Book Title: Prit Kiye Dukh Hoye
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Parivar Prakashan Sahkari Mandir Ltd

Previous | Next

Page 4
________________ પ્રકાશકીય નિવેદન સ્વ. મગનભાઈ દેસાઈના જીવનકાળના છેલ્લા ત્રણ-ચાર દસકાઓ દરમ્યાન ગુજરાતી ભાષાની નવલકથાઓનું પૂર આવ્યું હતું. ઉપર મધ્યમ વર્ગ, આઝાદી બાદની પંડિત નેહરની પંચવર્ષીય તેમ જ “વિકાસની બીજી જનાઓમાં ખાસ કેળિયે હાંસલ થતાં, એકદમ માલેતુજાર બનવા લાગ્યો હતો. તે લે એ પિતાની નરી ફુરસદના મનરંજન માટે રેડિયે, સિનેમા વગેરે સાધને અપનાવવા માંડયાં હતાં. તેમાં નવલકથાનું વાચન પણ એક હતું. તેમની ડિમાન્ડથી નવલક્થાઓને સપ્લાય પણ જોર પકડતે ગયે. પછી સિનેમાની ફિલ્મ બનાવનારાએની બાબતમાં બન્યું તેમ, પિતાના ધરાના બરની જ નવલકથાઓ પણ બનતી ગઈ - સાહિત્યિક કહેવાતા લકે, ભારતવર્ષના જૂના સંન્યાસીઓની પડે, નવલકથાઓના એ હીન મનાતા ક્ષેત્રથી દૂર ભાગી પોતાના વનપર્વતના કે કાવ્ય-નિબંધના પાળી હવાના આસમાનમાં જ વિહરતા રહ્યા. પરિણામે, સંન્યાસીઓની બાબતમાં સંસાર-વ્યવહારના ક્ષેત્રમાં બન્યું હતું તેમ, નવલકથાઓનું ક્ષેત્ર પણ ધારાધોરણ વિનાના લોકોના હાથમાં જઈ પડયું. શ્રી. મગનભાઈ દેસાઈએ સાહિત્યિોની નિંદા કે સણની પરવા કર્યા વગર, એક બાજુ, પિતાના હાથમાંના ‘નવજીવન’ માસિક અને “સત્યાગ્રહ' સાપ્તાહિકમાં સામે આવી તે બધી નવલકથાઓનાં અવેલેકને રજૂ કરવા માંડ્યાં; તથા બીજી બાજુ, “પરિવાર” સંસ્થા મારફત વિશ્વસાહિત્યમાં સ્થાન પામેલી સુપ્રસિદ્ધ લેખકેની નવલકથાઓના સચિત્ર-વિસ્તૃત-સંક્ષેપે બહાર પાડવા માંડયા.

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 346