Book Title: Pradyumna Charitra Part 01
Author(s): Somkirti Acharya
Publisher: Jain Dharm Vidya Prasarak Varg

View full book text
Previous | Next

Page 210
________________ 204 બધું સહન કરીશ. મહારાજા ! તમારે હવે સ્વસ્થ રહેવું. સ્વસ્થતાથી સર્વ કાર્ય સારૂં થશેમંત્રીનાં આવાં વચન સાંભળી, રાજા મનમાં સંતોષ પામે, વિરહનું બધું દુઃખ છોડી દીધું. ના મંત્રીએ હવે તે કાર્યની સિદ્ધિ વિષે વિચાર કરી, સર્વ ઠેકાણે દૂતને મોકલવા માંડયા. દૂતની દ્વારા કહેવરાવ્યું કે, " જે રાજાઓ મધુ રાજાના શાસનમાં વર્તે છે, તેઓએ પોતાની સ્ત્રીઓને સાથે લઈ, અહીં સત્વર આવવું. રાજા મધુ વનમાં સ્ત્રી સહિત રાજાઓની સાથે વસંતેત્સવની કીડા કરવાના છે.” રાજાઓમાં ચંદ્ર સમાન, એવા મધુ રાજાની આવી આજ્ઞા માથે ચડાવી મંડળિક રાજાઓ પોતપોતાની સ્ત્રી સહિત આવવાને હર્ષથી તૈયાર થયા. આવી આજ્ઞા એક પ્રેમ ભરેલા અક્ષર સાથે સુંદર પત્ર લખી, રાજા હેમરથની ઉપર દૂતની સાથે મેકલવામાં આવી. તે પત્ર લઈ, ત હેમરથની પાસે આવ્યા. રાજ હેમરથે પત્ર વાંચે, અને હર્ષથી તે વાત પોતાની રાણીને જણાવી, અને કહ્યું, પ્રિયા ! આ મધુરાજાનો પ્રેમ ભરેલે પત્ર જુવો. તેણે મારી ભક્તિથી સંતુષ્ટ થઈ આ પત્ર પ્રેમ પૂર્વક મેકલ્યો P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234