Book Title: Prit Kiye Dukh Hoye
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Parivar Prakashan Sahkari Mandir Ltd

Previous | Next

Page 7
________________ આ નવલકથા સ્ત્રી-પુરુષ પ્રેમની જ કથા છે. બંને પક્ષે પ્રેમને બદલે કામવૃત્તિ જ પ્રાધાન્ય ભેગવે છે. તેથી જ એની ગુણવાન ટેસિલિયનને છેડીને લિસેસ્ટરના વૈભવ અને પ્રતાપથી અંજાઈ જઈ તેના તરફ ઢળી જાય છે. લિસેસ્ટર તે અનેક ફૂલે સંધનારે ભમરે. માત્ર છે. રાણું ઈલિઝાબેથ મળવાની હોય, તે એમીને કાંટે દૂર કરવાનું વાનૈને કહી દેવામાં તેને વાર નથી લાગતી. પરંતુ એમીની બાબતમાં ધર્મવૃત્તિ તેનું રક્ષણ કરનાર સમર્થ પરિબળ છે. તેથી તે ધર્મવિધિથી લગ્ન કર્યા વિના લિસેસ્ટરના હાથમાં જઈ પડવા તૈયાર થતી નથી. અને એ વસ્તુ જ તેનું રક્ષણ કરે છે. છેવટે તેને કરુણ અંત આવે છે, પરંતુ ત્યાર પહેલાં તેની ધર્મવૃત્તિને કારણે લિએસ્ટર જેવાને પણ હૃદયપલટે થાય છે અને તે પિતાનું એમી સાથેનું લગ્ન ઈલિઝાબેથ આગળ કબૂલ કરી આવે છે, તથા વાર્નને આપેલ હુકમ પાછો ખેંચી લેવા લેમ્બોર્નને પાછળ દોડાવે છે. પરંતુ આખી નવલકથાનું તથ્ય તે એટલું જ નીકળે છે જે . પેલી જાણીતી કડીમાં નિરૂપેલું છે – ને મેં ઐસા બનતી પ્રીત કિયે દુખ હેય, નગર દ્વારા પીટતી, પ્રીત ન કરિયા કાય! છે પરંતુ એવા અનેક ઢઢેરા પિટાય, તોપણ, પ્રીત કરતાં યુવાન હદય ઓછાં રોકાવાનાં છે? પ્રેમત્તિ જયારે વિરલ દાખલાઓમાં જોર પકડે છે, ત્યારે ભયંકર કરુણાન્ત સરજાય છે, તેની સાથે સાથે ભવ્ય મહાકથાઓ પણ! આ નવલકથા સ્ત્રી-પુરુષ પ્રેમના જાણીતા વસ્તુ ઉપર મંડાઈ છે, પણ તેનું મંડાણ તથા વિકાસ કસબી કલમથી સરસ રીતે થયાં છે. જુદાં જુદાં અનેક પાત્રો અને અનેક ઘટનાઓ ઉમેરીને કથાની

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 346