Book Title: Prabuddha Jivan 2009 01
Author(s): Dhanvant Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 22
________________ ૨૨ પ્રબુદ્ધ જીવન શ્રી જૈન મહાવીર ગીતા ઃ એક દર્શન-૩ Dપ. પૂ. આચાર્યશ્રી વાત્સલ્યદીપ તૃતીય અધ્યાય : કર્મ યોગ ‘શ્રી જૈન મહાવીર ગીતા'માં ત્રીજો અધ્યાય કર્મયોગ છે. આ ધનથી લોકો પરમપદને પામે છે.’ પ્રકરણમાં ૨૨૯ શ્લોક છે. યોગનિષ્ઠ જૈનાચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી ‘કર્મયોગ’ની વાત માંડે છે તેનું વિસ્તરણ, ઊંડાણ અને માર્મિકતા ધ્યાનાર્હ છે. જૈન ધર્મ જે કર્મનું તત્ત્વજ્ઞાન કહે છે તે એક અદ્ભૂત વિજ્ઞાન છે. જીવને થતો કર્મબંધ, તેમાંથી નિપજતી સુખ-દુઃખની માયા અને ભવભ્રમણ ઇત્યાદિ જે સૂક્ષ્મતાથી જૈનધર્મ સમજાવે છે તે વિશ્વના એકપણ ધર્મમાં નિહાળવા મળતું નથી. જૈનધર્મનો પાયો જ કર્મમુક્તિના હેતુ પર ઉભો છે. કર્મવિજ્ઞાન Karma Philosophy સમજવા માટે ઊંડું ચિંતન, અગાધ શ્રદ્ધા અને આંતરિક મથામણ જોડવા પડેઃ કર્મની તીવ્રતા માપવી સહેલી નથી. એ એક ક્ષણમાં મુક્તિ આપી શકે, એક ક્ષણમાં કંપાવનારી દૂર્ગતિમાં ફેંકી દે-કર્મની અમાપ સત્તાને પડકારવા માટે જોઇએ સમતા, તપ અને શ્રદ્ધા. જૈન ધર્મનું કર્મવિજ્ઞાન આ વિશ્વની અજાયબી ગણવી જોઇએ, એવું એ મહાન દર્શન છે. શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી ‘કર્મયોગ’માં જે ભૂમિકા બાંધે છે તે જૈન ધર્મના પરંપરાગત કર્મ વિજ્ઞાનથી ભિન્ન છે. ‘કર્મયોગ’માં શ્રી ગૌતમ સ્વામીએ પૂછ્યું કે, भक्तियोग निशम्याथ, प्रपच्छु गौतमादय्ः । ભાવન સર્વથા સિદ્ધિર્યન, યાત્તત્રિવેદ્યતામ્ ।। ? ।। તા. ૧૬ જાન્યુઆરી, ૨૦૦૯ ‘શ્રી વીરે કહ્યું કે, કર્મયોગ એટલે પ્રવૃત્તિનું લક્ષણ. જેના આરામ (કર્મયોગ, શ્લોક ૧) ‘શ્રી ગૌતમ વગેરેએ ભક્તિયોગ વિશે સાંભળીને પછી પૂછ્યું કે, હે ભગવાન, જેનાથી સર્વ સિદ્ધિ મેળવી શકાય તે જણાવો !' શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી પ્રથમ શ્લોકથી જ પોતાને જે દિશા નિર્દેશ કરવો છે તે માટે સ્પષ્ટ છે. જીવનમાં સફળતા મેળવવાની તમન્ના પ્રત્યેક વ્યક્તિની હોય છે. સુખ, ઉન્નતિ, સમૃદ્ધિ માટેની આશા સૌને હોય છે. આજના માનવજીવનની રોજની મહેનત, દોડધામ પણ તે માટે જ છે. આશા અને નિરાશા આજના માનવજીવનના બે અભિન્ન સાથીદાર બની ગયા છે. આશાથી દોડતા માનવીને કાયમ સફળતા કે નિષ્ફળતા મળતા નથી પણ જે મળે છે તેનાથી તે તૃપ્ત પણ નથી. આકાંક્ષાઓની આરપાર જોવું સહજ નથી પણ માનવી માત્રની અખૂટ સુખ માટેની તડપન કલ્પનાતીત હોય છે. આ ‘પ્રવૃત્તિ’ શબ્દ જ બધું સ્પષ્ટ કરી દે છે. જે વ્યક્તિ પોતાના જીવન વિશે સ્પષ્ટ છે તેને પ્રવૃત્તિ વિના એક પળ પણ ચાલવું જોઇએ નહિ. પ્રવૃત્તિથી જ ઉન્નતિ સાંપડે. ભગવાન મહાવીર ‘ઉત્તરાધ્યયન સૂત્ર'માં શ્રી ગૌતમસ્વામીને સતત અપમત્ત રહેવાનું કહે છે તે સૂચક છે. કોઈપણ કાર્યમાં સતત મંડ્યા રહેવું જ પડે. પ્રવૃત્તિશીલ રહેવું પડે. પ્રયત્નશીલને જ સફળતા મળે, જે પ્રયત્ન જ કરતો નથી તેને સફળતા શું મળે ? ‘શ્રી જૈન મહાવીર ગીતા'માં શ્રી મહાવીર સ્વામીનો સ્પષ્ટ નિર્દેશ છે કે પ્રવૃત્તિમય રહો. ‘જેના (ધર્મ)ના સતત આરાધનથી લોકો પરમપદ પામી જાય છે.’ સદૈવ ધર્મમય-ધર્મની પ્રવૃત્તિમય રહેનાર તો મોક્ષ પણ મેળવી લે છે તો બીજી તો શી વિસાત? ‘શ્રી જૈન મહાવીર ગીતા'માં શ્રી મહાવીર વાણી માર્મિક તો છે જ, સ્પષ્ટ પણ છેઃ ‘કર્મયોગ’ના ત્રીજા શ્લોકમાં શ્રી મહાવી૨ વચન જુઓઃ प्रवृत्ति लक्षणो धर्मः सर्व धर्मोपकारकः । મદ્મવતૈ: સર્વવા સેવ્યો, નિવૃત્તિĪક્ષિયોશિમિ: ।। (કર્મયોગ, શ્લોક ૩) ‘પ્રવૃત્તિપરાયણતા બધા ધર્મોમાં ઉપકારક ધર્મ છે, મારા ભક્તોએ, નિવૃત્તિ ઇચ્છનારા યોગીઓએ (પણ) હંમેશાં તેનું સેવન કરવું જોઇએ.’ સૌએ સક્રિય રહેવું જોઇએ-કોઇએ પણ નિષ્ક્રિય ન થવું જોઇએ તેવી સ્પષ્ટ સૂચના અહીં પ્રાપ્ત થાય છે. સંસારી હોય કે સાધુ (યોગી)–સૌએ પ્રવૃત્તિમય રહેવું જોઇએ. સંસારમાં રહીને જે પ્રવૃત્તિ વિના જીવે તે છેવટ દુ:ખી જ થાય. સાધુ બનીને ધર્મપ્રવૃત્તિ વિના જીવે તે પણ છેવટ આત્મકલ્યાણ સાધી નહિ જ સકે. જ્ઞાની અને સાધુની પ્રવૃત્તિપરાયણતા સ્વ-૫૨ કલ્યાણકારક હોય છે. શાંત દેખાતો સજ્જન શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી ‘કર્મયોગ’ના બીજા શ્લોકમાં સૌ પ્રથમ પણ નાનકડી પ્રવૃત્તિથી ઘણું મોટું કામ કરતો હોય છે. આવતી કાલનો ‘પ્રવૃત્તિ’ને પ્રાધાન્ય આપે છે. श्री वीरः प्रोचिवान्कर्मयोगं, प्रवृत्ति लक्षणम् । यस्याराधानतो लोकः, व्रजन्ति परमं पदम् ।। સમય પ્રવૃત્તિમય જીવનને જ સફ્ળતા આપવાનો છેઃ દોડધામ એ પ્રવૃત્તિ નથી પણ સમજણપૂર્વકનું પ્રત્યેક પગલું એ પ્રવૃત્તિ છે. વિશ્વનો જે ઝડપે અને જે સ્વરૂપે આર્થિક વિકાસ ગોઠવાઈ રહ્યો છે તે એવું સિદ્ધ પ્રવૃત્તિ, કર્મ, કાર્યઃ પ્રગતિનો પાયો છે. જીવનનું કાર્યચક્ર Score board of life સતત ઘૂમતું રહે તો ઉન્નતિ તરફ ગતિ થાય. નિષ્ક્રિયતા, પ્રમાદ, આળસ તો જીવનને ખંડેર બનાવી મૂકે. શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી સ્વયં કર્મયોગી સાધુપુરૂષ હતા; એ સતત પ્રવૃત્તિમય રહેતા. માત્ર ૨૪ વર્ષના સાધુજીવનમાં એમણે જે કાર્યો કર્યા છે તે વાંચીએ તો આપણી વિચારધારા સ્તબ્ધ થઈ જાય તેવું છે!

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28