Book Title: Pratikramana Sankshipt
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 50
________________ પ્રતિક્રમણ ૮૯ પ્રતિક્રમણ પ્રશ્નકર્તા: હાબીજે આવું દ્રશ્ય કોઈ ઠેકાણે જોયેલું નહીં ! દાદાશ્રી : હોય જ નહીંને ! અને આવું અક્રમ વિજ્ઞાન ના હોય, આવું પ્રતિક્રમણ ના હોય, આવું કશું હોય જ નહીં. પ્રશ્નકર્તા : આવો ‘દાદી' ય ના હોય ! દાદાશ્રી : હા. આવો ‘દાદો' ય ના હોય. (૩૬૦) સાચી આલોચના કરી નથી માણસે. તે જ મોક્ષે જતાં રોકે છે. ગુનાનો વાંધો નથી. સાચી આલોચના થાય તો કશો વાંધો નથી. અને આલોચના ગજબનાં પુરૂષ પાસે કરાય. પોતાના દોષોની કોઈ જગ્યાએ આલોચના કરી છે જિંદગીમાં ? કોની પાસે આલોચના કરે ? અને આલોચના કર્યા વગર છૂટકો નથી. જ્યાં સુધી આલોચના ના કરો તો આને માફ કોણ કરાવે ? જ્ઞાની પુરુષ ચાહે સો કરી શકે. કારણ એ કર્તા નથી માટે. જો કર્તા હોત તો એમને ય કમ બંધાય. પણ કર્તા નથી માટે ચાહે સો કરે. ત્યાં આપણે આલોચના ગુરુ પાસે કરવી જોઈએ. પણ છેલ્લા ગુરુ આ ‘દાદા ભગવાન' કહેવાય. અમે તો તમને રસ્તો બતાવી દીધો. હવે છેલ્લા ગુરુ બતાવી દીધા. એ તમને જવાબ આપ્યા કરશે અને તેથી તો એ ‘દાદા ભગવાન” છે. તે જ્યાં સુધી એ પ્રત્યક્ષ ના થાય, ત્યાં સુધી ‘આ’ દાદા ભગવાનને ભજવા પડે. એ પ્રત્યક્ષ થાય પછી એની મેળે આવતું આવતું પાછું એ મશીન ચાલુ થઈ જાય. એટલે પછી એ પોતે ‘દાદા ભગવાન' થઈ જાય. (૩૬૭) જ્ઞાની પુરુષ પાસે ઢાંકે એટલે ખલાસ થઈ ગયું. લોક ઉઘાડું કરવા હારુ તો પ્રતિક્રમણ કરે. પેલો ભઈ બધું લઈને આવ્યો હતો ને ? તે ઉલટું ઉઘાડું કરે જ્ઞાની પાસે ! તો ત્યાં કોઈ ઢાંકે તો શું થાય ?!! દોષ ઢાંકે ત્યારે એ ડબલ થાય. (૩૬૮). સ્ત્રી જોડે જેટલી ઓળખાણ છે એટલી પ્રતિક્રમણ જોડે ઓળખાણ હોવી જોઈએ. જેમ સ્ત્રી ભૂલાતી નથી તેમ પ્રતિક્રમણ ભૂલાવું ના જોઈએ. આખો દહાડો માફી માગ માગ કરવી. માફી માગવાની ટેવ જ પાડી નાખવી. આ તો પારકોના દોષ જોવાની દ્રષ્ટિ જ પડી છે ! (૩૭૧) જેની જોડે વિશેષ અતિક્રમણ થયું હોય તેની જોડે પ્રતિક્રમણનો યજ્ઞ શરૂ કરી દેવો. અતિક્રમણ ઘણાં કર્યા છે. પ્રતિક્રમણ નથી કયાં તેનું આ બધું છે. આ પ્રતિક્રમણ તો અમારી ઝીણામાં ઝીણી શોધખોળ છે. જો એ શોધખોળને સમજી જાય તો કોઈની જોડે કશો ઝગડો રહે નહીં. પ્રશ્નકર્તા: દોષોનું લીસ્ટ તો બહુ લાંબું બને છે. દાદાશ્રી : એ લાંબું બને તો એમ માનોને કે આ એક માણસ જોડે સો જાતના દોષ થયા હોય તો ભેગું પ્રતિક્રમણ કરી નાખવું કે આ બધાય દોષોની હું તારી પાસે માફી માગી લઉં છું ! (૩૭૫) પ્રશ્નકર્તા : હવે આ જિંદગીનો ડ્રામા જલદી પૂરો થયા તો સારું. દાદાશ્રી : આવું કેમ બોલ્યા ? પ્રશ્નકર્તા: તમે વીસ દિવસ હતાં, તો ય એકે ય જગ્યાએ અવાયું નહીં. દાદાશ્રી : તેથી કરીને દેહ પૂરો કરી નાખવાનો હોય ? આ દેહે ‘દાદા ભગવાન” ઓળખ્યા. આ દેહનો તો ઉપકાર એટલો બધો કે, ગમે તે દવા કરવી પડે તે કરવી. આ દેહે તો ‘દાદા’ આપણને ઓળખાયા. અનંત દેહ ખોયા બધા. નકામા ગયા. આ દેહે ઓળખ્યા માટે આ દેહ મિત્ર સમાન થઈ પડ્યો. અને આ સેકન્ડ (બીજો) મિત્ર, સમજ પડીને ? તે હવે દેહને સાચવ, સાચવ કરવાનો. એટલે આજે પ્રતિક્રમણ કરજો. ‘દેહ વહેલો જતો રહે.” એમ કહ્યું તેની માફી માગું છું. (૩૮૨) ૨૫. પ્રતિક્રમણોની સૈદ્ધાંતિક સમજણ ! પ્રશ્નકર્તા : તન્મયાકાર થઈ જઈએ એટલે જાગૃતિપૂર્વક પૂરેપૂરો નિકાલ ના થાય. હવે તન્મયાકાર થઈ ગયા પછી ખ્યાલ આવે, તો પછી એનું કંઇ પ્રતિક્રમણ કરીને નિકાલ કરી નાખવાનો રસ્તો ખરો ? દાદાશ્રી : પ્રતિક્રમણ કરે તો હલકાં થઈ જાય. ફરીવાર હલકાં થઈને આવે. અને પ્રતિક્રમણ ના કરે તો એનો એ બોજો પાછો આવે. ફરી છટકી

Loading...

Page Navigation
1 ... 48 49 50 51 52