________________
કવિ આચાર્ય બુદ્ધિસાગરજીએ મનુષ્યોને ઉપદેશ, સાધુ જીવનની મીમાંસા, પતિ-પત્નીની ફરજો, વૃદ્ધોને સૂચનાઓ, સ્ત્રી શિક્ષણનું અગત્ય, ધનવાનોની ફરજો, શિક્ષકોના ઉચ્ચ આદર્શો, સમાજ અને ધર્મના રક્ષણાર્થે સુધારાઓ, બ્રહ્મચર્યના ફાયદાઓ, કર્મયોગ, અધ્યાત્મજ્ઞાન, યોગ, ઈતિહાસ, બાળલગ્ન, દયા, ચોરી, કાયરતા, શાંતિ, ત્યાગ, ભક્તિ, ઉપાસના વગેરે દરેક વિષયો પર બારાખડીના અક્ષરો દ્વારા વિવેચન, ઉપદેશ અને માહિતી આપ્યાં છે.
પ્રકરણ ચારમાં આચાર્ય બુદ્ધિસાગરજી મહારાજ રચિત ગદ્ય સાહિત્યમાં તેમના સાહિત્યિક કૌશલ્યતાના દર્શન થાય છે. અધ્યાત્મ અને તત્ત્વજ્ઞાન વિષયક ગ્રંથોની ચર્ચા સામાન્યજન સહેલાઈથી સમજી શકે એવી સરળ રીતે કરી છે.
તેવી જ રીતે પ્રકરણ પાંચમાં નીતિબોધ અને ઉપદેશાત્મક ગ્રંથોની ચર્ચા કરી છે. પ્રકરણ છમાં ઈતિહાસ અને વિવેચનાત્મક ગ્રંથોનું વર્ણન કર્યું છે. પ્રકરણ સાતમાં શ્રી બુદ્ધિસાગરજી દ્વારા રચિત અન્ય મહાપુરુષોના જીવન ચરિત્રો, સંસ્કૃત ગ્રંથો, પત્રો, રોજનીશી અને બુદ્ધિપ્રભા’ માસિક વિશેની માહિતી મળે છે.
પ્રકરણ આઠમાં ગુરુદેવનું સમાજજીવનમાં યોગદાન વિષે વિસ્તૃત વર્ણન કરવામાં આવેલ છે. તેમણે ઘણા ગ્રંથોમાં પ્રશ્નોત્તરીની શૈલી અપનાવીને પોતાના વક્તવ્યને વધુ અસરકારક બનાવવા પ્રયત્ન કર્યો છે. સાદા પ્રશ્નોના સરળ ઉત્તરો દ્વારા તેઓ વાચકના મનની શંકાઓનું નિવારણ કરે છે. તેઓ જીવની મુક્તિ વિશેની પ્રશ્નોત્તરી દ્વારા વાચકની શંકાનું નિવારણ અધ્યાત્મ શાંતિ ગ્રંથમાં કરે છે.
બુદ્ધિસાગરજીએ એક લેખક તરીકે વાચકોને બોધદાયક પુસ્તકોનો મોટો ફાળો આપ્યો છે. પોતાના લખાણમાં ભારેખમ શબ્દપ્રયોગ વાપરવાનું ટાળ્યું છે. એમના લખાણમાં ભાષા ક્લિષ્ટ નથી, સર્વત્ર સાદગી અને સરળતા ઝળકે છે.
છેલ્લે પ્રકરણ નવમાં પરિશિષ્ટમાં જન્મ, દિક્ષા, ચાર્તુમાસ, પાટ પરંપરા વગેરે ગ્રંથોની યાદી રચના સ્થળોની સાથે, સંદર્ભ સૂચિ સવિસ્તાર આપવામાં આવ્યું છે જે આપણું ખાસ ધ્યાન ખેંચે
જો હોય આ મારો અંતિમ પત્ર તો,
હું મરણશૈયા પર સૂતી છું અને આખોય ભૂતકાળ મારી આંખ સમક્ષ ચિત્રપટ્ટીની જેમ પસાર થઈ રહ્યો છે, ત્યારે હું પત્ર કોને લખું? આ મારો અંતિમ પત્ર જ છે તો કોને ઉદ્દેશીને હું પત્ર લખું? સંબોધન શું કરું? | હું સ્વયંને જ ઉદેશું છું આ છેલ્લી પળે હું નિજ સાથે જ વાતો કરું છું. અનુભવની ક્ષણો પોતાની સાથે જ માણું છું ત્યારે એક કવિતા અંતરે પ્રગટે છે.
મંદ મંદ પગલાં પાડતું | આવી રહ્યું છે મરણ આ છેલ્લા સમયે
પ્રભુ મને છે, માત્ર તારું શરણ કાનમાં ભણકારા વાગી રહ્યા છે
મૃત્યુના આગમનના સર્વ સંબંધોની કરી બાદબાકી
પીવા છે અમૃત પ્રભુપ્રેમના ગમા-અણગમાના ચક્કરમાં
ફસાય છે મન અને શરીર નિસ્પૃહતાના સ્પંદનો ઝીલી
બની જાઉં હું ફકીર હળવેકથી ઉઠાડે છે
મરણ મને વેદનાનાં દુઃખમાંથી છોડાવે છે
મરણ મને માથે મમતાળું હાથ ફેરવી
વહાલ કરે છે મરણ મને આંગળી મરણની પકડીને
દોડી નીકળું પ્રભુ કને.
ડૉ. રેણુકાબહેને અથાગ પરિશ્રમ કરીને આપણને આ પુસ્તક તૈયાર કરીને આપ્યું છે. એમના પર શ્રી અને સરસ્વતીની કૃપા હંમેશાં બની રહે એ આશા સાથે વિરમું છું. તેમને કોટિ કોટિ ધન્યવાદ આપું છું.
આ પુસ્તક મેળવવા માટે સંપર્ક કરો
રેણુકાબેન પોરવારને ફોન નંબર : ૦૯૮૨૧૮૭૭૩૨૭
દીપ્તિ સોનાવાલા સંપર્ક : ૦૨૨-૬૬૬૪૦૫૬૬
સંપર્ક : ૯૮૭૯૫૯૧૦૭૯
૦૨૨-૨૬૮૩૬૦૧૦
જલાઈ - ૨૦૧૯
પ્રબુદ્ધ જીવન
૩૯