Book Title: Punyavijayji Sangruhit Prachin Lekhan Samgri tatha Chitradinu Pradarshan
Author(s): L D Indology Ahmedabad
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 4
________________ નિવેદન લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરને પ્રારંભ પૂજ્ય મુનિશ્રી પુણ્યવિજયજીએ ભેટ સ્વરૂપે આપેલ પ્રાચીન બહુમૂલ્ય દશ હજાર હસ્તપ્રતો તથા સાત હજાર મુદ્રિત પુસ્તકેથી ઈ. ૧૯૫૭માં થયો હતો. પૂજ્ય મુનિરાજ શ્રી પુણ્યવિજયજીનું અવસાન મુંબઈમાં વિક્રમ સં. ૨૦૨૭ના જેઠ વદિ છઠની રાત્રે 8-45 વાગ્યે થયું અને અગ્નિદાહ જેઠ વદિ સાતમે થયે હતા. તદનુસાર ઈ. ૧૯૭૨ના જુલાઈ તા. ૩ના રોજ મુનિશ્રીની પ્રથમ સંવત્સરીને દિવસ છે. આ નિમિત્તે પૂજ્ય મુનિએ જે બહુમૂલ્ય સામગ્રી ભેટ આપી હતી અને તેમના અવસાન પછી તેમના પાસેની સકલ સામગ્રી તેઓને સુશિષ્ય પૂ. પંન્યાસથી દર્શનવિજયજીએ સંસ્થાને ભેટ આપી છે તેમાંથી જે પ્રાચીન લેખનસામગ્રી સંસ્થાને મળી છે તેનું તથા સચિત્ર હસ્તપ્રતોમાંથી અનેકનું અને મૂર્તિ આદિ અન્ય બહુમૂલ્ય વસ્તુઓનું પ્રદર્શન ગોઠવવાનું નક્કી કરવામાં આવ્યું. પ્રદર્શનની ગોઠવણમાં માન્યવર શ્રી રવિશંકરભાઈ રાવલ તથા શ્રી બચુભાઈ રાવતનું અનુમેદન પ્રાપ્ત થયું અને તેમની સલાહસૂચના મુજબ આ સૂચિપત્રનું પ્રકાશન હાથ ધરવામાં આવ્યું છે, તે બદલ તે સૌને અહીં આભાર માનું છું. પ્રદર્શનનું તા. ૩-૭-૭૨ના રોજ ઉદ્દઘાટન કરવાનું ડે. શ્રી ઉમાકાંત છે. શાહે સ્વીકાર્યું તે બદલ પણ તેમને આભાર માનું છું. દલસુખ માલવણિયા - અધ્યક્ષ લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22