Book Title: Prakrit Updeshpad Mahagranth Gurjar Anuwad Author(s): Haribhadrasuri, Munichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi Publisher: Anand Hem Granthmala View full book textPage 8
________________ [૭] હતી (જે. ભં. સૂચી પૃ. ૨૦ ). એવી રીતે (૫) પાટણને સંધવી પાડાના ભંડારમાં મૂળ ગ્રં. ૧૦૪૦ જણાવેલ તાડપત્રીય પ્રતિ છે. જૂએ પત્તનાથપ્રાથનમાઇgarીચત્રકૂવી (ગા. એ. સિ. ભા. ૧, પૃ. ૧૧૮) અન્યત્ર મૂળ પ્રકાશિત “દશશાસ્ત્રીમાં” ઉપદેશપદની ગાથા ૧૦૪૦ છે. છે. પિટર્સનના રિપોર્ટ (૧, પૃ. ૩૪) અને ૩, પૃ. ૪૬ માં ખંભાતના ભંડારમાંની તાડપત્રીય પિથીની નેધ છે. (૧) વર્ધમાનસૂરિની ટીકા પ્રસ્તુત ઉપદેશપદ ગ્રન્થની પ્રાચીન પ્રથમ ટીકા શ્રીવર્ધમાનસૂરિએ વિક્રમ સંવત ૧૦૫૫માં રચી હતી, જેને આદિ, અંતભાગના ગદ્ય-પદ્ય ઉલેખે અમે જેસલમેર ગ્રન્થભંડારસૂચી ગા. એ. સિ. નં. ૨૧, પૃ. ૬-૭માં દર્શાવ્યા છે તથા ત્યાં અપ્રસિદ્ધ ગ્રન્થ-ગ્રન્થકૃરિચયમાં (પૃ. ૩૭માં) સંક્ષિપ્ત પરિચય કરાવ્યું છે. છતાં દુર્ભાગ્યે તે ટીકા(વૃત્તિ) હજી સુધી પ્રકાશમાં આવી નથી. તે ટીકાના મંગલાચરણમાં “a વ-નરેન્દ્ર-રવિનતં કાપવઘ” છે, તથા તેના અંતમાં– " सिद्ध्यै संसारभयात् पाश्विलगणिवचनतः प्रथममेषा । स्नेहादलेखि शीघ्र' मुनिना नत्वाम्रदेवेन ॥ कर्मक्षयाय वृत्तिरेषा वर्णिता यशोविमुखैः । पाश्चिलगणिना तेषां स्तुतिरियमुपवर्णिता भक्त्या ॥ इयमुपदेशपदानां टीका रचिता जनावबोधाय । पंचाधिकपंचाशयुक्ते संवत्सरसहस्रे (१०५५) ॥ कृतिरियं जैनागमभावनाभावितान्तःकरणानां ____ श्रीवर्धभानसरिपूज्यपादानामिति ।" આ વર્ધમાનસૂરિની ભક્તિથી સ્તુતિ, સમકાલીન નાગેન્દ્રગથ્વીય પાર્વિલ ગણિએ કરી છે, જેમણે શક સં. ૯૧૦-વિક્રમ સંવત ૧૦૪૫માં ભગુચ્છ(ભરૂચ)માં જિનત્રય ( પ્રતિમા ) કરાવ્યા હતા. વિશેષ માટે જુઓ જે. ભ. સૂચી, તથા “ શક સંવત્ ૯૧૦ની ગુજરાતની મનહર જૈન પ્રતિમા ” નામને અમારે લેખ “ઐતિહાસિક લેખ-સંગ્રહ ? સયાજી સાહિત્યમાલા પુષ્પ ૩૩૫. વર્ધમાનસૂરિ, વિક્રમસંવત્ ૧૦૮૦માં જાવાલિપુરમાં હરિભદ્રસૂરિન અષ્ટક પ્રકરણ પર વૃત્તિ રચનાર, તથા ગુજરાતની પ્રાચીન રાજધાની પાટણમાં દુર્લભરાજની રાજસભામાં ચૈત્યવાસીઓ પર વિજય મેળવી વસતિવાસ સ્થાપન કરનાર જિનેશ્વરસૂરિના અને સં. ૧૦૮૦માં પંચથી(વ્યાકરણ) વગેરે રચનાર બુદ્ધિસાગરસૂરિના ગુરુ હતા. એ રીતે નવાંગીવૃત્તિકાર અભયદેવસૂરિના દાદાગુરુ ગણાય. (૨) ટીકા સુખસંબોધની મુનિચન્દ્રસૂરિ અહિં જેને અનુવાદ પ્રકાશિત થાય છે, તે ઉપદેશપદેના વિવરણને અંતમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 652