ચાલ્યા કરતુ'. જાણે ઝાંઝણકુમારે રાજ્યવાત્સલ્ય કે પ્રજાવાત્સલ્યના સપ્તાનિક મહેાત્સવ માંડચો હાય એમ સાત સાત દિવસ સુધી આ જમણવાર ચાલ્યા. અને સમગ્ર ગુજરાતની પ્રજાએ માંડવગઢના સ્વસ્થ મહામ`ત્રીના સુપુત્ર ઝાંઝણકુમારની મહેમાનગતિના અનેરી લાભ લીધે। અને એમની ધમ ભક્તિ, કાર્ય શક્તિ અને ઉદારતાનાં દર્શન કર્યાં. ખરાખર સાતમા દિવસની સંધ્યાએ સમસ્ત ગુજરાત જમી રહ્યુ ત્યારે હ થી છલકાતી આંખે રાજા સારંગદેવ સંઘપતિ ઝાંઝણકુમાર પાસે આવી પહોંચ્યા અને ગદ્ગદ વાણીથી એલ્યા “ શ્રેષ્ઠીવર ! તમે ન કલ્પી શકાય કે નજરે જોયું ન હેાય તે ન માની શકાય એવુ' અતિઅદ્ભુત કાર્ય કરી ખતાવ્યુ'! તમને સમજવામાં મે' ખરેખર ભૂલ કરી! મને માફ કરો. તમારામાં જે શક્તિ છે તે મારામાં નથી. તમે તે ચમત્કાર કરી બતાવ્યા. અમે એ કયારેય નહી ભૂલી શકીએ.” ઝાંઝણકુમારે વિનમ્ર અનીને કહ્યું: “ મહારાજ! આ કાંઈ મારી શક્તિ નથી; આ તા મારા અભીષ્ટદેવ ભગવાન જિનેન્દ્રદેવે દર્શાવેલ દાનધર્મની શક્તિ છે. આ બધા જ યશ એ મહાપ્રતાપી ઇષ્ટદેવને અને એમણે પ્રરૂપેલ સ કલ્યાણકારી ધર્માંને ઘટે છે. હુ તા માત્ર એમના ચરણની રજ છું.” રાજવીએ પૂછ્યું : “ ઝાંઝણકુમાર, આ જમણુ માટે તમે કેટલી મીઠાઈ બનાવરાવેલી ?” “ રાજેશ્વર ! મીઠાઈઘર જોવા પધારે ” અને ઝાંઝણુકુમાર રાજા સારગદેવજીને તે તરફ દોરી ગયા. ત્યાં રાજવીએ શુ' જોયુ ? હજી બીજા જારા માણસા જમી શકે એટલી તાજી મીઠાઈના ગંજ ખડકાયા હતા. રાજવી આ દાનેશ્વરીને મનોમન વંદી રહ્યા અને લાગણી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8