Book Title: Puratattvacharya Jinvijayji Author(s): Atmanandji Publisher: Z_Arvachin_Jain_Jyotirdharo_001288.pdf View full book textPage 5
________________ પુરાતત્ત્વાચાર્ય શ્રી જિનવિજયજી ૧૮૧ તૈયાર કરી, ત્યારબાદ મુંબઈ પાછા ફર્યા અને ભારતીય વિદ્યાભવનના નિર્દેશકના રૂપમાં ગ્રંથોના સમ્પાદન-પ્રકાશન તથા વિદ્યાર્થીઓના ડૉક્ટરેટના અધ્યયનના કાર્યમાં પૂર્વવત્ માર્ગદર્શનમાં લાગી ગયા. મુનિજીના મનમાં હંમેશાં દેશ તથા સમાજની સમસ્યાઓ સંબંધી ચિન ચાલતું રહેતું. આઝાદી પછી અસમસ્યા જેમ જેમ ગંભીર રૂપ પકડની ગઈ તેમ તેમ તેમનું ધ્યાન કૃષિ, શરીરશ્રમ અને સ્વાવલંબન તરફ અધિકાધિક વધતું ગયું. આ ચિંતનના પરિપાકરૂપે ચિતૌડ પાસે આવેલા રાંદેરિયા ગામમાં ત્યાંના ઠાકુર પાસેથી થોડીક જમીન મેળવી ૨૮ એપ્રિલ, ૧૯૫૦માં તેમણે ‘સર્વોદય સાધના આશ્રમની સ્થાપના કરી. સંત વિનોબાની રાજસ્થાનની પદયાત્રા દરમ્યાન આ આશ્રમ તેમણે વિનોબાજીને અર્પણ કરી દીધો હતો. | મુનિશ્રીના પરામર્શથી ૧૩ મે, ૧૯૫૦માં રાજસ્થાન પુરાતત્ત્વ મંદિરની યોજના સાકાર થઈ અને તેઓ તેના સંચાલક બન્યા. આમ તેઓ એક તરફ આશ્રમની ખેતવિકાસની પ્રવૃત્તિઓ તથા બીજી તરફ પુરાતત્ત્વ મંદિરની સેવાઓ પૂરા મનોયોગથી કરવા લાગ્યા. ઈ. સ. ૧૯૫૨માં જર્મનીની વિશ્વવિખ્યાન ઓરીએન્ટલ સોસાયટીના માનદ સભ્ય તરીકે તેમની વરણી થઈ. અત્યંત અલ્પ સંખ્યાના ભારતીયોને આ સન્માન પ્રાપ્ત થયું છે. ભારતીય વિદ્યા સંબંધી અનન્ય સંશોધનકાર્ય બદલ તેઓને આ સન્માન પ્રાપ્ત થયું હતું. - ઈ. સ. ૧૯૬૧માં ભારને સરકારે તેમને અપાશ્રી'નો ઈલ્કાબ આપ્યો. મુનિશ્રી દ્વારા ભારતીય નેમજ જૈન વિદ્યાની પ્રાચીન સામગ્રીના અધ્યયન, શોધ અને પ્રકાશન સંબંધી મૌલિક, ઐતિહાસિક અને વિશાળ કાર્ય થયું છે તેના સમાનરૂપે તેમને આ ઉપાધિ એનાયત કરવામાં આવી હતી. રાજસ્થાન પુરાતત્ત્વ મંદિરના કાર્યનો પ્રારંભ જયપુરમાં થયો. પુરાતત્ત્વ તથા ઈતિહાસ સંબંધી અનેક હસ્તલિખિત તથા મુદ્રિત ગ્રંથોનો સંગ્રહ કરવામાં આવ્યો. પ્રકાશનકાર્ય પણ મોટા પ્રમાણમાં ચાલુ થયું. મુનિશ્રીના અથાગ પરિશ્રમનાં પરિપાકરૂપે આ કાર્યને સ્થાયિત્વ આપવાની દૃષ્ટિથી રાજસ્થાન સરકાર દ્વારા જોધપુરમાં એક નવીન ભવનનું નિર્માણ કરવામાં આવ્યું, જેનું ઉદ્ધાટન રાજસ્થાનના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી મોહનલાલ સુખડિયા દ્વારા ૧૯૫૯માં થયું હતું. આ સંસ્થા સમગ્ર દેશમાં ભારતીય વિદ્યા અને પુરાતત્ત્વ સંબંધી હસ્તલિખિત તથા મુદ્રિત ગ્રંથોનું વિશિષ્ટ કેન્દ્ર ગણાવા લાગ્યું. મુનિશ્રી ઈ. સ. ૧૯૬૭ સુધી આ સંસ્થાના માનાર્હ સંચાલક તરીકે રહ્યા. મુનિશ્રીને ચિત્તોડ પ્રત્યે અનન્ય આકર્ષણ હતું, તેનું મુખ્ય કારણ ચિત્તોડની ઐતિહાસિક ગૌરવપૂર્ણ ગાથા છે. મહાન જૈન વિદ્વાન આચાર્ય હરિભદ્રસૂરિની તે સાધનાભૂમિ રહી છે. તેમના પ્રત્યેના અનન્ય આદરભાવ અને આસ્થાના ફળરૂપે મુનિશ્રીએ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org.Page Navigation
1 ... 3 4 5 6