Book Title: Prachin Tirthmala Sangraha Part 01
Author(s): Vijaydharmsuri
Publisher: Yashovijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 4
________________ પ્રસ્તાવના. - કાઈપણ વસ્તુ પ્રકાશમાં આવ્યા પછી-નવીન આકારમાં હામે ઉભી થયા પછી તેનું જે મહત્ત્વ સમજવામાં આવે છે તે, જ્યાં સુધી તે વસ્તુ અંધારામાં હોય છે-આચ્છાદિત હોય છે, ત્યાં સુધી સમજવામાં આવતું નથી. આ વાતની ખાતરી ઐતિહાસિક રાસસંગ્રહના એક પછી એક ભાગ બહાર પાડવાની અમારી પ્રવૃત્તિએ સમ્યક્ રીત્યા કરી આપી છે. જે રાસાઓને પ્રાચીન ભંડારમાં કોઈ અડતું પણ નહિ, અને જેને ભંડારમાંથી બાતલ કરી નદીના પ્રવાહમાં વહેતા કરવા જેવા સમજવામાં આવતા તે રાસાઓ, ઇતિહાસના સ્વાંગમાં બહાર આવતાં તે ઇતિહાસ પ્રેમિઓને કેટલા પ્રિય અને ઉપયોગી થઈ પડ્યા છે, તે તેના વાંચનારા સારી રીતે જાણે છે. આવું જ એક અંગ-ઈતિહાસનું એક અંગ-પ્રાચીન તીર્થમાળાઓ પણ છે. આ વાતની ચોક્કસ ખાતરી પ્રાચીન તીર્થમાળા સંગ્રહનો આ પ્રથમ ભાગ જેવાથી થઈ શકશે. આજ કાલ તીર્થની યાત્રા કરનારા કેટલાક કવિઓ-મુનિરાજે-તે તીર્થની યાત્રાનું વર્ણન આલેખતાં, જેમ તે ભગવાનનાં માતા-પિતાનાં નામ, ભગવાનનાં કુંડલ, બાજુબંધ અને ભગવાનનાં નેત્રોનું વર્ણન કરવામાં પિતાની યાત્રા વર્ણનની સાર્થકતા સમજે છે, તેવી રીતે પ્રાચીન કવિઓ યાત્રાનાં વને લખનારાઓ યાત્રા વર્ણનની સાર્થકતા હતા સમજતા. તે કવિઓ યાત્રાનાં વર્ણને લખવામાં ખાસ કરીને, જેને આપણે ઇતિહાસોપયોગી બાબતે કહીએ છીએ, તેનું વર્ણન કરતા હતા. આ વિભાગના વાંચનારાઓ જોઈ શકશે કે આ તીર્થમાળાઓમાં પ્રાચીન નગર-નગરીયાનાં વર્ણને, જુદા જુદા દેશની સ્થિતિઓ, જુદા જુદા દેશના મનુષ્યના રીત-રીવાજો અને તે વખતના રાજાઓનાં નામે વિગેરે કેટલીએ જાણવાજોગ-ઈતિહાસે પગી બાબતેનું વ ન કરવામાં આવેલું છે, અને તેથી જ મારૂં એ માનવું છે કે–પ્રાચીન રાસાઓ. કે જેમાં ઘણે ભાગે આચાર્યોનાં જીવન ચરિત્રો કે એવી બીજી બાબતે આલેખવામાં આવેલી હોય છે, તેના કરતાં પ્રાચીન તીર્થમાળાઓ કોઈ પણ રીતે ઇતિહાસને માટે ઉતરતું સાધન નથી. અને તેથી જ એવી પચીસ તીર્થમાળાએને આ એક સંગ્રહ પ્રથમ ભાગ તરીકે બહાર પાડવાનું ઉચિત ધાર્યું છે.

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 274