Page #1
--------------------------------------------------------------------------
________________
5.
--
૨૪. પુરાતવાચાર્ય શ્રી જિનવિજયજી
પુરાતત્વવિદ્ અને પ્રાચ્યવિદ્યાપ્રેમીઓમાં એક વિશ્વ-વિશ્રત વિરલ વિભૂતિ એટલે મુનિ જિનવિજયજી. અનેક શોધ-સંસ્થાન, ગ્રંથ-સંસ્થાન, ગ્રંથભંડાર, પ્રાચીન ગ્રંથમાળા આદિનાં સ્થાપન, નિર્દેશન, સંયોજન, સંચાલન વગેરે દ્વારા દેશવિદેશના અસંખ્ય વિદ્વાનોની જ્ઞાનપિપાસા સંતોષવામાં અને ભારતીય વાડમયના અમૂલ્ય ખજાનાને અત્યંત સમૃદ્ધ બનાવવામાં અનન્ય ફાળો અર્પનાર મુનિશ્રી જિનવિજયજી આજન્મ વિદ્યોપાસક અને મહાન મનીષી હતા.
જન્મ : શ્રી જિનવિજ્યજીનો જન્મ રાજસ્થાનના ભીલવાડા જિલ્લાના હુરડા તાલુકાના પહેલી નામના ગામમાં ઈ. સ. ૧૮૮૮ના જાન્યુઆરીની ૨૭મી તારીખે અર્થાતુ . ૧૯૪૪ના માઘ શુકલા ૧૪ ના રોજ પરમારવંશીય ક્ષત્રિય કુળમાં થયો હતો. તેમના પિતાનું નામ શ્રી બિરધીસિહ (વૃદ્ધિસિંહ) અને માતાનું નામ રાજકુંવર હતું. તેમનું બાળપણનું નામ કિશનસિંહ હતું.
મુનિશ્રીના પૂર્વજોએ ઈ. સ. ૧૮૫૭ના બળવામાં અંગ્રેજ વિરુદ્ધ ભાગ ભજવ્યો હતો, તેથી અંગ્રેજ સરકારે તેમની માલ-મિલકત જપ્ત કરી લીધી
૧૭
Page #2
--------------------------------------------------------------------------
________________
૧૭૮
અર્વાચીન જૈન જ્યોતિર્ધરો
હતી અને કેટલાયે કુટુંબીઓને મારી નાખ્યા હતા. તેમના દાદા કેટલાયે વર્ષના અજ્ઞાતવાસ બાદ પોતાના પુત્રો સાથે રુપાયેલી પહોંચ્યા હતા અને ત્યાંના ઠાકોરની સહાનુભૂતિ મેળવી ત્યાં સ્થિર થયા હતા. મુનિશ્રીના પિતા જંગલવિભાગના અધિકારી તરીકે નિમાયા હતા. વૃદ્ધાવસ્થામાં તેમને સંગ્રહણીનો રોગ લાગુ પડયો. તેનો ઉપચાર તેમણે જૈનયતિ શ્રી દેવીહંસ પાસે કરાવ્યો હતો. યતિશ્રી દેવીહંસ બાળક કિશનસિહની બુદ્ધિપ્રતિભાથી ખૂબ પ્રસન્ન હતા. તેમણે શ્રી બિરધીસિહજીને જણાવ્યું હતું કે આ બાળકને ખૂબ ભણાવજો, તે તમારા કુળનું નામ ઉજજવળ કરશે. વિ.સં. ૧૯૫૫ માં પિતાશ્રીનું દેહાવસાન થવાથી સમસ્ત પરિવાર નિરાધાર જેવો બની ગયો. બાળક કિશનસિંહની ભણવાની વ્યવસ્થા પણ ન રહી. આ જોઈને યતિશ્રી દેવીહંસે કિશનસિંહને પોતાની પાસે ભણવા માટે રાખ્યો. પરંતુ થોડાક સમય પછી થતિશ્રીને અકસ્માત થયો અને ત્રણ મહિનામાં તેમનું દેહાવસાન થયું. આમ કિશનસિહ ફરીથી નિરાશ્રિત બન્યા. તેમણે યતિશ્રીની ખૂબ સેવા કરી હતી. કિશનસિહના મનમાં શાન-અધ્યયનની તીવ્ર પિપાસા હોવાથી ને ઘરે પાછો ન ફરતાં બીજા એક યતિ ગંભીરમલના કહેવાથી તેમના ગામ મંડ્યા પહોંચ્યા અને ત્યાં બે-અઢી વર્ષ વિઘાંધ્યયન કર્યું. ત્યારબાદ યતિશ્રીની સાથે કિશનસિહ ચિત્તડ પહોંચ્યા અને ત્યાં જ રોકાઈ ગયા. ત્યાં ખેતી કરવા લાગ્યા. બાણપણમાં જ નાનીમોટી અનેક આફતોનો સામનો કરતાં કરતાં કિશનસિંહ એક સારવાડી જૈન સ્થાનકવાસી સાધુના સંપર્કમાં આવ્યા. નવું નવું જાણવાની જિજ્ઞાસા અને સ્થાનકવાસી સાધુની સોબને તેમને પણ સ્થાનક્વાસી સાધુ બનાવી દીધા. સાધુ અવસ્થા દરમ્યાન થોડા જ સમયમાં એમણે જૈન ધર્મનાં કેટલાંક ખાસ પુસ્તકો કંઠસ્થ કરી લીધાં. પરંતુ તેમની જિજ્ઞાસાનો વેગ વિશેષ હતો અને અભ્યાસની સગવડ ઓછી હતી. તેથી કેટલાંક વર્ષો બાદ ઘણા જ મનોમંથનને અંતે છેવટે એમણે એ સંપ્રદાય છોડવાનો સંકલ્પ કર્યો, અને એક દિવસ રાતોરાત તેઓ ઉપાશ્રય છોડી પગપાળા ચાલી નીકળ્યા. ફરતાં ફરતાં તેઓ ઉજજયિનીનાં ખંડેરોમાં પહોંચ્યા જ્યાં શિપ્રા નદીને કિનારે તેમણે સાધુવેષનો ત્યાગ કર્યો. રતલામ અને તેની આજુબાજુનાં ગામોમાં વસવાટ કરી, એક દિવસ તેઓ ટ્રેન દ્વારા વિશેષ વિદ્યોપાર્જન માટે અમદાવાદ આવી પહોંચ્યા. પરંતુ અમદાવાદમાં તે શક્ય બન્યું નહિ. અંતે મારવાડમાં પાલી ગામમાં તેમને સુંદરવિજયજી નામના એક સંવેગી સાધુનો ભેટો થયો. તેમની પાસે તેમણે દીક્ષા અંગીકાર કરી અને જિનવિજયજી નામ ધારણ કર્યું, જે નામથી તેઓ દેહાંત સુધી ઓળખાયા. દીક્ષાના થોડા સમય બાદ વિહાર કરતાં તેઓ ખ્યાવર પહોંચ્યા. અહીં તેમનો પરિચય પ્રસિદ્ધ જૈનાચાર્ય વિજયવલ્લભસૂરિ સાથે થયો; તેમની સાથે બે-ત્રણ પંડિતો હતો. પોતાની જ્ઞાનપિપાસા સંતોષવા જિનવિજયજી તેમની સાથે વિહારમાં જોડાયા. તેમનો અધ્યયનનો ક્રમ વિસ્તીર્ણ થતો ગયો અને ઇતિહાસ-શોધ સંબંધી તેમની રુચિ પરિપકવ થતી ગઈ. “વીરભૂમિ રાજસ્થાન”ના અધ્યયનથી રાજસ્થાન તથા મેવાડના ભૂતકાળ પ્રત્યે તેમનું આકર્ષણ વધ્યું. પાટણમાં હસ્તલિખિત ગ્રંથો તથા નાડપત્ર પર લખેલા પ્રાચીન ગ્રંથોનું અંતિહાસિક દૃષ્ટિથી તેમણે અધ્યયન કર્યું.
Page #3
--------------------------------------------------------------------------
________________
પુરાતત્ત્વાચાર્ય શ્રી જિનવિજયજી
૧૭૯
મહેસાણાના ચાતુર્માસ દરમ્યાન તેમનો પરિચય પ્રસિદ્ધ જૈનાચાર્ય શ્રી કાંતિવિજયજી, તેમના શિષ્ય શ્રી ચતુર્વિજયજી તથા પ્રશિષ્ય શ્રી પુણ્યવિજયજી સાથે થયો. આ સર્વેના સતત પ્રેરણા તથા સક્રિય સહયોગ મુનિશ્રીને મળતાં રહ્યાં. આચાર્ય કાંતિવિજયના સ્મારકમાં તેમણે શ્રી કાંતિવિજય જૈન ઇતિહાસ ગ્રંથમાળાનો પ્રારંભ કર્યો. આ ગ્રંથમાળા દ્વારા અનેક મહત્ત્વપૂર્ણ ગ્રંથોનું પ્રકાશન થયું, જે વિદ્વાનો દ્વારા અતિ આદરણીય બન્યું.
દીક્ષા બાદ તેમણે ગુજરાતીમાં લેખો લખવાની શરૂઆત કરી. આ લેખો ગુજરાતી “જૈનહિતૈષી” તથા “મુંબઈ સમાચાર”માં છપાયા હતા. તેમણે પાટણ ભંડારમાંથી પ્રસિદ્ધ જૈન વૈયાકરણ શાકુટાયન સંબંધી ગ્રંથો મેળવી એક વિસ્તૃત લેખ તૈયાર કર્યો. પાટણનાં જિનભંડારોની વિસ્તૃત સૂચિ પણ તેમણે લેખના રૂપમાં છપાવી. આ લેખો તથા અન્ય સંપાદિત ગ્રંથોના કારણે મુનિશ્રી ગુજરાતી તેમજ હિન્દી જગતમાં અનેરી પ્રસિદ્ધિ પામ્યા.
વડોદરાના પોતાના નિવાસ દરમ્યાન મુનિશ્રીએ કુમારપાળ પ્રતિબોધ' નામનો બૃહદુકાય પ્રાકૃતગ્રંથ સંપાદિત કરી પ્રકાશન કરાવ્યો. | મુનિશ્રીના મુંબઈના ચાતુર્માસ દરમ્યાન પૂનામાં ભાંડારકર પ્રાપ્ય વિદ્યાસંશોધન મંદિરની સ્થાપના થઈ. આ સંસ્થાના નિમંત્રણને માન આપી મુનિશ્રી ચાતુર્માસ બાદ પૂના પહોંચ્યા. અહીં તેઓએ “જૈન સાહિત્ય સંશોધક સમિતિ”ની સ્થાપના કરી અને “જૈન સાહિત્યસંશોધક” નામની શોધપત્રિકા તથા ગ્રંથમાળાના પ્રકાશનની શુભ શરૂઆત પણ કરી. આમ મુનિશ્રીનો પૂનાનિવાસ તેમના જીવનમાં વળાંક લાવવામાં અત્યંત મહત્ત્વપૂર્ણ સાબિત થયો, કારણ કે આ નિવાસ દરમ્યાન તેમનો પરિચય પ્રસિદ્ધ સ્વાતંત્ર્ય સેનાની લોકમાન્ય ટિળક તથા પ્રસિદ્ધ ક્રાંતિકારી શ્રી અર્જનલાલ શેઠી સાથે થયો. આ પરિચયથી તેમનામાં દેશની સ્વાધીનતાના વિચારો પ્રવાહિત થયા. તેઓ ટિળકના રાજનૈનિક વિચારોથી અત્યંત પ્રભાવિત થયા. અહીં ફરીથી તેમના અંત:કરણમાં નવીન વિચારધારા વહેવા લાગી. ઊંડા મનોમંથનને અંતે તેમણે જેને શ્વેતામ્બર મૂર્તિપૂજક સાધુચર્યાનો ત્યાગ કરવાનું વિચાર્યું. દેશની પરાધીનતા તેમને ખટકવા લાગી અને ત્યાગી અવસ્થામાં નિષ્ક્રિય રહેવા કરતાં તેનો ત્યાગ કરવાનું તેમણે ઉચિત માન્યું. જૈન સાધુજીવનનાં બંધનો છોડી દેવાનો પોતાનો નિશ્ચય તેમણે વર્તમાનપત્રોમાં પ્રસિદ્ધ કર્યો. મહાત્મા ગાંધીજીએ તેમને અમદાવાદ બોલાવ્યા અને મુનિશ્રીએ રેલવે વિહાર શરૂ કર્યો. ગાંધીજીએ અને વિદ્યાપીઠના કાર્યકર્તાઓએ તેમની પુરાતત્ત્વ મંદિરમાં નિમણૂક કરી અને તેમના જીવનનો નવો યુગ શરૂ થયો. જૈન સાધુ મટી તેઓ પુરાતત્ત્વ મંદિરના આચાર્ય થયા.
લગભગ આઠ વર્ષના પુરાતત્ત્વ મંદિરના કાર્યકાળ દરમિયાન તેઓની ભાવના અને વિચારણામાં તેમના ક્રાંતિકારી સ્વભાવ પ્રમાણે મોટું પરિવર્તન થયું. પુરાતત્ત્વ મંદિરનો મહત્ત્વનો પુસતકસંગ્રહ મુખ્યપણે તેમની પસંદગીનું પરિણામ છે. તેમનો પ્રિય વિષય પ્રાચીન ગુજરાતનો ઇતિહાસ અને ભાષા રહ્યાં છે. મુનિશ્રીના વિદ્યાવ્યાસંગે
Page #4
--------------------------------------------------------------------------
________________
૧૮૦
અર્વાચીન જૈન જ્યોતિર્ધરો
તેમને જર્મન ભાષા શીખવા અને જર્મન વિદ્વાનો સાથે પરિચય કરવા પ્રોત્સાહિત કર્યા. ગાંધીજીએ પણ તેમની જર્મની જવાની ઇચ્છાને અનુમોદન આપ્યું. આમ સ તરફથી મળેલા પ્રોત્સાહન અને પ્રસિદ્ધ જર્મન વિદ્વાન પ્રો. હર્મન જેકોબીના આમંત્રણને માન આપી મુનિશ્રી ઈ. સ. ૧૯૨૮માં જર્મની ગયા; અને ત્યાં દોઢ વર્ષ જેટલું રોકાયા. જર્મનીમાં તેમણે બોન, હેમ્બર્ગ અને લાઈપિસિંગ વિશ્વવિદ્યાલયોના પ્રાચ્યવિદ્યાના વિદ્વાનો સાથે મહત્ત્વપૂર્ણ વિચારોનું આદાનપ્રદાન કર્યું. બર્લિનમાં તેમણે ભારતજર્મન મિત્રતા વધારવા અને દૃઢ કરવા “હિન્દુસ્તાન હાઉસ' નામની સંસ્થાની સ્થાપના કરી. પાછળથી હિન્દુસ્તાન હાઉસ, ભારત-જર્મન સંપર્ક અને સુવિધાનું ઉત્તમ કેન્દ્ર બન્યું તથા અનેક નેતાઓ, વિદ્યાથીઓ તથા વેપારીઓ તેનાથી સારા લાભાન્વિત થયા.
મુનિશ્રી ૧૯૨૯ ને અંત ભાગમાં જર્મનીથી સ્વદેશ પાછા ફર્યા. તે સમયે તેમની સમક્ષ બે માર્ગ હતાઃ એક, વિદ્યા તથા સાહિત્યના વર્તુળમાં પુરાઈને બેસી રહેવાનો અને બીજો, સ્વાતંત્રયની હાકલને વધાવી લેવાનો. મુનિજીએ તત્કાલ નિર્ણય કરી પહેલા માર્ગને અમુક સમય સુધી મુલતવી રાખ્યો અને ૧૯૩૦ માં બીજો માર્ગ સ્વીકાર્યો. માર્ચની ૩૦ મીએ ગાંધીજીની વિશ્વવિખ્યાત દાંડીકૂચ દ્વારા મીઠાનો સત્યાગ્રહ શરૂ થયો. મુનિજી સત્યાગ્રહના પરિણામે જેલમાં ગયા, નાસિકની જેલમાં એમનો પરિચય શ્રી ક. મા. મુનશી સાથે થયો અને બંને વચ્ચે વિદ્યાવિષયક વિચારોની ઘનિષ્ઠ આપલે થઈ.
સ્વાધીનતાની લડતનો માર્ગ સ્વીકાર્યા છતાં પણ તેમનું ભાવિ પહેલા માર્ગમાં જ નિર્માયેલું હતું. તે અનુસાર તેઓ શાંતિનિકેતન પહોંચ્યા. ત્યાં કલકત્તાના પ્રમુખ જૈનસાહિત્ય અનુરાગી શ્રી બહાદુરસિંહ સિંધી સાથે વિશદ ચર્ચા અને વિચારવિનિમય થયાં. પરિણામે સિધી જૈન જ્ઞાનપીઠની સ્થાપનાની યોજના આકાર પામી. મુનિજીએ આ કાર્ય માટે પોતાની સેવાઓ અર્પણ કરવાનું સ્વીકાર્યું, એટલે સિધી ગ્રંથમાલાનો પ્રારંભ થયો અને પ્રબંધ ચિતામણિ’ નામે પહેલો ગ્રંથ પ્રકાશિત થયો. શાંતિનિકેતનમાં જૈન છાત્રાવાસનો પણ મુનિજીએ પ્રારંભ કર્યો. આ બધાનો આર્થિક બોજો શ્રી બહાદુરસિંહ સિધી ઉઠાવતા હતા. મુનિશ્રી શાંતિનિકેતનમાં લગભગ ત્રણ વર્ષ રહ્યા. બંગાળનાં હવાપાણી અનુકૂળ ન આવવાથી તેમણે પોતાનું કાર્યક્ષેત્ર શાંતિનિકેતનમાંથી મુંબઈ અથવા અમદાવાદ ખસેડવાનું નક્કી કર્યું. એ જ અરસામાં પંડિત સુખલાલજીના ઑપરેશન નિમિત્તે તેમને મુંબઈ જવાનું થયું. અહીં તેઓએ મુનશીજીના તીવ્ર અનુરોધથી ભારતીય વિદ્યાભવનના કાર્યમાં સહયોગ આપવાનું નકકી કર્યું. સિધી જૈન ગ્રંથમાળાના કાર્યને પણ ભવનનાં કાર્ય સાથે સંયોજિન કર્યું અને બન્ને કાર્યોનું તેઓ સાથે સાથે કુશળતાપૂર્વક સંચાલન કરવા લાગ્યા.
ઈ. સ. ૧૯૪૨ના “ભારત છોડો' આંદોલનથી તેઓ વિરક્ત રહ્યા. તે દરમિયાન તેમને જેસલમેરના જ્ઞાનભંડારો વ્યવસ્થિત કરવાનું નિમંત્રણ મળ્યું એટલે તેઓ ત્યાં ગયા, અને લગભગ પાંચ મહિનાનો સ્થિર વાસ કરીને આશરે ૨૦૦ ગ્રંથોની પ્રતિલિપિઓ,
Page #5
--------------------------------------------------------------------------
________________
પુરાતત્ત્વાચાર્ય શ્રી જિનવિજયજી
૧૮૧
તૈયાર કરી, ત્યારબાદ મુંબઈ પાછા ફર્યા અને ભારતીય વિદ્યાભવનના નિર્દેશકના રૂપમાં ગ્રંથોના સમ્પાદન-પ્રકાશન તથા વિદ્યાર્થીઓના ડૉક્ટરેટના અધ્યયનના કાર્યમાં પૂર્વવત્ માર્ગદર્શનમાં લાગી ગયા.
મુનિજીના મનમાં હંમેશાં દેશ તથા સમાજની સમસ્યાઓ સંબંધી ચિન ચાલતું રહેતું. આઝાદી પછી અસમસ્યા જેમ જેમ ગંભીર રૂપ પકડની ગઈ તેમ તેમ તેમનું ધ્યાન કૃષિ, શરીરશ્રમ અને સ્વાવલંબન તરફ અધિકાધિક વધતું ગયું. આ ચિંતનના પરિપાકરૂપે ચિતૌડ પાસે આવેલા રાંદેરિયા ગામમાં ત્યાંના ઠાકુર પાસેથી થોડીક જમીન મેળવી ૨૮ એપ્રિલ, ૧૯૫૦માં તેમણે ‘સર્વોદય સાધના આશ્રમની સ્થાપના કરી. સંત વિનોબાની રાજસ્થાનની પદયાત્રા દરમ્યાન આ આશ્રમ તેમણે વિનોબાજીને અર્પણ કરી દીધો હતો.
| મુનિશ્રીના પરામર્શથી ૧૩ મે, ૧૯૫૦માં રાજસ્થાન પુરાતત્ત્વ મંદિરની યોજના સાકાર થઈ અને તેઓ તેના સંચાલક બન્યા. આમ તેઓ એક તરફ આશ્રમની ખેતવિકાસની પ્રવૃત્તિઓ તથા બીજી તરફ પુરાતત્ત્વ મંદિરની સેવાઓ પૂરા મનોયોગથી કરવા લાગ્યા. ઈ. સ. ૧૯૫૨માં જર્મનીની વિશ્વવિખ્યાન ઓરીએન્ટલ સોસાયટીના માનદ સભ્ય તરીકે તેમની વરણી થઈ. અત્યંત અલ્પ સંખ્યાના ભારતીયોને આ સન્માન પ્રાપ્ત થયું છે. ભારતીય વિદ્યા સંબંધી અનન્ય સંશોધનકાર્ય બદલ તેઓને આ સન્માન પ્રાપ્ત થયું હતું.
- ઈ. સ. ૧૯૬૧માં ભારને સરકારે તેમને અપાશ્રી'નો ઈલ્કાબ આપ્યો. મુનિશ્રી દ્વારા ભારતીય નેમજ જૈન વિદ્યાની પ્રાચીન સામગ્રીના અધ્યયન, શોધ અને પ્રકાશન સંબંધી મૌલિક, ઐતિહાસિક અને વિશાળ કાર્ય થયું છે તેના સમાનરૂપે તેમને આ ઉપાધિ એનાયત કરવામાં આવી હતી.
રાજસ્થાન પુરાતત્ત્વ મંદિરના કાર્યનો પ્રારંભ જયપુરમાં થયો. પુરાતત્ત્વ તથા ઈતિહાસ સંબંધી અનેક હસ્તલિખિત તથા મુદ્રિત ગ્રંથોનો સંગ્રહ કરવામાં આવ્યો. પ્રકાશનકાર્ય પણ મોટા પ્રમાણમાં ચાલુ થયું. મુનિશ્રીના અથાગ પરિશ્રમનાં પરિપાકરૂપે આ કાર્યને સ્થાયિત્વ આપવાની દૃષ્ટિથી રાજસ્થાન સરકાર દ્વારા જોધપુરમાં એક નવીન ભવનનું નિર્માણ કરવામાં આવ્યું, જેનું ઉદ્ધાટન રાજસ્થાનના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી મોહનલાલ સુખડિયા દ્વારા ૧૯૫૯માં થયું હતું. આ સંસ્થા સમગ્ર દેશમાં ભારતીય વિદ્યા અને પુરાતત્ત્વ સંબંધી હસ્તલિખિત તથા મુદ્રિત ગ્રંથોનું વિશિષ્ટ કેન્દ્ર ગણાવા લાગ્યું. મુનિશ્રી ઈ. સ. ૧૯૬૭ સુધી આ સંસ્થાના માનાર્હ સંચાલક તરીકે રહ્યા.
મુનિશ્રીને ચિત્તોડ પ્રત્યે અનન્ય આકર્ષણ હતું, તેનું મુખ્ય કારણ ચિત્તોડની ઐતિહાસિક ગૌરવપૂર્ણ ગાથા છે. મહાન જૈન વિદ્વાન આચાર્ય હરિભદ્રસૂરિની તે સાધનાભૂમિ રહી છે. તેમના પ્રત્યેના અનન્ય આદરભાવ અને આસ્થાના ફળરૂપે મુનિશ્રીએ
.
Page #6
--------------------------------------------------------------------------
________________ 182 અર્વાચીન જૈન જ્યોતિધરી ચિત્તોડના પ્રસિદ્ધ કિલ્લાની બરોબર સામે શ્રી હરિભસૂરિ સ્મારક મંદિરની સ્થાપના કરી, તેને ચિત્તોડનું એક દર્શનીય સ્થાન ગણી શકાય. ત્યાં તેમણે પ્રસિદ્ધ જૈન દાનવીર ભામાશાની સ્મૃતિમાં “ભામાશા ભારતીય ભવનનું નિર્માણ પણ કર્યું છે. મુનિશ્રીએ પોતાના જીવનકાળ દરમિયાન અનેક સંસ્થાઓની સ્થાપના કરી. અનેક સંસ્થાઓ, વિદ્વાનો અને જ્ઞાનપિપાસુઓના તેઓ પ્રેરણાસ્ત્રોત બની રહ્યા. 80 વર્ષની ઉમર વટાવ્યા પછી તેમનું શરીર ઘણું કમજોર થઈ ગયું હતું. આંખોની દૃષ્ટિ પણ ઘણી મંદ પડી ગઈ હતી તેમ છતાં જીવનના અંત સુધી ભારતીય પુરાતત્તવ, જેનદર્શન, ચિત્તોડના પ્રાચીન ગૌરવ પ્રત્યેની તેમની આસ્થા અને અધ્યયન રૂચિ સહેજ પણ ઓછો થયાં નહોતાં. ઉપસંહાર : પૂજ્ય મુનિશ્રી જિનવિજયજીના જીવનનું વિહંગાવલોકન કરતાં એમ કહી શકાય કે પુરાતત્ત્વવિદ્યાને મુખ્ય કરીને તેઓએ પોતાનું સમસ્ત જીવન મા સરસ્વતીની સેવામાં વિતાવ્યું. એટલું જ નહિ પરંતુ બીજા સંશોધકો અને વિદ્વાનોને પણ તેમાં રસ લેતા કર્યા. પોતાની શક્તિ પ્રમાણે તેમ કરવા માટેનાં બાહ્યાંતર સાધનો પણ તેમણે ઊભાં કર્યો. પૂજ્યશ્રીએ પોતાની પાછલી જિદગીના દિવસો તેમની પ્રારંભિક કર્મભૂમિ અમદાવાદમાં વિતાવ્યા પછી તો વૃદ્ધાવસ્થાની સાથે સાથે શારીરિક નબળાઈ વધતી ગઈ અને વિ. સં. ૨૦૩૩ના જેઠ સુદ 5 ને ગુરુવાર દિનાંક 3 જૂન,૧૯૭૬ના રોજ મુનિશ્રીએ તેમની જિદગીના છેલ્લા શ્વાસ લીધા. આમ, એક આજન્મ વિદ્યાઉપાસક તથા અદ્વિતીય પુરાતત્ત્વ–આચાર્યની જિંદગીનો અંત આવ્યો. શાંતિઃ