Book Title: Pratikramana Sankshipt
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 26
________________ પ્રતિક્રમણ પ્રતિક્રમણ પ્રશ્નકર્તા: માનસિક અથડામણ અને જે દોષો.... દાદાશ્રી : એ માનસિક નથી. પ્રશ્નકર્તા : એટલે આ સૂક્ષ્મતર અથડામણ છે તે ઘડીએ સૂક્ષ્મ અથડામણ પણ જોડે હોય ને ? દાદાશ્રી : એ આપણે જોવાનું નહીં. સૂક્ષ્મ જુદું હોય. અને સૂક્ષ્મતર જુદું હોય. સૂક્ષ્મતર એટલે તો છેલ્લી વાત. પ્રશ્નકર્તા : એક વખત સત્સંગમાં જ વાત એવી રીતે કરી હતી કે. ચંદુલાલ જોડે તન્મયાકાર થવું એ સૂક્ષ્મતમ અથડામણ કહેવાય. દાદાશ્રી : હા. સૂક્ષ્મતમ અથડામણ ! એને ટાળવી. ભૂલથી તન્મયાકાર થયું છે. પછી ખબર પડે છે ને કે, આ ભૂલ થઈ ગઈ. પ્રશ્નકર્તા : હવે કેવળ શુદ્ધાત્મતત્ત્વ સિવાય આ જગતની કોઈપણ વિનાશી ચીજ મારે ખપતી નથી, છતાં પણ આ ચંદુભાઈને તન્મયાકારપણું અવારનવાર રહે છે. એટલે એ સૂક્ષ્મતર અથડામણ થઈને ? દાદાશ્રી : એ તો સૂક્ષ્મતમ કહેવાય. પ્રશ્નકર્તા તો એ અથડામણ ટાળવાનો ઉપાય ફક્ત પ્રતિક્રમણ એકલો જ છે કે બીજું કોઈ છે ? દાદાશ્રી : બીજું કોઈ હથિયાર છે જ નહીં. (૧૭૨) પ્રશ્નકર્તા: પણ દાદા, આપણે પ્રતિક્રમણ કરવું પડે, એ આપણો અહમ્ ના કહેવાય ? દાદાશ્રી : ના. એટલે આપણે પ્રતિક્રમણ નથી કરવાનું. એ ચંદુભાઈનો છે, શુદ્ધાત્મા તો જાણે છે, શુદ્ધાત્માએ તો ગુનો કર્યો નથી. એટલે ‘એને’ એ ના કરવું પડે. ફક્ત ગુનો કર્યો હોય ‘તેને', ચંદુભાઈ પ્રતિક્રમણ કરે અને અતિક્રમણથી જ સંસાર ઊભો થયો છે. અતિક્રમણ કોણ કરે છે ? અહંકાર ને બુદ્ધિ બેઉ ભેગા થઈને. (૧૭૩) ૧૧. પુરુષાર્થ, મા દુર્ગુણો સામે... રાગ વગર તો લાઈફ જ કોઈ ગયેલી નહીં. જ્યાં સુધી જ્ઞાન મળે નહીં, ત્યાં સુધી રાગ ને દ્વેષ બે જ કર્યા કરે છે. ત્રીજી વસ્તુ જ ના હોય. પ્રશ્નકર્તા : પણ દાદા, દ્વેષ એ તો રાગનું જ ફરજંદ છેને ? દાદાશ્રી : હા. એ ફરજંદ તેનું છે, પણ એનું પરિણામ છે, ફરજંદ એટલે એનું પરિણામ છે એ રાગ બહુ થયોને, જેના પર રાગ કરીએને, તે એક્સેસ (વધુ પડતો) વધી જાય, એટલે એની પર દ્વેષ થાય પાછો. કોઈ પણ વસ્તુ એને પ્રમાણની બહાર જાયને એટલે આપણને ના ગમતી થાય અને ના ગમતી હોય એનું નામ દ્વેષ. સમજમાં આવ્યું ? પ્રશ્નકર્તા : હા. સમજમાં આવ્યું. દાદાશ્રી : એ તો આપણે સમજી લેવાનું કે, આપણા જ રીએક્શન આવ્યાં છે બધાં ! આપણે એને માનથી બોલાવીએ, અને આપણને એમ થાય કે એનું મોઢું ચઢેલું દેખાય, એટલે આપણે જાણવું કે આપણું આ રીએક્શન છે. એટલે શું કરવું ? પ્રતિક્રમણ કરવા. બીજો ઉપાય નથી જગતમાં. ત્યારે આ જગતના લોકો શું કરે ? એની પર પાછું મોઢું ચઢાવે ! એટલે ફરી હતું એવું ને એવું જ ઊભું કરે પછી. આપણે શુદ્ધાત્મા થયા એટલે અટાવીપટાવીને આપણી ભૂલ એક્સેપ્ટ (સ્વીકાર) કરીને પણ ઊંચું મૂકી દેવું જોઈએ. અમે તો જ્ઞાની પુરુષ થઈને એમ એક્સેપ્ટ બધી ભૂલો કરીને કેસ ઊંચો મૂકી દઈએ. (૧૭૪) પ્રશ્નકર્તા : ઈર્ષા થાય છે તે ના થાય તે માટે શું કરવું ? દાદાશ્રી : તેના બે ઉપાય છે. ઈર્ષા થઈ ગયા પછી પશ્ચાતાપ કરવો. ને બીજું ઈર્ષા થાય છે, તે તમે ઈર્ષા નથી કરતાં. ઈર્ષા એ પૂર્વભવનાં પરમાણુઓ ભરેલાં છે તેને એક્સેપ્ટ (સ્વીકાર) ના કરો, તેમાં તન્મયાકાર ના થાય, તો ઈર્ષા ઊડી જાય. તમને ઈર્ષા થયા પછી પશ્ચાતાપ કરવો એ ઉત્તમ છે. પ્રશ્નકર્તા : સામા પર શંકા કરવી નથી, છતાં શંકા આવે તો તે શી

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52