Book Title: Puratattvacharya Jinvijayji
Author(s): Atmanandji
Publisher: Z_Arvachin_Jain_Jyotirdharo_001288.pdf

View full book text
Previous | Next

Page 3
________________ પુરાતત્ત્વાચાર્ય શ્રી જિનવિજયજી ૧૭૯ મહેસાણાના ચાતુર્માસ દરમ્યાન તેમનો પરિચય પ્રસિદ્ધ જૈનાચાર્ય શ્રી કાંતિવિજયજી, તેમના શિષ્ય શ્રી ચતુર્વિજયજી તથા પ્રશિષ્ય શ્રી પુણ્યવિજયજી સાથે થયો. આ સર્વેના સતત પ્રેરણા તથા સક્રિય સહયોગ મુનિશ્રીને મળતાં રહ્યાં. આચાર્ય કાંતિવિજયના સ્મારકમાં તેમણે શ્રી કાંતિવિજય જૈન ઇતિહાસ ગ્રંથમાળાનો પ્રારંભ કર્યો. આ ગ્રંથમાળા દ્વારા અનેક મહત્ત્વપૂર્ણ ગ્રંથોનું પ્રકાશન થયું, જે વિદ્વાનો દ્વારા અતિ આદરણીય બન્યું. દીક્ષા બાદ તેમણે ગુજરાતીમાં લેખો લખવાની શરૂઆત કરી. આ લેખો ગુજરાતી “જૈનહિતૈષી” તથા “મુંબઈ સમાચાર”માં છપાયા હતા. તેમણે પાટણ ભંડારમાંથી પ્રસિદ્ધ જૈન વૈયાકરણ શાકુટાયન સંબંધી ગ્રંથો મેળવી એક વિસ્તૃત લેખ તૈયાર કર્યો. પાટણનાં જિનભંડારોની વિસ્તૃત સૂચિ પણ તેમણે લેખના રૂપમાં છપાવી. આ લેખો તથા અન્ય સંપાદિત ગ્રંથોના કારણે મુનિશ્રી ગુજરાતી તેમજ હિન્દી જગતમાં અનેરી પ્રસિદ્ધિ પામ્યા. વડોદરાના પોતાના નિવાસ દરમ્યાન મુનિશ્રીએ કુમારપાળ પ્રતિબોધ' નામનો બૃહદુકાય પ્રાકૃતગ્રંથ સંપાદિત કરી પ્રકાશન કરાવ્યો. | મુનિશ્રીના મુંબઈના ચાતુર્માસ દરમ્યાન પૂનામાં ભાંડારકર પ્રાપ્ય વિદ્યાસંશોધન મંદિરની સ્થાપના થઈ. આ સંસ્થાના નિમંત્રણને માન આપી મુનિશ્રી ચાતુર્માસ બાદ પૂના પહોંચ્યા. અહીં તેઓએ “જૈન સાહિત્ય સંશોધક સમિતિ”ની સ્થાપના કરી અને “જૈન સાહિત્યસંશોધક” નામની શોધપત્રિકા તથા ગ્રંથમાળાના પ્રકાશનની શુભ શરૂઆત પણ કરી. આમ મુનિશ્રીનો પૂનાનિવાસ તેમના જીવનમાં વળાંક લાવવામાં અત્યંત મહત્ત્વપૂર્ણ સાબિત થયો, કારણ કે આ નિવાસ દરમ્યાન તેમનો પરિચય પ્રસિદ્ધ સ્વાતંત્ર્ય સેનાની લોકમાન્ય ટિળક તથા પ્રસિદ્ધ ક્રાંતિકારી શ્રી અર્જનલાલ શેઠી સાથે થયો. આ પરિચયથી તેમનામાં દેશની સ્વાધીનતાના વિચારો પ્રવાહિત થયા. તેઓ ટિળકના રાજનૈનિક વિચારોથી અત્યંત પ્રભાવિત થયા. અહીં ફરીથી તેમના અંત:કરણમાં નવીન વિચારધારા વહેવા લાગી. ઊંડા મનોમંથનને અંતે તેમણે જેને શ્વેતામ્બર મૂર્તિપૂજક સાધુચર્યાનો ત્યાગ કરવાનું વિચાર્યું. દેશની પરાધીનતા તેમને ખટકવા લાગી અને ત્યાગી અવસ્થામાં નિષ્ક્રિય રહેવા કરતાં તેનો ત્યાગ કરવાનું તેમણે ઉચિત માન્યું. જૈન સાધુજીવનનાં બંધનો છોડી દેવાનો પોતાનો નિશ્ચય તેમણે વર્તમાનપત્રોમાં પ્રસિદ્ધ કર્યો. મહાત્મા ગાંધીજીએ તેમને અમદાવાદ બોલાવ્યા અને મુનિશ્રીએ રેલવે વિહાર શરૂ કર્યો. ગાંધીજીએ અને વિદ્યાપીઠના કાર્યકર્તાઓએ તેમની પુરાતત્ત્વ મંદિરમાં નિમણૂક કરી અને તેમના જીવનનો નવો યુગ શરૂ થયો. જૈન સાધુ મટી તેઓ પુરાતત્ત્વ મંદિરના આચાર્ય થયા. લગભગ આઠ વર્ષના પુરાતત્ત્વ મંદિરના કાર્યકાળ દરમિયાન તેઓની ભાવના અને વિચારણામાં તેમના ક્રાંતિકારી સ્વભાવ પ્રમાણે મોટું પરિવર્તન થયું. પુરાતત્ત્વ મંદિરનો મહત્ત્વનો પુસતકસંગ્રહ મુખ્યપણે તેમની પસંદગીનું પરિણામ છે. તેમનો પ્રિય વિષય પ્રાચીન ગુજરાતનો ઇતિહાસ અને ભાષા રહ્યાં છે. મુનિશ્રીના વિદ્યાવ્યાસંગે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6