Book Title: Prit Kiye Dukh Hoye
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Parivar Prakashan Sahkari Mandir Ltd

Previous | Next

Page 8
________________ મને રંજક સજાવટ કરવામાં આવી હેઈ, પરિણામે વાર્તારસના ઊછળતા પ્રવાહમાં વાચક તણાયા કરે છે. - કમ્મરના વીશીવાળા ગેલિગની વીશીમાં તેના બટકેલ ભત્રીજા લેઓર્નના આગમનથી વાર્તાને તંતુ એવી કુશળતાથી ઉપાડવામાં આવ્યો છે કે, પછી ધડધડ ફેસિલિયન, લિસેસ્ટર વગેરે પાત્રોને રંગભૂમિ ઉપર પ્રવેશવાનું દ્વાર ખૂલી જાય છે. અને વાર્તા એક પછી એક રસ-વળાંક લેતી, મનને જકડી રાખતી, આગળ દોડવા લાગે છે. સામાન્યપણે વાર્તાલેખનની બાબતમાં આવી કુશળતા અને સફળતા દાખવનાર નવલકથાઓ ઓછી નજરે પડે છે. આ નવલકથામાં ઇલિઝાબેથ રાણીના વખતનો જમાને તાદશ થાય છે, એ એની એક વિશેષતા ગણાય. અમીર-ઉમરાવ સામેની બેફામ સત્તા તેડી, રાજાશાહી પિતાની સત્તા ઉપર લાવતી જાય છે. એ બધી વિગતો પણ ઓછી રસિક નથી. ટે ઈલિઝાબેથને ચીતરવામાં સમુચિત મર્યાદા દાખવી છે–દાક્ષિણ્ય દાખવ્યું છે. બીજા કોઈ લેખકના હાથમાં એ બધું ગંદું – ચીતરી ચડે તેવું – થઈ રહ્યું હોત. - સ્કોટ મુખ્યત્વે લેકકથાઓ અને દંતકથાઓને અઓ ચિત્રકાર છે. તેથી તેને હાથે પ્રેમશૌર્યની કથાઓ વિશેષ ચિત્રણ પામે છે. તેની આઈવન, કવેન્ટિન ડરવા જેવી નવલકથાઓ વાંચનારને એ વાતની સહેજે પ્રતીતિ થશે. આ નવલકથામાં લેખકે છેવટે બે જણને જ સુખી થતાં બતાવ્યાં છે: વેલેન્ડ અને જેનેટને.એ બે પાત્રે પોતપોતાની રીતે અને ખાં પાત્રો છે. વફાદારી એ તેમના જીવનનું મુખ્ય અંગ છે. વેલેન્ટ ટ્રેસિલિયનને વફાદારીથી વળગી રહે છે; અને જેનેટ એમીની વફાદાર પરિચારિકા ૧. “પ્રેમવિજય નામે તેને સચિત્ર અનુવાદ તૈયાર થઈ ગયું છે. ૨. હિંમતે મરદા' નામના તે નવલકથાનો સચિત્ર સંક્ષેપ પણ તૈયાર થઈ ગયા છે..

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 346