Book Title: Prachin Bharat Varsh Bhag 05
Author(s): Tribhuvandas Laherchand Shah
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 434
________________ ( ૩૫ ) આ ગ્રન્થમાં ઈ. સ. પૂર્વે ૯૦૦ થી ઈ. સ. ૧૦૦૦ સુધીનો ઈતિહાસ આપવામાં આવ્યો છે જે યુગને પ્રસ્તાવનામાં, ‘ પ્રાચીનં હિંદનાં ઈતિહાસના સાચા ઘડતર–યુગ” તરીકે ઓળખાવવામાં આવેલ છે. વધારામાં જણાવાયું છે કે એ યુગ પર પ્રમાણભૂત કે સમગ્રદર્શી કેાઈ ગ્રન્ય હજી લખાયો નથી–જે વિધાન સાથે ઇતિહાસના અભ્યાસીઓ સહેજે સંમત થશે. - ડો. શાહે. બૌદ્ધ અને વૈદિક પ્રમાણે, જે કેટલાક પ્રમાણમાં સારી રીતે સંશોધિત થઈ ચૂક્યાં છે તે ઉપરાંત, પ્રાપ્ય જેના પ્રમાણને પણ ઉપયોગમાં લીધાં છે; તે એ ગ્રન્થને ખૂબી બક્ષે છે. જૈન વિશ્વ અંગે પચીસ વર્ષના શ્રમસેવન પછી તેઓ તેમ કરવાને વધુમાં વધુ યોગ્ય ને સુંદર સ્થિતિમાં ગણી શકાય. દ્વિશ્વકનું પ્રકાશન શક્ય ન બનવાથી બદલામાં તેમણે આ ઈતિહાસ-ગ્રો પ્રગટ કર્યા છે. ...... આ ગ્રન્થમાંની એક લાક્ષણિકતા તો ઇતિહાસના અભ્યાસીઓને ચમકાવશે જ–અને તે પ્રાચીન ભારતીય કાલગણનામાં ડો. શાહે દર્શાવેલી નવી ગણતરી. લિસ્ટેડ વીકલી ઓફ ઈન્ડિયા મુંબઈ અત્યારસુધી ઇતિહાસકારોએ અને સંશોધકોએ અણઉકેલેલ માહિતીઓ પર ગ્રન્થની રચના થઈ છે. (કેઈ નાસ્તિક કદાચ લેખકનાં બધાં જ અંત સ્વીકારી લેતાં અચકાય, પણ હું જાતે તે એમનાં મંતવ્યમાં માનું છું. સંબઇ ન્યુ બુક ડાઈજેસ્ટ ( ૩ ). પ્રન્ય નવાં મંતવ્યોથી ઝગમગી રહ્યો છે. એ એક યુગવત પ્રકાશન છે. કલકત્તા અમૃત બઝાર પત્રિકા _( ૩૮ ) છે. શાહની આ કૃતિ પ્રાચીન હિંદ વિષેના જૂના મંતવ્યને ઉરાડી મૂકે છે. આખા ગ્રન્થની રચના, અત્યારસુધીમાં ઇતિહાસકારોએ અને સંશોધકોએ અણઉકેલેલ માહિતીઓ પરજ થઈ છે. • કેન્યા (આફ્રિકા) કેન્યા ડેલી મેઈલ ( ૯ ). છે. શાહ ધર્મ જ છે ને અ૫-જાણ ને લગભગ અપ્રાપ્ય એવા જન પ્રત્યે ને હસ્તપ્રત મેળવવાનું તેમને માટે ભારે શકય બનેલ. એ બધાના સુક્ષ્મ અભ્યાસે તેમને, ગત સદીના મધ્ય અને ઉત્તર-ભાગમાં અને ચાલુ સદીના પૂર્વ ભાગમાં યુરોપીય પૌવાએ લખેલ રૂઢિવાદી ઐતિહાસિક કૃતિઓથી જુદાં જ દષ્ટિબિન્દુઓ ધરાવતા, સ્મરણીય ગ્રન્થને આલેખનની શક્તિ આપી. અમને ખાત્રી છે કે વિદ્વાન કર્તાની આ ભવ્ય કૃતિ ભાવિ સંશોધન કાર્યમાં જે યુગને તેઓ સ્પીલ છે તે યુગ સંબંધમાં, સુંદર ભૂમિકા પૂરી પાડશે. આ અવસરે અમે આવી ખરેખર સુંદર-સચિત્ર કૃતિને બહાર પાડવા માટે વડોદરાની શશિકાન્ત કુ. ને અભિનંદન આપવાની તક લઈએ છીએ. ટાંગાનિકા (આફ્રિકા) ટાંગાનિકા ઓપીનિયન (૪૦ ) અમે ઈચ્છીએ છીએ કે લેખક દીર્ધાયુષી થાય અને પિતે કર્તવ્યના સ્નેહભાવે જે ભારે કામ હાથ ધર્યું છે તે સંપૂણ કરી ભાવિ ઈતિહાસકારો માટે અદ્દભુત ગ્રંથ તૈયાર કરે. અહીં એ પણ નોંધવું જોઈએ કે આ ગ્રન્થની અતીવ અગત્યતા અને પ્રાચીન હિંદના ઇતિહાસ પર તે જે પ્રકાશ ફેંકે છે તે સર્વને વિચાર કરી મુંબઈ વિદ્યાપીઠે તેને માન્ય કરેલ છે, ડાયરેકટર ઓફ પબ્લીક ઈન્સુક્ષન–તેઓશ્રીએ તેને પાસ કરેલ છે તે બધા જ વિદ્વાનોએ તેના સંબંધમાં ભલામણ કરેલી છે. ઝાંઝીબાર (આફ્રિકા) ઝાંઝીબાર વાઇસ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 432 433 434 435 436