________________
“કૃતિ, આકૃતિ અને પ્રકૃતિ
સવજી છાયા - દ્વારકા
ચાંદ પર પહોંચી માનવી ફાંફાં મારે છે, પૃથ્વી પર કયાં બરફની ચાદરો ઓછી છે !
છૂટા પડેલ પીંછાની જેમ મને સરકવા દો, ખરેલ ફૂલ માફક માટીમાં ભળી જવા દો.
* પાકા
હંમેશાં ભ્રમમાં જીવતો માણસ એક દિવસ પસ્તાય. જીવન વાસ્તવિકતાને આધારે હોવું જોઈએ. કલ્પનાઓ પોકળ છે. મન તો મર્કટ તે અહીંથી ત્યાં ફંગોળશે. જો વાસ્તવિકતાનો સબળ પાયો ન હોય તો સ્વપ્નોના મહેલો ટકતા નથી. તમારા સ્વપ્નો ગંજીપાનાં પાનાની જેમ વેરણ-છેરણ થતાં રહે તે પહેલાં તમારે કઠોર કર્મ કરવું પડશે. કૃષ્ણને પણ કઠોર કર્મવાદ કરવો પડયો હતો. ભ્રમ આકાશ રંગરૂપ, ઘાટ બદલતા વાદળો જેવો છે. ભ્રમ ભાંગતા માનવી વાસ્તવિકતાની એરણ પર જમીન દોસ્ત થાય. “આપણી કલ્પનાઓ ગમે તેટલી ઉન્નત હોય પણ પગ તો જમીન પર ચોટેલા હોવા જોઈએ.''
સંપર્ક : ૦૯૮૭૯૯૩૨૧૦૩ જુલાઈ - ૨૦૧૯ પ્રબુદ્ધ જીવન
પ૧