Book Title: Prachin Tirthmala Sangraha Part 01
Author(s): Vijaydharmsuri
Publisher: Yashovijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 12
________________ છે. આ તીર્થમાળા બનાવ્યાને સંવત્ કવિએ આવે નથી; પરન્તુ જે પ્રતિ ઉપરથી આ તીર્થમાળા છપાવવામાં આવી છે, તે પ્રતિ કd વિજયસાગરના શિષ્ય હેતુસાગરે સં. ૧૭૧૭ માં કૃષ્ણગઢ (કિશનગઢ) માં લખેલી છે. આ ઉપરથી સ્પષ્ટ થાય છે કે સં. ૧૭૧૭ ની પહેલાં આ તીર્થમાળા બનેલી છે. વળી આ તીર્થમાળામાં પાલગંજ–સમેતશિખરના રક્ષક રાજાનું નામ પૃથ્વીમ આપ્યું છે અને ઉપર બતાવેલી ત્રીજી તીર્થમાળામાં પં. જયવિજયજીએ પણ પૃથ્વીચંદ્ર (પૃથ્વીમશ) આપ્યું છે, એટલે આ તીર્થમાળા પણ લગભગ તે સમયની એટલે સં. ૧૬૬૪ ની આસપાસની જ હોવાનું અનુમાન થાય છે. આ તીર્થમાળામાં સમેતશિખરની યાત્રા માટે આગેરેથી નીકળેલા સંઘે જે જે તીર્થોની યાત્રાઓ કરી, તે બધાં તીર્થોનું વર્ણન આપવામાં આવ્યું છે. જો કે નામ તે કવિએ “ સમેતશિખર-તીર્થમાળા” આપ્યું છે. કવિએ જણાવ્યું નથી કે-કયા સંઘવીએ આ સંઘ કાઢી હતું અને તે ક્યારે કાઢો હતે? પરંતુ આ સંઘે પાટલીપુર (પટણીની યાત્રા વખતે ત્યાં હીરવિજયસૂરિનાં પગલાંની યાત્રા કર્યાનું કવિએ જણાવ્યું છે, એ ઉપરથી સમજાય છે કે આ સંઘ સં. ૧૬પર પછી નીકળે છે જોઈએ. કારણ કે સં. ૧૬૫ર માં હીરવિજયસૂરિએ કાળ કર્યો. હતું, એટલે તે પછી સ્થાપન થયેલાં તે પગલાંની જ્યારે આ સંઘે યાત્રા કરી છે, ત્યારે ઉપરનું અનુમાન વ્યાજબીજ જણાય છે. બીજી ચૈત્યપરિપાટી હેમવિમલસૂરિના આજ્ઞાધારક કમલધર્મના શિષ્ય હંસામે બનાવી છે. કવિએ રચ્યાને સંવત આપે નથી; પરન્તુ ચંદેરી થી નીકળેલા આ સંઘે સંવત ૧ આ ગામ, ગ્વાલીયર સ્ટેટમાં આવેલ છે અને તે લલિતપુર સ્ટેશન નથી લગભગ ૨૧ માઈલ ઉપર છે. આ ગામ પ્રાચીન સમયમાં પૂર જાહેરજલાલીવાળું હતું. આઈન-ઈ-અકબરી” માં લખ્યું છે કે અહિં ૧૪૦૦૦ પથરનાં મકાને અને ૧૨૦૦ મસજદ હતી. અત્યારે તે માત્ર અહિં લગભગ ચાર હજાર માણસની જ વસ્તી છે. [ ૩ ]

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 274