Book Title: Puratattvacharya Jinvijayji
Author(s): Atmanandji
Publisher: Z_Arvachin_Jain_Jyotirdharo_001288.pdf

View full book text
Previous | Next

Page 6
________________ 182 અર્વાચીન જૈન જ્યોતિધરી ચિત્તોડના પ્રસિદ્ધ કિલ્લાની બરોબર સામે શ્રી હરિભસૂરિ સ્મારક મંદિરની સ્થાપના કરી, તેને ચિત્તોડનું એક દર્શનીય સ્થાન ગણી શકાય. ત્યાં તેમણે પ્રસિદ્ધ જૈન દાનવીર ભામાશાની સ્મૃતિમાં “ભામાશા ભારતીય ભવનનું નિર્માણ પણ કર્યું છે. મુનિશ્રીએ પોતાના જીવનકાળ દરમિયાન અનેક સંસ્થાઓની સ્થાપના કરી. અનેક સંસ્થાઓ, વિદ્વાનો અને જ્ઞાનપિપાસુઓના તેઓ પ્રેરણાસ્ત્રોત બની રહ્યા. 80 વર્ષની ઉમર વટાવ્યા પછી તેમનું શરીર ઘણું કમજોર થઈ ગયું હતું. આંખોની દૃષ્ટિ પણ ઘણી મંદ પડી ગઈ હતી તેમ છતાં જીવનના અંત સુધી ભારતીય પુરાતત્તવ, જેનદર્શન, ચિત્તોડના પ્રાચીન ગૌરવ પ્રત્યેની તેમની આસ્થા અને અધ્યયન રૂચિ સહેજ પણ ઓછો થયાં નહોતાં. ઉપસંહાર : પૂજ્ય મુનિશ્રી જિનવિજયજીના જીવનનું વિહંગાવલોકન કરતાં એમ કહી શકાય કે પુરાતત્ત્વવિદ્યાને મુખ્ય કરીને તેઓએ પોતાનું સમસ્ત જીવન મા સરસ્વતીની સેવામાં વિતાવ્યું. એટલું જ નહિ પરંતુ બીજા સંશોધકો અને વિદ્વાનોને પણ તેમાં રસ લેતા કર્યા. પોતાની શક્તિ પ્રમાણે તેમ કરવા માટેનાં બાહ્યાંતર સાધનો પણ તેમણે ઊભાં કર્યો. પૂજ્યશ્રીએ પોતાની પાછલી જિદગીના દિવસો તેમની પ્રારંભિક કર્મભૂમિ અમદાવાદમાં વિતાવ્યા પછી તો વૃદ્ધાવસ્થાની સાથે સાથે શારીરિક નબળાઈ વધતી ગઈ અને વિ. સં. ૨૦૩૩ના જેઠ સુદ 5 ને ગુરુવાર દિનાંક 3 જૂન,૧૯૭૬ના રોજ મુનિશ્રીએ તેમની જિદગીના છેલ્લા શ્વાસ લીધા. આમ, એક આજન્મ વિદ્યાઉપાસક તથા અદ્વિતીય પુરાતત્ત્વ–આચાર્યની જિંદગીનો અંત આવ્યો. શાંતિઃ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6