Book Title: Prachin Bharat Varsh Bhag 05
Author(s): Tribhuvandas Laherchand Shah
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 429
________________ અભિ પ્રા યો પુસ્તક તદ્દન નવું દૃષ્ટિબિન્દુ ખેલે છે એમ સમજાય છે. તમે એ પુસ્તક તૈયાર કરવામાં ઘણો શ્રમ લીધો લાગે છે. મુંબઈ દિ. બા. કૃષ્ણલાલ મેહનલાલ ઝવેરી વધુમાં વધુ પ્રસંગોથી ભરેલા પ્રાચીન હિંદના ઇતિહાસ અંગે સ્થાપિત સિદ્ધાતિના અન્વેષણમાં ઊતરવાના અને તે સિદ્ધાંતમાં કેટલાક ક્રાન્તિકારી ફેરફાર સૂચવવાના ડૉ. શાહે ઉપાડેલા કાર્યને દૈવી તરીકે જ ઓળખાવી શકાય. શાહને અવિરત શ્રમ અને નવા સિદ્ધાંત બહાર મૂકવાની તેમની અસામાન્ય હિંમતની તે પ્રશંસા જ થઈ શકે. ઇતિહાસને અભ્યાસીઓ જોઈએ છે અને જયાં સુધી અનેક સંશોધન નથી કર્યું ત્યાંસુધી ઈતિહાસના કઈ પણ યુગવિષે સંપૂર્ણ સત્ય જાણી શકાતું નથી. મુંબઈ રાવ બહાદુર જી. એચ. સરદેસાઈ ( ૩) ' શ્રી. ત્રિભુવનદાસ લહેરચંદે હિંદુસ્તાનને પ્રાચીન ઇતિહાસ ગુજરાતીમાં લખ્યો છે, જે હું અથથી ઇતિ સુધી વાંચી ગયો છું. ત્રિભુવનદાસભાઈએ આ ઇતિહાસ જૈન, બૌદ્ધ ને હિંદુ સાહિત્ય ઉપર રઓ છે. ને તેમણે તે સાહિત્ય ઉપરાંત સિક્કાઓ, ગુફાઓ વિગેરેના શિલાલેખો ઇત્યાદિ બહુ વિગતવાર જોયા છે. ઈતિહાસકારોએ અત્યાર સુધી જૈન સાહિત્યની અને જૈન સામગ્રીની અવગણના કરી હતી તે ત્રિભુવનદાસભાઈએ કરી નથી, તેથી તેમના લખાણમાં સમગ્રતાને ગુણ આવી જાય છે. અને અત્યાર સુધી નહિ જાણવામાં આવેલું સાહિત્ય એમની કૃતિમાં જોવામાં આવે છે. તેમને પ્રયાસ જૈન સમાજે તે ખાસ વધાવી લેવું જોઈએ, કારણ તેમનું સાહિત્ય તો તેમણે પૂરેપૂરું આ કૃતિમાં ઉપયોગમાં લીધું છે. વડોદરા-કેલેજ કેશવલાલ હિંમતરામ કામદાર આપના પ્રયાસને હું ખરેખર સ્તુત્ય ગણું છું. મુંબઈ વિશ્વનાથ પ્રભુરામ વૈદ્ય જૈન સાહિત્યના પ્રામાણિક ગ્રન્થમાંથી હકીકતની સંભાળપૂર્વક જે ગષણ તેમણે કરી છે, તેમાં જ આ પુસ્તકની ખરી ખૂબી ભરેલી છે. પ્રાચીન ઇતિહાસમાંથી તો ચાળી કાઢવામાં તેમણે અત્યંત પરિશ્રમ ઉઠાવ્યો દેખાય છે. અને વર્તમાન સન્માનિત મંતવ્યોથી તેમનાં અનુમાન છે કે લગભગ ઊલટી જ દિશાનાં છે, છતાં કબૂલ કરવું પડે છે કે, તેમના નિર્ણયથી રસભરી ચર્ચા અને વિવાદ ઊભાં થશે અને તેમાંથી કંઈ અને લાભ પ્રાપ્ત થશે. વડોદરા-પ્રાચ્યવિદ્યામંદિર ડો. બી. ભટ્ટાચાર્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 427 428 429 430 431 432 433 434 435 436