Book Title: Rajkumari Sudarshana Charitra Yane Samali Vihar
Author(s): Devendrasuri, Vijaykesharsuri
Publisher: Muktichandra Shraman Aradhana Trust

View full book text
Previous | Next

Page 3
________________ તુલ્ય છે જ્યારે તે તત્વજ્ઞાન તરફ અણગમ ધરાવે છે. ત્યારે સાકરના મીઠાં કાંકરા સમાન વર્તમાનમાં તત્કાળ મીઠાશ આપનાર ઉત્તમ જીવન ચરિત્ર અને મનહર આખાઈકાઓ (કથાઓ) સાથે તત્વજ્ઞાનને બેધ આપે છે. કથાની રસિકતા સાથે તત્વજ્ઞાનનો બોધ લઈને વિચારવાન થોગ્યતા વધવા સાથે તત્વજ્ઞાનના અનુભવી થઈ પરિણામે આત્મજ્ઞાની થવારૂપ નિરેગતા પામે છે. એ રીતે પણ પરોપકારી પુરુષોને પુરુષાર્થ ફળીભૂત થાય છે. આ આચાર્યશ્રીએ પણ આવું જ અનુકરણ કર્યું છે, એમ મારું માનવું છે. મલયાસુંદરી ચરિત્રની માફક આ ચરિત્રમાં એક જ વાર્તા પૂર્ણ થતા સુધીમાં લખાયેલી નથી પણ અનેક પ્રક્ષેપક કથાઓ, ધમ દેશનાદિ પ્રસંગમાં દાખલ કરવામાં આવી છે, આમ કરવાનું કારણ પૂર્વે બતાવ્યું છે તેમ છને અનેક પ્રકારે ધર્મબોધથી વાસિત કરવા એ જ છે. વળી કેટલાક પ્રસ ગે એવા હોય છે કે દષ્ટાંત આપવાથી ઘણી સહેલાઈથી સમજ થવા સાથે તે સંસ્કાર દઢીભૂત થાય છે. આવા ઈરાદાથી દાખલ કરાયેલા દષ્ટાંત જીવનચરિત્રના દૂષણના બદલે ઉપદેશની સચેટ અસર કરવા માટે ભૂષણરૂપ થાય છે. જીવન ચરિત્રે સાંભળવાથી કે વાંચવાથી શું ફાયદાઓ થાય છે અથવા તેમાંથી મનુષ્યએ શું શું ગ્રહણ કરવું જોઈએ. તે વાત આ ચરિત્રમાં જ પ્રસંગોપાત જણાવવામાં આવી છે. એટલે તે વિષે અહીં લખવામાં આવતું નથી. - આ ચરિત્રની ઉત્થાનિકા સીધી રીતે થયેલ નથી પણ પિતાની બહેનના મરણથી પીડાતા અન્તઃકરણને શાંતિ આપવા માટે ધનપાળ ગિરનારના પહાડ ઉપર જાય છે ત્યાં તેને વનર નિકાયની દેવી કિન્નરી સાથે મેળાપ થાય છે. તેના મુખેથી ધનપાળ પાસે આ ચરિત્ર પ્રગટ થયેલું છે. Jun Gun Aaradhak Ac. Gunratnasuri MS || 3 |

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 616