Book Title: Rajya vatsalya
Author(s): Subodhchandra Nanalal Shah
Publisher: Z_Mahavir_Jain_Vidyalay_Suvarna_Mahotsav_Granth_Part_1_012002.pdf and Mahavir_Jain_Vidyalay_Suvarna_
Catalog link: https://jainqq.org/explore/230217/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ રાજયવાત્સલ્ય લેખક–શ્રી સુબોધચંદ્ર નાનાલાલ શાહ શ્રેષ્ઠી પિથડકુમાર: માંડવગઢના મહામંત્રી. એમણે જેમ માંડવગઢના રાજા જયસિંહદેવના રાજ્યનું મહામંત્રીપદ શોભાવ્યું એમ ધર્મનું મહામંત્રીપદ પણ કરી જાણ્યું હતું. એમના વખતમાં માંડવગઢનું આખું રાજ્ય સુરક્ષિત થયું, રાજ્યની સંપત્તિ અને સુખાકારીમાં વધારો થયે, અને આખા દેશની પ્રજા સુખી અને સમૃદ્ધિશાળી બની. બહારનાં આકમણોને એમણે એ જવાબ આપ્યો કે પછી તે કઈ માંડવગઢ રાજ્ય સામે આંગળી ચીંધવાની પણ હિંમત ન કરી શકે. મહામંત્રી જેમ રાજ્યસંચાલનમાં કુશળ હતા તેમ વેપારમાં પણ એવા જ કુશળ હતા. સંપત્તિની તો એમને આંગણે છેળે ઊછળતી હતી. અને પેથડકુમારે તે પહેલેથી જ પરિગ્રહનું પરિમાણ કરેલું, એટલે તેઓ પિતાની સંપત્તિનો ધર્મનાં અને લોકસેવાનાં કાર્યમાં ખોબે ખોબે ઉપયોગ કરતા. એમની સંપત્તિમાંથી તે કંઈક મનહર દેવમંદિરે, ધર્મસ્થાનો, આશ્રયસ્થાન અને સેવાલ ઊભાં થયાં હતાં. એ બધાં સ્થાને પિથડશાની કીર્તિગાથા સંભળાવતાં હતાં. લેકને થતું, પેથડશાએ કેટલી સંપત્તિની કમાણી કરી છે અને કેટલી સંપત્તિનું પિતાના હાથે દાન કર્યું છે ! લેકમાં તો કહેવાતું કે પેથડશાને ચિત્રાવલી મળી છે અને ફળી છે. પેથડશાના માર્ગદર્શક હતા એક ધર્મગુરુઃ આચાર્ય ધર્મઘોષસૂરિ એમનું નામ. ભારે પ્રભાવશાળી અને જ્ઞાની પુરુષ. આવા મોટા રાજ્યને આ મોટો મંત્રી એક નાના આજ્ઞાંકિત શિષ્યની જેમ એમને પડ્યો બોલ ઝીલી લેતો પોતાના ગુરૂની કલ્યાણબુદ્ધિમાં એમને આટલી બધી આસ્થા હતી. આમ રાજ્યસેવા, લેકસેવા અને ધર્મસેવાને લીધે મહામંત્રી પેથડકુમાર રાજ્યમાં અને પ્રજામાં સમાન રીતે પ્રિય બની ગયા હતા. રાજા અને પ્રજ બનેમાં એમની ખૂબ પ્રતિષ્ઠા હતી અને સૌ એમની વાતને હોંશેહોંશે સ્વીકારી લેતા, અને પેથડકુમારને જયજયકાર બેલાવતા. Page #2 -------------------------------------------------------------------------- ________________ २२६ શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ-ગ્રંથ સૂર્ય અસ્ત થાય છે અને હસતું, ખીલતું, સુવાસ પાથરનું સુંદર–સહામણું કમળ પોતાની પાંખડીઓ સંકેલી લે છે. જીવનનું પણ એવું જ છે. આયુષ્યને સૂર્ય અસ્તાચળ તરફ ઢળે અને જીવનનું કમળ બિડાઈ જાય–બીજે સ્થાને ખીલવાને માટે ! સમય થયે અને સર્વજનવત્સલ પેથડકુમારનું જીવન સંકેલાઈ ગયું. એમની કાયા એમની નામનાની સુવાસને સર્વત્ર પ્રસરાવીને નામશેષ બની ગઈ. પેથડકુમાર લોકહૃદયમાં અમર બની ગયા. જનસમૂહ એમની પુણ્યસ્મૃતિને અભિનંદી રહ્યો. પિથડકુમારને પુત્ર ઝાંઝણકુમાર: એય પિતા જેવો કર્મચૂર, ધર્મશૂર અને દાનશૂર હતે. ધર્મનું રહસ્ય, સંસારની અસારતા અને સંબંધોની અશાશ્વતતાને એ સારી રીતે સમજે છે, પણ પિતાનો વિયોગ એનાથી સહ્યો જતો નથી. એ તો વારેવારે પિતાના પિતાને સંભારીને ઉદાસ બની જાય છે. એને થાય છે. પિતાજી કેવા જાજરમાન પુરુષ હતા! હવે શું એમની છત્રછાયા ક્યારેય નહીં મળે? અને ઝાંઝણકુમારની આંખે અંતરની વેદનાનાં આંસુ સારવા લાગે છે. ગુરુદેવ ધર્મષસૂરિજી અવારનવાર ઝાંઝણકુમારને ધર્મવાણી સંભળાવીને આશ્વાસન આપે છે અને આવા ધર્મજૂર પિતાનું સ્મરણ કરીને આર્તધ્યાનમાં મનને દુઃખી કરવાને બદલે એમના જેવી ધર્મકરણીમાં ચિત્તને પરોવીને પિતાના જીવનને અને ધનને કૃતાર્થ કરવાની પ્રેરણા આપતા રહે છે. મહામંત્રીની જેમ ઝાંઝણકુમારને પણ આ ધર્મનાયક ગુરુમહારાજને જ સાચો આશ્રય છે. છતાં ઝાંઝણકુમારનું મન હજી શાંત અને સ્વસ્થ નથી થતું, એ જોઈને ધર્મષસૂરિજી મહારાજે એમને તીર્થયાત્રાને સંઘ કાઢવાનો ઉપદેશ આપ્યું અને તીર્થયાત્રાના તથા સંઘ કાઢવાના અસંખ્ય લાભો વર્ણવી બતાવ્યા. પિતાનું આપ્યું અને પોતાના હાથે રળેલું ધન પણ અઢળક હતું, સારા કામમાં સામે ચાલીને ઉલ્લાસપૂર્વક ધનને વાપરવાની ઉદારતા પણ ઘણી હતી અને ધર્મનું આરાધન કરવાની તથા શાસનની પ્રભાવના વધારવાની ધગશ પણ પુષ્કળ હતી. ઝાંઝણકુમારના મનમાં આચાર્ય મહારાજની વાત વસી ગઈ. એમને પણ થયું? બીજી દષ્ટિ ઉપરાંત લોકદષ્ટિએ પણ આવા મહાન અને ધર્માત્મા પિતાની સ્મૃતિ નિમિત્તે કંઈક પણ ધર્મકૃત્ય કરવું જ જોઈએ ને! સંઘ સહિત તીર્થયાત્રા કરવામાં તે પિતાજીને પણ સાચી અંજલિ આપી ગણાશે, સંઘને પણ ધર્મકરણ કરવાનો અવસર મળશે અને મારું પણ કલ્યાણ થશે. આવા અનેક લાભને વિચાર કરીને ઝાંઝણકુમારે ગુરુમહારાજના આ ધર્માદેશને તરત જ આદરપૂર્વક માથે ચડાવી લીધે, અને શત્રુંજય મહાતીર્થની યાત્રાએ મોટા સંઘ સાથે જવાનું નક્કી કર્યું. સારા કામમાં સો વિઘન, એટલે સારું કામ તો તરત જ પતાવ્યું સારું. એટલે મોટા સંઘની તાબડતોબ બધી તૈયારીઓ કરવાને ઝાંઝણકુમારે આદેશ આપ્યો. ગામોગામના સંઘને કે કતરીઓ લખવામાં આવી. અને વિ. સં. ૧૩૪૦ના વસંતપંચમીના મંગળમય દિવસે, મંગળ ચોઘડિયે અઢી લાખ જેટલા યાત્રિકના મોટા સંઘ સાથે ઝાંઝણકુમારે, Page #3 -------------------------------------------------------------------------- ________________ શ્રી સુમેાધચંદ્ર નાનાલાલ શાહ : રાજ્યવાત્સલ્ય ૨૨૭ આચાર્ય મહારાજ શ્રી ધઘેષસૂરિજીની નિશ્રામાં, શત્રુ ંજય મહાતીની યાત્રા માટે મોંગલ પ્રયાણ કર્યુ. અઢી લાખ મનુષ્યાને એ સ'ધ જ્યારે પેાતાના ડેરાતંબુ ઉપાડીને ચાલતા ત્યારે જે દેશ્ય સર્જાતું તે એવું હતું કે જે નજરે જોવું એ પણ એક લહાવા હતા. સંધ પણ કેવા મેટા ! જ્યાં સઘના પડાવ થાય છે ત્યાં એક વિશાળ નગર વસી જાય છે. સંઘની સગવડ સાચવવા અને ભક્તિ કરવા ઝઝણકુમાર, એમના સાથીએ અને સેકડા શ્રેષ્ઠીએ ઊભે પગે ખડા રહે છે. અન તન્નાની-સજ્ઞ ભગવાને સંઘને તીથ કહીને અને એને નમસ્કાર કરીને એને મહિમા વધાર્યાં છે. આવા જ ગમ તીની ભક્તિ કરવાના આવેા અપૂર્વ અવસર ફરી મળ્યા કે મળશે ! સઘના માર્ગમાં આવતાં રાજ્યાના રાજાએ, ઠાકારો, મંત્રીઓ, મહાજના અને શ્રેષ્ઠીઓ પણ સંધનું સ્વાગત-બહુમાન અને સંધની ભક્તિ કરવામાં જરા પણ પાછી પાની કરતા નથી. સૌ હોંશે હાંશે સેવા કરવા દોડી આવે છે. સૌને મન જીવનને આ એક અમૂલ્ય લહાવા છે. યાત્રાળુએ નિત્યનિયમ મુજખ દેવદર્શન-પૂજન કરી શકે એ માટે ખાવન ખાવન તા વિશાલ જિનાલયે સાથે રાખવામાં આવ્યાં હતાં. હજારો વાહના, ઘેાડા, બળદો અને સુખાસના વગેરેથી તેની વિરાટતા વધુ ને વધુ લખાતી જતી હતી. માન્યામાં ન આવે તેવું એ દૃશ્ય હતું. લેાકેા કહેતા કે આવડા મોટા સંઘ તે વળી હાતા હશે ? તે ખાતા કયાં હશે? આટલા મેાટા સમૂહને ખવડાવતું કાણુ હશે? એને સૂવા-બેસવાની સગવડ શી હશે? પણ આ બધા સવાલે ત્યાં સુધી જ ટકતા કે જ્યાં સુધી સંઘનાં પ્રત્યક્ષ દર્શન કરવાના અવસર ન મળતા. જ્યાં એ દૃશ્ય પ્રત્યક્ષ જોવા મળતું ત્યાં આ મધા પ્રશ્નો સ્વયમેવ શાન્ત થઈ જતા. સઘના એક છેડેથી બીજે છેડે પહેાંચવા માટે પગે ચાલનારને ખાસા ૩-૪ કલાક થાય એવા વિરાટ આ સંઘ હતા. આ સંઘ ગુજરાતમાં થઈ સૌરાષ્ટ્ર દેશમાં જવાના હતા. અને ત્યાં જેના અણુએ અણુ પાપીએનેય પાવન કરી દેવાની શક્તિ ધરાવે છે તેવા પરમ તારક તીર્થાધિરાજના મસ્તક પર બિરાજમાન મુકુટમણિશા ભગવાન યુગાદીશ્વરને મનભરી નીરખવાની અને તે તારકની પૂજા-અર્ચા કરવાની ભાવના સેવતા હતા. સંઘની અને ઝાંઝણકુમારની ભાવના સફળ થઈ : માર્ગમાં આવતાં બધાં ધમ તીર્થીની અને છેવટે તીર્થાધિરાજ શત્રુંજય મહાગિરિરાજની ઉલ્લાસપૂર્વક યાત્રા કરીને, અને ઝાંઝણકુમારને સંઘપતિપદના અભિષેક કરીને સંઘ પાછા ફરી રહ્યો હતા. પાછાં ફરતાં પણુ સંઘમાં એ જ ધર`ગ પ્રવતા હતા. જાણે ત્યાં ધર્મનું જ સામ્રાજ્ય પ્રવર્તતું હતું, અને બધા યાત્રિકા એ ધર્માંનગરીના વસનારા હતા. પાછા ફરતાં મા માં ગુજરાતનું જૂનું પાટનગર કÎવતી આવતુ` હતુ`. કર્ણાવતી તે વખતે પોંકાયેલ નગરી હતી, અને પુરાણપ્રસિદ્ધ સાબરમતી નદીને કિનારે વસી હતી. ત્યારે ત્યાં રાજા સાર’ગદેવનું શાસન પ્રવતું હતુ.. ગુજરાતનુ` રાજ્યશાસન નમળુ' પડ્યું. હતુ', છતાં ગુજરાતના રાજા ત્યારે એ જ ગણાતા. Page #4 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ-ગ્રંથ જેણે જેણે આવડા મોટા સંઘની વાત સાંભળી હતી તે બધા જ તાજુબ થયા; તે પછી ગુર્જરેશ્વર કંઈ જુદી માટીના થોડા જ હતા ! તે પણ તાજુબ થયા. એમનેય થયું કે કેવી નવાઈની વાત છે કે અઢી લાખ માણસને આ સંઘ છે ! “આટલી મોટી જનમેદનીને અધિનાયક કોણ હશે ભલા” સારંગદેવે પોતાના પ્રધાનને પૂછ્યું. મહારાજઆવા વિશાળ સંઘના સંઘપતિ ઝાંઝણકુમાર છે. માલવ દેશના માંડવગઢ રાજ્યના મહામંત્રીશ્વર સ્વનામધન્ય પેથડકુમારના તેઓ ધમીજ પુત્ર છે. પેથડકુમાર તો એવા ધર્માત્મા હતા કે એમણે બત્રીસ વર્ષની ભરયુવાનીમાં બ્રહ્મચર્યવ્રત જેવું કઠોર વ્રત અંગીકાર કર્યું હતું! તેમણે ઓઢેલું વસ્ત્ર રોગીને પહેરાવતાં રોગ ચાલ્યા જાય એવી તો એમની ધાર્મિકતાની નામના હતી. તેઓ ખરેખરા ધાર્મિક શિરોમણિ અને પુણ્યવાન મહાપુરુષ હતા. આજના સંઘના સંઘપતિ ઝાંઝણકુમાર એમના પુત્ર છે અને તેઓ પણ ખૂબ ધમી છે.” - ગુર્જરેશ્વર આ પ્રશંસા વિસ્ફારિત નયને સાંભળી જ રહ્યા. તેમને થયું કે આ સંઘને તે નજરે નીરખવો જ જોઈએ. અને સંઘનાં દર્શન અને સ્વાગતની એમની ભાવના વધુ પ્રબળ બની. સંઘના આગમનના સમાચાર આવ્યા એટલે રાજા અને પ્રજા બધાં ખૂબ રાજી થયાં. સર્વત્ર આવા મેટા અભૂતપૂર્વ સંઘના સ્વાગતને ઉમંગ પ્રવર્તી રહ્યો. રાજા સારંગદેવે પિતાના મંત્રીશ્વરને બેલાવી સંઘપતિ તથા સંઘનું ગ્ય સન્માન કરવાની, નગરમાં તેમને પ્રવેશ-મહત્સવ કરાવવાની તથા રાજમહેલમાં તેમને લઈ આવવાની આજ્ઞા કરી. બીજા દિવસે જ્યારે એક પ્રહર લગભગ વીતી ગયા ત્યારે સંઘ કર્ણાવતીના પાદરે આવી પહોંચ્યા. નગરનાં તથા આસપાસનાં જિનચૈત્ય જુહારવા તથા શ્રમણ ભગવંતને વંદના કરવા માટે સંઘ અહીં ચાર દિવસ રોકાવાને હતો. નમતી સંધ્યાએ ગુર્જરેશ્વર સારંગદેવ સંઘપતિના તંબૂમાં આવ્યા. સંઘપતિની બેઠક એક રાજરાજેશ્વર જેવી હતી. અભુત અને તેજસ્વી એમનું લલાટ હતું. બહુમૂલ્ય અને ભાગ્યે જ જોવા મળે એવા અલંકારોથી તેઓ સુશોભિત હતા. અતિશય નાજુક દેહલતાવાળી અને આરસમાંથી કંડારેલી દેવાંગનાઓ સમી ચામરધારિણીઓ તેમને ચામર વીંઝી રહી હતી. છત્રધર જરાય હાલ્યાચાલ્યા વિના તેમને છત્ર ધરીને ઊભે હતો. શ્રેષ્ઠીઓ અને સામતે તેમના બંને પડખે દબદબાપૂર્વક બિરાજતા હતા. ગુર્જરેશ્વર પિતાને મળવા આવી રહ્યા છે એ સમાચાર સાંભળતાં જ સંઘપતિ ઝાંઝણકુમાર પિતે ઊઠીને ગુર્જરેશ્રવરનું સન્માન કરવા સામે ગયા. બંનેએ પરસ્પરનું અભિવાદન કર્યું. રાજવીએ સંઘપતિના તથા સંઘના કુશળ મંગલ પૂછયા. “અમારા પ્રદેશમાં આપને કશી તકલીફ તે નથી પડી ને?” એ પ્રશ્નના જવાબમાં સંઘપતિએ ગુર્જરેશ્વરની પ્રસન નજરને કારણભૂત ગણાવી. મીઠી પ્રેમભરી વાતે શરૂ થઈ અને સૌ આનંદવિભોર બની ગયા. Page #5 -------------------------------------------------------------------------- ________________ શ્રી સુમેધચંદ્ર નાનાલાલ શાહ : રાજ્યવાત્સલ્ય ૨૨૯ છેવટે ઊઠતાં ઊઠતાં રાજવીએ આવતીકાલે રાજ્ય તરફથી સોંઘપતિ તથા સધના નગરપ્રવેશ મહેાત્સવની વાત મૂકી, અને ઝઝણકુમારે એના સહર્ષ સ્વીકાર કર્યાં. બીજા દિવસની સવાર થઈ અને આખુ· પાટનગર સંઘ અને સંઘપતિના સન્માનાથે નગર મહુાર ઠલવાયું. અઢી લાખ યાત્રાળુઓ, બીજે પણ માનવસમૂહ અને નગરની સમસ્ત વસતી ભેગી થતાં ત્યાં માનવાના હાલતાચાલતા મહેરામણ હિલેાળા લેતા દેખાતા હતા; તેનું વર્ણન કરવું શકય નથી. સંધપતિ ઝાંઝણકુમારને નાના પર્યંત સમા મહાકાય હાથી પર સેાનાની અંબાડીમાં બેસાડવામાં આવ્યા અને ગુજરેશ્વર તેમની સાથે બેઠા. એક વિજેતા સેનાપતિનું જેવું સન્માન થાય તેથીય અધિક સન્માન તેમનુ કરવામાં આવ્યું. સ'ધ અને સ ંઘપતિની સવારી રાજમહાલય આવી પહેાંચતાં ગુજરેશ્વર સંઘપતિના હાથ ઝાલીને તેમને રાજમહાલય તરફ દોરી ગયા. સૌના પિરચયવિવિધ થયા અને તામ્બૂલે અપાયાં. છેવટે રાજવીએ વિનંતી કરી : “ શ્રેષ્ઠી ઝઝણકુમાર, જો તમે સ્વીકારો તા મારી એક વિન'તી છે કે આવતીકાલે આપ આપના સંઘમાંથી સારા સારા ચૂંટી કાઢેલા પાંચેક હજાર માણસા સાથે રાજમહાલયમાં મારે આંગણે ભેાજન લેવા પધારો.” સૌને થયું કે હમણાં ઝઝણકુમાર હા પાડી દેશે. એક રાજા જેવે રાજા વગર માગ્યે, સામે ચાલીને આવું દુર્લભ બહુમાન કરતા હાય, તેા એના ઇન્કાર પણ કાણ કરી શકે? અને એવા ઇન્કાર કરવાની જરૂર પણ શી ? પણ આંઝણકુમાર કંઈ સામાન્ય માટીના માનવી ન હતા. એમના તે રામ રામમાં ધનુ તેજ અને ખળ વસેલુ' હતું. પેાતાના સન્માન અને ગૌરવ કરતાંય પેાતાના ધંનું અને પેાતાના સાધર્મિકેતુ ગૌરવ અને સન્માન એમના હૈયે વધારે વસેલું હતું. ઝાંઝણ કુમારે નમ્રતા અને વિવેકપૂર્વક છતાં મક્કમપણે કહ્યું': “ રાજન્! આપનું આમંત્રણ હું નહી સ્વીકારી શકું, મને ક્ષમા કરો!” “ કારણુ ?” રાજવીએ પૂછ્યું. ' કારણ એ કે મારા સંઘમાં જેમને હું ખીજા યાત્રિકાથી સારા તરીકે ચૂંટીને જુદા તારવી શકુ એવા કાઈ માણુસા જ નથી.’’ “ એટલે શું તમારા સંઘમાં સારા કહી શકાય એવા માણસા જ નથી ?” રાજવીએ સંઘપતિની વાતને સમજ્યા વગર જ પૂછ્યું. પેાતાની માગણીનો ઇન્કાર સાંભળીને એના અતરને એક પ્રકારના આધાત લાગ્યા હતા. * ના, મહારાજ, એવું નથી, આપ મારી વાત બરાબર સમજ્યા નહી', મે' આપને કહ્યું એના ભાવ તા એ છે કે મારા સંધમાં કોઈ પણ ખરાખ માણુસ નથી; બધા જ સારા છે. એમાં હું કેાની ખરામ તરીકે ખાદ્યબાકી કરીને સારાની પસંદગી કરું ? મારાથી એ ન થઈ શકે. આ સોંઘમાં બધા જ મારા સહુધમી ભાઈએ છે, બધા જ શ્રેષ્ઠ છે અને સૌ મારા આમંત્રણથી જ સંઘમાં પધાર્યાં છે. તેા પછી એમાં સારાખેાટાના વેરાવ’ચા કરીને એમનું માનભંગ કરનાર હું કાણુ ?'' Page #6 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ-ગ્રંથ તે પછી શું થાય?” રાજવી જરા અકળાઈને બેલ્યા. એ જ કે આપનું આમંત્રણ હું ન સ્વીકારું !” ઝાંઝણકુમારે કહ્યું. રાજવીને આ વાતથી ખેદ થયો. એ ખેદે ગુસ્સાનું રૂપ ધયું. સહજ આવેશમાં આવીને રાજવી બોલ્યા : “તો શું તમારા અઢી લાખ માણસના સંઘને મારે જમાડે? શું કોઈ પણ માણસ આટલી મોટી સંખ્યાને જમાડી શકે ખરો ? ” “રાજન ! આપની ભાવનાને હું સમજી શકું છું. આપની લાગણી સાચી અને અનુમોદના કરવા જેવી છે. કૃપા કરી આપે પણ મારી વાત સહાનુભૂતિથી સમજવી ઘટે. વળી મેં આપની પાસેથી એવી કઈ આશા રાખી જ નથી કે આપ મારા સંઘના અઢી લાખ માણસોને જમાડે ! બાકી આવડા મોટા સંઘને કેવી રીતે જમાડી શકાય એનો મારે નમ્ર તથા પ્રત્યક્ષ જવાબ એ છે કે હું આ સંઘને જ જમાડું જ છું. પણ આ કંઈ આગ્રહને વશ બનીને ખેંચપકડ કરવા જેવી વાત નથી. મોટી વાત તો ભાવનાની છે, અને આપની ભાવના મેં પ્રત્યક્ષ જોઈ છે, અને એનું મારે મન જમણુ કરતાં પણ વધુ મૂલ્ય છે.” પેથડશાએ ગંભીરપણે કહ્યું. પિતાના આમત્રણની આ સ્થિતિ થવાથી ગુર્જરેશ્વર ગુસામિશ્રિત ખેદના ભાવથી વ્યાપ્ત બનેલા હતા. ત્યાં એમના મગજમાં એક ચમકારો થયે અને એમનાથી બોલાઈ ગયું “સંઘપતિજી, શું હું તમને આખું ગુજરાત જમાડવાનું કહું તે તમે જમાડી શકે ખરા? જો ને, તે પછી તેવું જ મારા માટે છે, એ તમારે સમજવું જોઈએ અને મારા આમત્રણને સ્વીકાર કરે જ જોઈએ.” સારંગદેવ રાજાની વાત સાંભળી મંત્રીવરે પૂરી ધીરતાથી કહ્યું: “રાજન ! અગર જે આપ ફરમાવો તો આખા ગુજરાતને જમાડીશ. શાસનદેવ મને એમાં સહાય કરશે. અત્યારે જ મારું આપને આમંત્રણ છે.” સંઘપતિને ઉત્તર સાંભળી ગુર્જરે૨ પહેલાં તે ડઘાઈ જ ગયા; પછી થોડીવારે બેલ્યાઃ “ઝાંઝણકુમાર, આખું ગુજરાત એટલે શું એ કંઈ ખ્યાલ તમે કરી શકે છે? તમે એને જમાડવાનું કહો છો?” રાજન ! સઘળે જ ખ્યાલ કરી શકું છું અને આજે, આ ઘડીએ જ, આપને સમસ્ત ગુજરાતને મારા તરફથી જમવાનું આમંત્રણ પાઠવવા વિનંતી કરું છું.” - રાજવી મોંમાં આંગળાં નાખી ગયા કે આ સંઘપતિ આ શું બોલે છે! પણ ચાલે, કસોટી થશે, એમ સમજી તેમણે મન મનાવ્યું. આમ વાતવાતમાં પ્રસંગે એક જુદું જ રૂપ ધારણ કરી લીધું. ઝાંઝણકુમારના સંઘનું પ્રયાણ બંધ રહ્યું. આખો સંઘ કર્ણાવતીની બહાર રોકાઈ ગયે. આખી ગુજરાતની પ્રજાને ઝાંઝણકુમારના રાજ્યવાત્સલ્યમાં જમવાનાં આમંત્રણો મેકલાઈ રહ્યાં. ભગવાન જિનેન્દ્રનું શાસન જેણે રગરગમાં પચાવ્યું હોય છે એવા ધર્મશ્ર આત્માને, પ્રસંગ આવે ત્યારે, વટ કેવી રીતે રાખ તે શીખવવાનું ન હોય. હવે તે સંઘવાત્સલ્ય કે સહધમીવાત્સલ્ય નહીં પણ રાજ્યવાત્સલ્યના મહાજમણને હર્ષ અને ઉલ્લાસપૂર્વક Page #7 -------------------------------------------------------------------------- ________________ શ્રી સુમેધચ'દ્ર નાનાલાલ શાહ : રાજ્યવાત્સલ્ય ૨૩૧ સફળ કર્યે જ છૂટકા હતા. અને ઝાંઝણકુમાર એમાં જરાય પાછા પડે એવા ન હતા. એમની શક્તિ અને ભક્તિ અને અજોડ હતી. કામ ન કલ્પી શકાય એવુ' માટુ' હતુ' અને ઘણી ઝડપે પૂરું' કરવાનું હતું. પણ એની પાછળ પ્રતાપી પિતાના પુત્રની વ્યવહારદક્ષ વણિક બુદ્ધિ કામ કરતી હતી, સંધમાંના ભાવનાશીલ અગ્રણીઓના અને કુશળ કાર્ય કરાના ઉમ’ગભä સાથ હતા, અને પૈસાની તે કાઈ કમી જ ન હતી, એટલે કામની સફળતામાં કાઈ સંદેહ ન હતા. રસેાઈની અને જમાડવાની તાખડતાખ તૈયારીઓ કરવામાં આવી. એકીસાથે પાંચસે માણસાને જમવા બેસાડી શકાય એવા વિશાળ એક સેા જેટલા મંડપેા ખડા કરવામાં આવ્યા. સાખરમતીનેા આખા કિનારે અને કર્ણાવતીની આસપાસના વેરાન લાગતા વનપ્રદેશ જાણે વન—ભાજનનું ભયું" ભર્યું" રળિયામણું ઉદ્યાન બની ગયું. જમનારને બહુમાન પૂર્ણાંક જમાડી શકાય એવી બેસવા-પીરસવાની પૂરી વ્યવસ્થા કરવામાં આવી. બધી પૂર્વ તૈયારી પૂરી થઈ એટલે નિશ્ચિત દિવસથી રાજ્યવાત્સલ્ય અથવા તે પ્રજાવાત્સલ્યનો મહાજમણવાર શરૂ થયા. કર્ણાવતીના રાજવી અને નગરજનો પણ આ કામમાં પૂરા ઉત્સાહથી સાથ આપવા આવી પહેાંચ્યા. રાજા સારંગદેવના રાષ પણ ઊતરી ગયા હતા. આ કાર્યને એમણે પેાતાનુ જ માની લીધું. રાજ્યની મદદથી જ્ઞાતિવાર જુદા જુદા મંડપેામાં પ્રજાજનાને ભાવપૂર્વક જમાડવામાં આવતા; દિવસભર એ કામ ચાલ્યા કરતુ'. જાણે ઝાંઝણકુમારે રાજ્યવાત્સલ્ય કે પ્રજાવાત્સલ્યના સપ્તાનિક મહેાત્સવ માંડચો હાય એમ સાત સાત દિવસ સુધી આ જમણવાર ચાલ્યા. અને સમગ્ર ગુજરાતની પ્રજાએ માંડવગઢના સ્વસ્થ મહામ`ત્રીના સુપુત્ર ઝાંઝણકુમારની મહેમાનગતિના અનેરી લાભ લીધે। અને એમની ધમ ભક્તિ, કાર્ય શક્તિ અને ઉદારતાનાં દર્શન કર્યાં. ખરાખર સાતમા દિવસની સંધ્યાએ સમસ્ત ગુજરાત જમી રહ્યુ ત્યારે હ થી છલકાતી આંખે રાજા સારંગદેવ સંઘપતિ ઝાંઝણકુમાર પાસે આવી પહોંચ્યા અને ગદ્ગદ વાણીથી એલ્યા “ શ્રેષ્ઠીવર ! તમે ન કલ્પી શકાય કે નજરે જોયું ન હેાય તે ન માની શકાય એવુ' અતિઅદ્ભુત કાર્ય કરી ખતાવ્યુ'! તમને સમજવામાં મે' ખરેખર ભૂલ કરી! મને માફ કરો. તમારામાં જે શક્તિ છે તે મારામાં નથી. તમે તે ચમત્કાર કરી બતાવ્યા. અમે એ કયારેય નહી ભૂલી શકીએ.” ઝાંઝણકુમારે વિનમ્ર અનીને કહ્યું: “ મહારાજ! આ કાંઈ મારી શક્તિ નથી; આ તા મારા અભીષ્ટદેવ ભગવાન જિનેન્દ્રદેવે દર્શાવેલ દાનધર્મની શક્તિ છે. આ બધા જ યશ એ મહાપ્રતાપી ઇષ્ટદેવને અને એમણે પ્રરૂપેલ સ કલ્યાણકારી ધર્માંને ઘટે છે. હુ તા માત્ર એમના ચરણની રજ છું.” રાજવીએ પૂછ્યું : “ ઝાંઝણકુમાર, આ જમણુ માટે તમે કેટલી મીઠાઈ બનાવરાવેલી ?” “ રાજેશ્વર ! મીઠાઈઘર જોવા પધારે ” અને ઝાંઝણુકુમાર રાજા સારગદેવજીને તે તરફ દોરી ગયા. ત્યાં રાજવીએ શુ' જોયુ ? હજી બીજા જારા માણસા જમી શકે એટલી તાજી મીઠાઈના ગંજ ખડકાયા હતા. રાજવી આ દાનેશ્વરીને મનોમન વંદી રહ્યા અને લાગણી Page #8 -------------------------------------------------------------------------- ________________ 232 શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહત્સવ-ગ્રંથ ભર્યા સ્વરે બેલ્યાઃ “સંઘપતિજી, માગે, મગ, માગે તે આપું. તમારા આ કૃત્યથી હું અતિ પ્રસન્ન થયો છું.” ઝાંઝણકુમારે કહ્યું : “રાજન ! આપ જેવા રાજવીઓના રૂડા પ્રતાપે તે અમે સિદ્ધક્ષેત્રની યાત્રા કરી આવ્યા, આથી વિશેષ અમારે શું જોઈએ?” - ગુર્જરેશ્વર બેલ્યા: “શ્રેષ્ઠી, એમ ન ચાલે. જે મન થાય તે માગો; આજે તે મારી ભાવનાને પિતાના માર્ગે વિહરવા દ્યો.” ખૂબ વિચાર કરી સંઘપતિએ કહ્યું : “રાજન ! મારે માગવાનું તો કંઈ છે નહીં, પણ જે તમારે આપવું જ હોય તે એક જ વસ્તુ માગું છું અને તે એ કે આપની કેદમાં પડેલા સમસ્ત રાજાઓને મુક્ત કરો.” - ગુર્જરેશ્વરને થયું કે મંત્રીશ્વરે માગવામાં કશી જ કચાશ રાખી નથી. ઘણું ઘણું માંગ્યું છે; પણ ગુર્જરેશ્રવર પ્રતિજ્ઞાબદ્ધ હતા. . બીજા દિવસના પ્રભાતે બધાય રાજાઓને મુક્ત કરવામાં આવ્યા અને તેમના મુક્તિદાતા માંડવગઢના શ્રેષ્ઠી ઝાંઝણકુમાર છે તે એમને જણાવવામાં આવ્યું. હર્ષથી છલકાતાં નેત્ર દ્વારા બીજાનાં નેત્રને પણ સજળ બનાવતું એ રાજવીવૃંદ જ્યારે ઝાંઝણકુમારના તંબુમાં આવી એમને ઉપકાર માનવા લાગ્યું ત્યારે તે અંતરને ગદ્દગદ બનાવી દે એવું દશ્ય ખડું થયું. સૌએ ભગવાન વર્ધમાનસ્વામીની મહાકરુણાને અને એમના શાસનને જયજયકાર બેલાવી દીધો. બીજા દિવસે સવારે આ મહાકાય સંઘે કર્ણાવતીથી આગળ પ્રયાણ આદર્યું ત્યારે પાછળ ઊભેલું રાજવીર્વાદ અને ગુર્જરેશ્રવર સારંગદેવ સમેત સમસ્ત નગરજનનાં હૃદયમાં ભગવાન જિનેન્દ્રના શાસનની અદ્દભુતતા અંકાઈ ચૂકી હતી. ઝાંઝણકુમારે એ સાને જાણે વશ કરી લીધા હતા.