Book Title: Prit Kiye Dukh Hoye
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Parivar Prakashan Sahkari Mandir Ltd

Previous | Next

Page 5
________________ એ પ્રમાણે તેમના જીવનકાળ દરમ્યાન જ વિક્ટર હ્યુગે, એલેકઝાન્ડર ડૂમા, ચાર્લ્સ ડિકન્સ, કાઉન્ટ લિયો ટોલ્સ્ટોય વગેરે પિઢ લેખકોની કેટલીય નવલકથાઓના સચિત્ર-વિસ્તૃતસંક્ષેપે ગુજરાતને મળ્યા છે. એ સંક્ષેપ તૈયાર થતા હતા ત્યારે જ, સર વેસ્ટર સ્કેટની સુપ્રસિદ્ધ નવલકથાઓના ગુજરાતી સંક્ષેપે બહાર પાડવાની યોજના પણ વિચારાઈ હતી. તે પ્રમાણે પ્રેમવિજય' (આઈવનો), “હિંમતે મરદા (કવેન્ટિન ડરવાડ) અને “પ્રીત કિયે દુઃખ હેય” (કનિકવર્થ એ નવલકથાઓ તૈયાર પણ થઈ ગઈ હતી. પરંતુ, તે દરમ્યાન પરિવાર સંસ્થા આસમાની-સુલતાનીના ખપ્પરમાં અટવાઈ જતાં, તેમને પ્રકાશિત કરવાનું બની શકયું નહીં. પરંતુ હવે પરમાત્માની કૃપાથી તેમાંની કેટલીક નવલકથાઓ પ્રકાશિત કરવાનું શક્ય બન્યું હોવાથી, પ્રથમ, સ્કેટની નિલવર્થ' નવલકથાને આ સંક્ષિપ્ત અનુવાદ ગુજરાતી વાચક સમક્ષ રજૂ કરીએ છીએ. તેમ કરતાં શ્રી. મગનભાઈ દેસાઈ પ્રત્યેનું એક કણ અદા કર્યાને પણ અમને સંતોષ થાય છે. તેમણે જ ગુજરાતી વાચકને વિશ્વસાહિત્યને રસાસ્વાદ સુલભ કરી આપવાની યોજના વિચારી કાઢી હતી. ગુજરાતી ભાષા પણ વિશ્વસાહિત્યના આ સંપર્કથી સમૃદ્ધ થાય છે, એમ અમારું માનવું છે. અસ્તુ. ૧-૧-૮૪ પુત્ર છોપટેલ

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 346