Book Title: Puratattvacharya Jinvijayji Author(s): Atmanandji Publisher: Z_Arvachin_Jain_Jyotirdharo_001288.pdf View full book textPage 1
________________ 5. -- ૨૪. પુરાતવાચાર્ય શ્રી જિનવિજયજી પુરાતત્વવિદ્ અને પ્રાચ્યવિદ્યાપ્રેમીઓમાં એક વિશ્વ-વિશ્રત વિરલ વિભૂતિ એટલે મુનિ જિનવિજયજી. અનેક શોધ-સંસ્થાન, ગ્રંથ-સંસ્થાન, ગ્રંથભંડાર, પ્રાચીન ગ્રંથમાળા આદિનાં સ્થાપન, નિર્દેશન, સંયોજન, સંચાલન વગેરે દ્વારા દેશવિદેશના અસંખ્ય વિદ્વાનોની જ્ઞાનપિપાસા સંતોષવામાં અને ભારતીય વાડમયના અમૂલ્ય ખજાનાને અત્યંત સમૃદ્ધ બનાવવામાં અનન્ય ફાળો અર્પનાર મુનિશ્રી જિનવિજયજી આજન્મ વિદ્યોપાસક અને મહાન મનીષી હતા. જન્મ : શ્રી જિનવિજ્યજીનો જન્મ રાજસ્થાનના ભીલવાડા જિલ્લાના હુરડા તાલુકાના પહેલી નામના ગામમાં ઈ. સ. ૧૮૮૮ના જાન્યુઆરીની ૨૭મી તારીખે અર્થાતુ . ૧૯૪૪ના માઘ શુકલા ૧૪ ના રોજ પરમારવંશીય ક્ષત્રિય કુળમાં થયો હતો. તેમના પિતાનું નામ શ્રી બિરધીસિહ (વૃદ્ધિસિંહ) અને માતાનું નામ રાજકુંવર હતું. તેમનું બાળપણનું નામ કિશનસિંહ હતું. મુનિશ્રીના પૂર્વજોએ ઈ. સ. ૧૮૫૭ના બળવામાં અંગ્રેજ વિરુદ્ધ ભાગ ભજવ્યો હતો, તેથી અંગ્રેજ સરકારે તેમની માલ-મિલકત જપ્ત કરી લીધી ૧૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6