Book Title: Puratattvacharya Jinvijayji
Author(s): Atmanandji
Publisher: Z_Arvachin_Jain_Jyotirdharo_001288.pdf

View full book text
Previous | Next

Page 2
________________ ૧૭૮ અર્વાચીન જૈન જ્યોતિર્ધરો હતી અને કેટલાયે કુટુંબીઓને મારી નાખ્યા હતા. તેમના દાદા કેટલાયે વર્ષના અજ્ઞાતવાસ બાદ પોતાના પુત્રો સાથે રુપાયેલી પહોંચ્યા હતા અને ત્યાંના ઠાકોરની સહાનુભૂતિ મેળવી ત્યાં સ્થિર થયા હતા. મુનિશ્રીના પિતા જંગલવિભાગના અધિકારી તરીકે નિમાયા હતા. વૃદ્ધાવસ્થામાં તેમને સંગ્રહણીનો રોગ લાગુ પડયો. તેનો ઉપચાર તેમણે જૈનયતિ શ્રી દેવીહંસ પાસે કરાવ્યો હતો. યતિશ્રી દેવીહંસ બાળક કિશનસિહની બુદ્ધિપ્રતિભાથી ખૂબ પ્રસન્ન હતા. તેમણે શ્રી બિરધીસિહજીને જણાવ્યું હતું કે આ બાળકને ખૂબ ભણાવજો, તે તમારા કુળનું નામ ઉજજવળ કરશે. વિ.સં. ૧૯૫૫ માં પિતાશ્રીનું દેહાવસાન થવાથી સમસ્ત પરિવાર નિરાધાર જેવો બની ગયો. બાળક કિશનસિંહની ભણવાની વ્યવસ્થા પણ ન રહી. આ જોઈને યતિશ્રી દેવીહંસે કિશનસિંહને પોતાની પાસે ભણવા માટે રાખ્યો. પરંતુ થોડાક સમય પછી થતિશ્રીને અકસ્માત થયો અને ત્રણ મહિનામાં તેમનું દેહાવસાન થયું. આમ કિશનસિહ ફરીથી નિરાશ્રિત બન્યા. તેમણે યતિશ્રીની ખૂબ સેવા કરી હતી. કિશનસિહના મનમાં શાન-અધ્યયનની તીવ્ર પિપાસા હોવાથી ને ઘરે પાછો ન ફરતાં બીજા એક યતિ ગંભીરમલના કહેવાથી તેમના ગામ મંડ્યા પહોંચ્યા અને ત્યાં બે-અઢી વર્ષ વિઘાંધ્યયન કર્યું. ત્યારબાદ યતિશ્રીની સાથે કિશનસિહ ચિત્તડ પહોંચ્યા અને ત્યાં જ રોકાઈ ગયા. ત્યાં ખેતી કરવા લાગ્યા. બાણપણમાં જ નાનીમોટી અનેક આફતોનો સામનો કરતાં કરતાં કિશનસિંહ એક સારવાડી જૈન સ્થાનકવાસી સાધુના સંપર્કમાં આવ્યા. નવું નવું જાણવાની જિજ્ઞાસા અને સ્થાનકવાસી સાધુની સોબને તેમને પણ સ્થાનક્વાસી સાધુ બનાવી દીધા. સાધુ અવસ્થા દરમ્યાન થોડા જ સમયમાં એમણે જૈન ધર્મનાં કેટલાંક ખાસ પુસ્તકો કંઠસ્થ કરી લીધાં. પરંતુ તેમની જિજ્ઞાસાનો વેગ વિશેષ હતો અને અભ્યાસની સગવડ ઓછી હતી. તેથી કેટલાંક વર્ષો બાદ ઘણા જ મનોમંથનને અંતે છેવટે એમણે એ સંપ્રદાય છોડવાનો સંકલ્પ કર્યો, અને એક દિવસ રાતોરાત તેઓ ઉપાશ્રય છોડી પગપાળા ચાલી નીકળ્યા. ફરતાં ફરતાં તેઓ ઉજજયિનીનાં ખંડેરોમાં પહોંચ્યા જ્યાં શિપ્રા નદીને કિનારે તેમણે સાધુવેષનો ત્યાગ કર્યો. રતલામ અને તેની આજુબાજુનાં ગામોમાં વસવાટ કરી, એક દિવસ તેઓ ટ્રેન દ્વારા વિશેષ વિદ્યોપાર્જન માટે અમદાવાદ આવી પહોંચ્યા. પરંતુ અમદાવાદમાં તે શક્ય બન્યું નહિ. અંતે મારવાડમાં પાલી ગામમાં તેમને સુંદરવિજયજી નામના એક સંવેગી સાધુનો ભેટો થયો. તેમની પાસે તેમણે દીક્ષા અંગીકાર કરી અને જિનવિજયજી નામ ધારણ કર્યું, જે નામથી તેઓ દેહાંત સુધી ઓળખાયા. દીક્ષાના થોડા સમય બાદ વિહાર કરતાં તેઓ ખ્યાવર પહોંચ્યા. અહીં તેમનો પરિચય પ્રસિદ્ધ જૈનાચાર્ય વિજયવલ્લભસૂરિ સાથે થયો; તેમની સાથે બે-ત્રણ પંડિતો હતો. પોતાની જ્ઞાનપિપાસા સંતોષવા જિનવિજયજી તેમની સાથે વિહારમાં જોડાયા. તેમનો અધ્યયનનો ક્રમ વિસ્તીર્ણ થતો ગયો અને ઇતિહાસ-શોધ સંબંધી તેમની રુચિ પરિપકવ થતી ગઈ. “વીરભૂમિ રાજસ્થાન”ના અધ્યયનથી રાજસ્થાન તથા મેવાડના ભૂતકાળ પ્રત્યે તેમનું આકર્ષણ વધ્યું. પાટણમાં હસ્તલિખિત ગ્રંથો તથા નાડપત્ર પર લખેલા પ્રાચીન ગ્રંથોનું અંતિહાસિક દૃષ્ટિથી તેમણે અધ્યયન કર્યું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6