Book Title: Rajya vatsalya
Author(s): Subodhchandra Nanalal Shah
Publisher: Z_Mahavir_Jain_Vidyalay_Suvarna_Mahotsav_Granth_Part_1_012002.pdf and Mahavir_Jain_Vidyalay_Suvarna_

View full book text
Previous | Next

Page 6
________________ ૨૩૦ શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ-ગ્રંથ તે પછી શું થાય?” રાજવી જરા અકળાઈને બેલ્યા. એ જ કે આપનું આમંત્રણ હું ન સ્વીકારું !” ઝાંઝણકુમારે કહ્યું. રાજવીને આ વાતથી ખેદ થયો. એ ખેદે ગુસ્સાનું રૂપ ધયું. સહજ આવેશમાં આવીને રાજવી બોલ્યા : “તો શું તમારા અઢી લાખ માણસના સંઘને મારે જમાડે? શું કોઈ પણ માણસ આટલી મોટી સંખ્યાને જમાડી શકે ખરો ? ” “રાજન ! આપની ભાવનાને હું સમજી શકું છું. આપની લાગણી સાચી અને અનુમોદના કરવા જેવી છે. કૃપા કરી આપે પણ મારી વાત સહાનુભૂતિથી સમજવી ઘટે. વળી મેં આપની પાસેથી એવી કઈ આશા રાખી જ નથી કે આપ મારા સંઘના અઢી લાખ માણસોને જમાડે ! બાકી આવડા મોટા સંઘને કેવી રીતે જમાડી શકાય એનો મારે નમ્ર તથા પ્રત્યક્ષ જવાબ એ છે કે હું આ સંઘને જ જમાડું જ છું. પણ આ કંઈ આગ્રહને વશ બનીને ખેંચપકડ કરવા જેવી વાત નથી. મોટી વાત તો ભાવનાની છે, અને આપની ભાવના મેં પ્રત્યક્ષ જોઈ છે, અને એનું મારે મન જમણુ કરતાં પણ વધુ મૂલ્ય છે.” પેથડશાએ ગંભીરપણે કહ્યું. પિતાના આમત્રણની આ સ્થિતિ થવાથી ગુર્જરેશ્વર ગુસામિશ્રિત ખેદના ભાવથી વ્યાપ્ત બનેલા હતા. ત્યાં એમના મગજમાં એક ચમકારો થયે અને એમનાથી બોલાઈ ગયું “સંઘપતિજી, શું હું તમને આખું ગુજરાત જમાડવાનું કહું તે તમે જમાડી શકે ખરા? જો ને, તે પછી તેવું જ મારા માટે છે, એ તમારે સમજવું જોઈએ અને મારા આમત્રણને સ્વીકાર કરે જ જોઈએ.” સારંગદેવ રાજાની વાત સાંભળી મંત્રીવરે પૂરી ધીરતાથી કહ્યું: “રાજન ! અગર જે આપ ફરમાવો તો આખા ગુજરાતને જમાડીશ. શાસનદેવ મને એમાં સહાય કરશે. અત્યારે જ મારું આપને આમંત્રણ છે.” સંઘપતિને ઉત્તર સાંભળી ગુર્જરે૨ પહેલાં તે ડઘાઈ જ ગયા; પછી થોડીવારે બેલ્યાઃ “ઝાંઝણકુમાર, આખું ગુજરાત એટલે શું એ કંઈ ખ્યાલ તમે કરી શકે છે? તમે એને જમાડવાનું કહો છો?” રાજન ! સઘળે જ ખ્યાલ કરી શકું છું અને આજે, આ ઘડીએ જ, આપને સમસ્ત ગુજરાતને મારા તરફથી જમવાનું આમંત્રણ પાઠવવા વિનંતી કરું છું.” - રાજવી મોંમાં આંગળાં નાખી ગયા કે આ સંઘપતિ આ શું બોલે છે! પણ ચાલે, કસોટી થશે, એમ સમજી તેમણે મન મનાવ્યું. આમ વાતવાતમાં પ્રસંગે એક જુદું જ રૂપ ધારણ કરી લીધું. ઝાંઝણકુમારના સંઘનું પ્રયાણ બંધ રહ્યું. આખો સંઘ કર્ણાવતીની બહાર રોકાઈ ગયે. આખી ગુજરાતની પ્રજાને ઝાંઝણકુમારના રાજ્યવાત્સલ્યમાં જમવાનાં આમંત્રણો મેકલાઈ રહ્યાં. ભગવાન જિનેન્દ્રનું શાસન જેણે રગરગમાં પચાવ્યું હોય છે એવા ધર્મશ્ર આત્માને, પ્રસંગ આવે ત્યારે, વટ કેવી રીતે રાખ તે શીખવવાનું ન હોય. હવે તે સંઘવાત્સલ્ય કે સહધમીવાત્સલ્ય નહીં પણ રાજ્યવાત્સલ્યના મહાજમણને હર્ષ અને ઉલ્લાસપૂર્વક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8