Book Title: Pratikramana Sankshipt
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 46
________________ પ્રતિક્રમણ એક ફેમીલી (કુટુંબ) હોયને, તો બે ત્રણ-ચાર પેઢી સુધીનું, તે બધાને સંભારીને દરેકનું એક કલાક પ્રતિક્રમણ થાય ને, તો મહીં અંદર ભયંકર પાપો ભસ્મીભૂત થઈ જાય. અને એ લોકોનાં મન ચોખ્ખાં થઈ જાય, આપણા તરફથી. એટલે આપણા નજીકનાંને, બધાને સંભારી સંભારીને કરવું. અને રાતે ઊંઘ ના આવતી હોય તે ઘડીએ આ ગોઠવી દીધું કે ચાલ્યું. આવું નથી ગોઠવતા ? એવી એ ગોઠવણી, એ ફિલ્મ ચાલુ થઈ તો બહુ આનંદ તે ઘડીએ આવે. એ આનંદ માશે નહીં ! ૧ કારણ કે પ્રતિક્રમણ જ્યારે કરે છે ને, ત્યારે આત્માનો સંપૂર્ણ શુદ્ધ ઉપયોગ હોય છે. એટલે વચ્ચે કોઈની ડખલ નથી હોતી. પ્રતિક્રમણ કોણ કરે છે ? ચંદુભાઈ કરે. કોના માટે કરે ? ત્યારે કહે, આ કુટુંબીઓને સંભારી સંભારીને કરે. આત્મા જોનારો. એ જોયા જ કરે. બીજી કશી ડખલ છે જ નહીં એટલે બહુ શુદ્ધ ઉપયોગ રહે. (૩૩૫) આ પ્રતિક્રમણ તો એક ફેર કરાવેલું, મારી હાજરીમાં જ કરાવેલું અને મેં જાતે કરાવેલું, બહુ વર્ષોની વાત કરું છું અને તે વિષય સંબંધીનું જ કરાવેલું. તે એ કરતાં કરતાં બધા ઊંડા ઊતર્યા, ઊતર્યા, ઊતર્યા તે હવે ઘેર જાય તો ય બંધ ના થાય. સૂતી વખતે ય બંધ ના થાય. ખાતી વખતે ય બંધ ના થાય પછી અમારે જાતે બંધ કરાવવું પડ્યું. સ્ટોપ કરાવવું પડ્યું !!! એ બધાંને તો ખાતી વખતે ય બંધ ના થાય એ સૂતી વખતે બંધ ના થાય. ફસાયા હતા બધા, નહીં ?! એની મેળે પ્રતિક્રમણ નિરંતર રાત-દહાડો ચાલ્યા જ કરે. હવે પ્રતિક્રમણ કર્યા પછી ‘બંધ કરો હવે બે કલાક થઈ ગયા' એમ કહેવામાં આવે તોય પછી એની મેળે પ્રતિક્રમણ ચાલુ રહ્યા કરે. બંધ કરવાનું કહે તોય બંધ ના થાય. મશીનરી બધી ચાલુ થઈ ગઈ એટલે. મહીં ચાલુ રહ્યા કરે. (૩૩૬) ‘ચંદુભાઈ’ને ‘તમારે’ એટલું કહેવું પડે કે પ્રતિક્રમણ કર્યા કરો. તમારા ઘરનાં બધાં જ માણસો જોડે, તમારે કંઈ ને કંઈ પહેલાં દુઃખ થયેલું હોય, તેનાં તમારે પ્રતિક્રમણ કરવાનાં. સંખ્યાત કે અસંખ્યાત ભવોમાં જે રાગ-દ્વેષ, વિષય, કષાયથી દોષ કર્યા હોય તેની ક્ષમા માગું છું. એવું રોજ એક એક માણસનું આવું ઘરનાં દરેક માણસને લઈ લઈને કરવું. પછી આજુબાજુનાં, આડોશી ૮૨ પ્રતિક્રમણ પાડોશી બધાને લઈને ઉપયોગ મૂકી આ કર્યા કરવું જોઈએ. તમે કરશો ત્યાર પછી આ બોજો હલકો થઈ જશે. એમ ને એમ હલકો થાય નહીં. અમે આખા જગત જોડે આવી રીતે નિવારણ કરેલું. પહેલું આવું નિવારણ કરેલું, ત્યારે તો આ છૂટકો થયો. જ્યાં સુધી અમારો દોષ તમારા મનમાં છે, ત્યાં સુધી મને જંપ ના વળવા દે ! એટલે અમે જ્યારે આવું પ્રતિક્રમણ કરીએ ત્યારે ત્યાં આગળ ભૂંસાઈ જાય. (૩૪૦) પ્રતિક્રમણ તો તમે બહુ જ કરજો. જેટલાં તમારા સર્કલમાં પચાસ સો માણસો હોય, જેને જેને તમે રગડ રગડ કર્યા હોય તે બધાનાં નવરા પડો એટલે કલાક કલાક બેસીને, એક એકને ખોળી ખોળીને પ્રતિક્રમણ કરજો. જેટલાને રગડ રગડ કર્યા છે તે પાછું ધોવું પડશેને ? પછી જ્ઞાન પ્રગટ થશે. (૩૪૧) પછી આ ભવ, ગતભવ, ગત સંખ્યાત ભવ, ગત અસંખ્યાત ભવોમાં, ગત અનંતા ભવોમાં દાદા ભગવાનની સાક્ષીએ દીગંબર ધર્મનું, સાધુ, આચાર્યની જે જે અશાતના, વિરાધના કરી - કરાવી હોય તો તે બદલ ક્ષમા માગું છું. દાદા ભગવાનની સાક્ષીએ ક્ષમા માગું છું. કિંચિત્માત્ર અપરાધ ના થાય એવી શક્તિ આપજો. એવું બધા ધર્મનું લેવાનું. (૩૪૨) અરે, તે વખતે અજ્ઞાનદશામાં અમારો અહંકાર ભારે. ‘ફલાણા આવા, તેવા’ તે તિરસ્કાર, તિરસ્કાર, તિરસ્કાર, તિરસ્કાર.... અને કોઈને વખાણે ય ખરા. એકને આ બાજુ વખાણે ને, એકને તિરસ્કાર કરે. ને પછી ૧૯૫૮માં જ્ઞાન થયું ત્યારથી ‘એ. એમ. પટેલને’ કહી દીધું કે, આ તિરસ્કાર કર્યા, ધોઈ નાખો બધાં હવે, સાબુ ઘાલીને, તે માણસ ખોળી-ખોળીને બધાં ધો ધો કર્યા. આ બાજુના પાડોશીઓ, આ બાજુના પાડોશીઓ, આ બાજુનાં કુટુંબીઓ, મામો, કાકો, બધાં ય જોડે તિરસ્કાર થયેલા હોય બળ્યા ! તે બધાંના ધોઈ નાખ્યા. પ્રશ્નકર્તા ઃ તે મનથી પ્રતિક્રમણ કર્યું સામે જઈને નહીં ? દાદાશ્રી : મેં અંબાલાલ પટેલને કહ્યું કે આ તમે ઊંધાં કર્યાં છે, એ બધાં મને દેખાય છે. હવે તો તે બધાં ઊંધાં કરેલાં ધોઈ નાખો ! એટલે એમણે શું કરવા માંડ્યું ? કેવી રીતે ધોવાનાં ? ત્યારે મેં સમજ પાડી કે એને યાદ કરો.

Loading...

Page Navigation
1 ... 44 45 46 47 48 49 50 51 52