________________
પ્રાસ્તાવિક
સ્ત્રી-પુરુષને પ્રેમ એ એક એવું અનેખું બળ છે, જે તેમના બાહ્ય સ્કૂલ કેટલાની મર્યાદાઓ અને સીમાઓને ઓળંગાવી, જાણે અનંતના કિનારા ઉપર તેમને લાવી મૂકે છે. સામાન્ય શારીરિક કે ભૌતિક મર્યાદાઓ તેમની આડે આવી શકતી નથી. અરે, સૌને ડરાવી જનાર મોત પણ તેઓને એક ખિલૌનું – રમકડું જ લાગે છે ! પ્રેમનું ઘમસાણું તેમને પૂર આવેલી નદીમાં કાચા ઘડાને આધારે સામે પાર જવા ઝંપલાવરાવે છે; સાપને દોરડું માની તેને આધારે ઘરને ઉપરને ભાળ ચડાવે છે; અરે, નદીમાં તણાતા આવેલા મડદાને હેડી ગણી તેને આધારે તેઓ નદી પાર કરી જાય છે ! ફરહાદ, મજનૂન, બિલ્વમંગળ અને લોકવાર્તામાં અમર થઈ ગયેલી પ્રેમકથાનાં પાત્રો એવું શું શું અસાધારણ કરવા નથી તત્પર થયાં? એના દાખલાઓ ભલે વિરલ હશે, પરંતુ તેટલા પણ પ્રેમવૃત્તિ નાનકડા માનવશરીરની મર્યાદાઓ કેટલા મોટા પ્રમાણમાં ઓળંગાવી દે છે, તેને સચોટ ખ્યાલ આપ્યા વિના રહેતા નથી.
માનવસમાજે પ્રેમવૃત્તિના ઘમસાણને કરુણાંત એ છે કરવા ખાતર “લગ્ન સંસ્થા ઊભી કરીને તથા સ્ત્રી-પુરુષ-સંબંધને ધર્મનું એક અંગ બનાવીને સમુચિત પગલાં ભરેલાં છે; તથા એ રીતે પ્રેમપ્રવાહને શાંત-ગંભીરપણે વહી જીવનનું ધારકપોષક બળ બનાવવા કોશિશ કરેલી છે. તેમ છતાં, દેશદેશને ઈતિહાસ પ્રેમવૃત્તિએ એ બધી મર્યાદાઓ ઓળંગાવીને મચાવેલા ઘમસાણને સાક્ષી છે; અને દરેક દેશનું લેકસાહિત્ય અને લેકકાવ્ય પ્રેમનાં શહીદની કથાઓથી ઊભરાતું જ રહે છે.