Book Title: Pratikramana Sankshipt
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 34
________________ પ્રતિક્રમણ ૫૮ પ્રતિક્રમણ પ્રશ્નકર્તા : આપણે પ્રતિક્રમણ કરીએ ને વેર છોડી દઈએ. પણ સામો વેર રાખે તો ? દાદાશ્રી : ભગવાન મહાવીર ઉપર એટલા બધા લોક રાગ કરતા હતા ને દ્વેષ કરતા હતા, તેમાં મહાવીરને શું ? વીતરાગને કશું ચોંટે નહીં. વીતરાગ એટલે શરીરે તેલ ચોપડ્યા વગર બહાર ફરે છે, ને પેલા શરીરે તેલ ચોપડીને ફરે છે. તે તેલવાળાને બધી ધૂળ ચોંટે. પ્રશ્નકર્તા : આ બે વ્યક્તિની વચ્ચે જે વેર બંધાય છે, રાગ-દ્વેષ થાય છે, હવે એમાં હું પોતે પ્રતિક્રમણ કરીને છૂટી જઉં, પણ પેલી વ્યક્તિ વેર છોડે નહીં, તો એ પાછી આવતા ભવે આવીને એ રાગ-દ્વેષનો હિસાબ પૂરો કરે છે ? કારણ કે એ વેર એનું તો એણે ચાલુ રાખેલું જ છે ને ?! દાદાશ્રી : પ્રતિક્રમણથી એનું વેર ઓછું થઈ જાય. એક ફેરો એક ડુંગળીનું પડ જાય, બીજું પડે, જેટલાં પડ હોય એનાં એટલાં જાય. સમજણ પડીને તમને ? (૨૪૯) પ્રશ્નકર્તા : પ્રતિક્રમણ કરીએ તે ટાઈમે જ અતિક્રમણ થાય તો શું કરવું ? દાદાશ્રી : પછી થોડીવાર પછી કરવું. આપણે દારૂખાનું હોલવવા ગયા ત્યાં ફરી એક ટેટો ફૂટ્યો તો આપણે ફરી જવું. પાછા થોડીવાર પછી હોલવવું. એ તો ટેટા ફૂટ્યા જ કરવાના. એનું નામ સંસાર. (૨૫૧) એ વાંકું કરે, અપમાન કરે તોય અમે રક્ષણ મૂકીએ. એક ભાઈ મારી જોડે સામા થઈ ગયેલા. મેં બધાને કહ્યું એક અક્ષર અવળો વિચારવો નહીં. અને અવળો વિચાર આવે તો પ્રતિક્રમણ કરજો. એ સારા માણસ છે પણ એ લોકો શેના આધીન છે ? કષાયના આધીન છે. આત્માના આધીન નથી આ. આત્માના આધીન જ હોય તે આવું સારું બોલે નહીં. એટલે કષાયના આધીન થયેલો માણસ કોઈપણ જાતનો ગુનો કરે તે માફ કરવા જેવો. એ પોતાના આધીન જ નથી બિચારો ! એ કષાય કરે તે ઘડીએ આપણે દોરો શાંત મુકી દેવો જોઈએ. નહીં તો, તે ઘડીએ બધું ઊંધું જ કરી નાખે. કષાયને આધીન એટલે ઉદયકર્મને આધીન. જે ઉદય આવ્યું એવું ફરે. (૨૫૫) ૧૭. વારણ, મૂળ' કારણ અભિપ્રાયતું... સામો ગમે તેવા સારા ભાવથી કે ખરાબ ભાવથી તમારી પાસે આવ્યો હોય, પણ એની જોડે કેવું રાખવું એ તમારે જોવાનું. સામાની પ્રકૃતિ વાંકી હોય તો એ વાંકી પ્રકૃતિ જોડે માથાકૂટ નહીં કરવી જોઈએ. પ્રકૃતિનો જ જો એ ચોર હોય, આપણે દશ વર્ષથી એની ચોરી જોતા હોઈએ ને એ આપણને આવીને પગે લાગી જાય તો આપણે એના ઉપર શું વિશ્વાસ મૂકવો ? ના ચોરી કરે તેને માફી આપણે આપી દઈએ કે તું જા હવે તું છૂટ્યો. અમને તારા માટે મનમાં કંઈ નહીં રહે પણ એના ઉપર વિશ્વાસ ના મૂકાય અને એનો પછી સંગેય ના રખાય. છતાં સંગ રાખ્યો ને પછી વિશ્વાસ ન મૂકો તો તે પણ ગુનો છે. ખરી રીતે સંગ રાખવો નહીં ને રાખો તો એના માટે પૂર્વગ્રહ રહેવો ના જોઈએ. જે બને તે ખરું એમ રાખવું. ૨૫૭) પ્રશ્નકર્તા : છતાં અવળો અભિપ્રાય બંધાઈ જાય તો શું કરવું ? દાદાશ્રી : બંધાઈ જાય તો માફી માગવાની. જેના માટે અવળો અભિપ્રાય બંધાઈ ગયો એના એ જ માણસની માફી માગવાની. પ્રશ્નકર્તા : સારો અભિપ્રાય આપવો કે નહીં ? દાદાશ્રી : કોઈ અભિપ્રાય જ આપવો નહીં. અને એ અપાઈ જાયને, તે પછી ભૂંસી નાખવું આપણે. ભૂંસી નાખવાનું સાધન છે તમારી પાસે. આલોચના-પ્રતિક્રમણ-પ્રત્યાખ્યાનનું ‘અમોઘ શસ્ત્ર'. (૨૫૮) પ્રશ્નકર્તા : ગાઢ અભિપ્રાય કાઢવા કેવી રીતે ? દાદાશ્રી : જ્યારથી નક્કી કર્યું કે કાઢવા છે ત્યારથી એ નીકળવા માંડે. બહુ ગાઢ હોય તેને રોજ બબ્બે કલાક ખોદીએ તો એ ખલાસ થાય. આત્મા પ્રાપ્તિ થયા પછી, પુરુષાર્થ ધર્મ પ્રાપ્ત થયો કહેવાય અને પુરુષાર્થ ધર્મ પરાક્રમ સુધી પહોંચી શકે, જે ગમે તેવી અટકણને ઉખાડી ફેંકી શકે, પણ એકવાર જાણવું પડે કે આ કારણથી આ ઊભું થયું છે, પછી એનાં પ્રતિક્રમણ કરવાં. (૨૫૯)

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52