Book Title: Prabuddha Jivan 2008 08
Author(s): Dhanvant Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 27
________________ તા. ૧૬ ઑગસ્ટ, ૨૦૦૮ જ જરૂરિયાત હોય છે. જાત-છેતરામણ : પ્રબુદ્ધ જીવન પેટીબા! તારા ઇતિહાસમાં નોંધાયેલું એક અગત્યનું નામ રાજા મહંમદ બેગડાનું છે, જે સુતી થૈયા પા, પથારીની બન્ને બાજુ પકવાન કે મિષ્ટાનની સગવડ રાખતો, કે જેથી રાતે, અડધી ગ્રંથમાં પણ, તે કાંઈ ને કાંઈ મોંમાં મૂકી શકે! દિવસનાં ભરચક્ર ભાણાં ઝાપટી જનાર મહંમદ, રાતે ઊંઘમાં કઈ રીતે ખાઈ શકે, એ મારી તો કલ્પના બહારની વાત છે. પરંતુ રાતે જાગીને, ફ્રીજ ખોલીને આઈસ્ક્રીમ ખાનાર, મારા જ બે અમેરિકન મિત્રોને તો હું ઓળખું જ છું, એક દેશી બહેનને પણ ઓળખતો હતો. એ જ હતાં ડૉક્ટર, પરંતુ પોતેજ દર્દી ડાયાબિટીસનાં અને મેદવૃદ્ધિનાં! પહેલીવાર મને ક્લિનીકમાં મળ્યાં, ત્યારે મેં એમનું વજન કાંટા પર જોઈને નોંધ્યું અને એમનો સવારથી રાતનો ખોરાક બારીકાઈથી પૂછી, કેસ-પેપર પર નોંધ્યો. પછી એમને તપાસ્યાં. એમની બ્લડસુગર તપાસી; એમના બધા રિપોર્ટ વાંચ્યા; આહારમાં સુધારો સૂચવ્યો અને કસરતો સહેલાઇથી કરી શકે એવી શીખવાડી દશ દિવસ પછી પાછાં બોલાવ્યાં. નિર્ધારીત દિવસે એ આવ્યાં, ત્યારે એમનું વજન તપાસતાં લેશમાત્ર પણ ઘટાડો ન જણાયો. બ્લડ-સુગર પણ લગભગ પહેલાં જેટલી જ જણાઈ. મારો અંદાજ હતો કે વજ્રન ચાર દિલો તો પટો જ લોહીની સાકર ૨૮૦ પરથી ૨૦૦ પર તો આવશે જ. પરંતુ, અફસોસ! ડૉક્ટર સાહેબાના કહેવા પ્રમાણે એમણે પથ્ય પાળ્યો જ હતો, અને જ વ્યાયામ પણ કર્યો જ હતો; ફાયદો કેમ ન થયો એની વિમાસણમાં મૈં વધુ ઝીણવટથી પૂછતાછ કરી. મેં પૂછ્યું: ‘ફરમાવેલાં ખાનપાન ઉપરાંત તમે સાચે જ જરા પણ, કશું પણ, મોંમાં નાખ્યું જ નથી ?' એમણે જવાબ આપ્યો. ‘ના ભાઈ! હું એમ નથી કહેતી કે બીજું કાંઈ પણ મેં ખાધું જ નથી. મને રાતે ૨-૩ વાગ્યે ઊઠીને ખાખરા, ચેવડો, મીઠાઈ વગેરે જે કાંઈ બરણીઓમાં પડ્યું હોય તે ખાવાની આદત છે. પાછલા દશ દિવસમાં પણ આ બધું હું ખાતી જ હતી. સાચું કહું તો દિવસ દરમિયાન તમે આપેલી ચરી પાળવાને કારણે રાતે તો મને વધારે ભૂખ લાગતી; ત્રણ રાત તો મેં બે વેળા ખાધેલું; એક વાગ્યે અને પાછું ત્રણ વાગ્યે'. આ ગુનાહો એકરાર સાંભળી, સખેદ આશ્વર્યથી મેં એમને ઠપકાભાવે પૂછ્યું, 'તમને પહેલે દિવસે મેં ખાનપાનનો તમારો ક્રમ પૂછેલો ત્યારે તમે આ મધરાત્રિ નાસ્તાઓની વાત તો કરેલી જ નહિ ! ખરું ને ?' આ ડાક્ટરાણીએ જે ખંધું હસીને મને જવાબ આપ્યો તે આજે પચ્ચીસ વર્ષો પછી પણ હું ભૂલ્યો નથી! એમણે કહ્યું: “ડૉક્ટર! તમે તો મને કહેલું કે સવારથી રાતનો તમારે આહાર-ક્રમ લખાવ. તમે ક્યાં નથી સવારનો આહાર પૂછ્યો હતો ?' આ નફ્ફટ ઉત્તરથી હું સ્તબ્ધ થઈ, એમને જોતો જ રહી ગયો. મનમાં થયું, આટલી શિક્ષિત, ૨૭ પોતે ખુદ ડાક્ટર, એવી બાઈને પોતાની ચાલાકી ભારે પડી રહી હતી એનો અહેસાસ નહિ થતો હોય? સાચે જ, માનવી પોતાને છેતરવામાં ઉસ્તાદોનો ઉસ્તાદ હોય છે. વંદનીય, સહનશીલ જઠર! માનવી તારા પર જે સીતમ કરે છે, તે તું શક્ય હોય ત્યાં સુધી મૂંગોઢે સહન કરી લે છે. ન છુટકે જતું કાંઈ બોલે છે, એ હું જાણું છું. ક્યારેક તારી દિવાલ સૂજી જાય છે; ક્યારેક નીચલે છે. લાગેલી નાની આંતમાં પા સોજો આવી જાય છે. ક્યારેક તું બળવો કરી વધારે ખવાયેલો આહાર વમન કરીને બહાર ફગાવી દે છે. ‘મારાથી હવે સહન થતું નથી.’ ‘મને આરામ કરવા દો', એવું તું માનવ-સ્વામીને આ પ્રતિક્રિયા દ્વારા જણાવવા માગે છે. સ્વામી સમજદાર હોય તો આહારમાં જલદ પદાર્થો બંધ કરે છે, યા ઉપવાસ કરે છે. નાસમજ હોય તો‘એન્ટાસીડ' ટીકડી કે પ્રવાહી લઈને, કામચલાઉ તારી બોલતી બંધ કરીને, પોતાની મનગમતી વાનગીઓ ખાતો જ રહે છે. જાબ-લોલુપને તે સર્વ, જીતે રસેંદ્રિય’નો ખ્યાલ ક્યાંથી હોય ? કેટલાક રસોઈના રસિયાઓ તો એવું મનાવવા પણ પ્રયત્ન કરે, કે, ‘જુઓ! ભગવાન શ્રીકૃષ્ણનું એક નામ રસેશ્વર હતું જ ને! એમની જેમ આપણે પણ ખાઈપીને લહેર કરવાની છે!' એવા નાસમજને કોણ સમજાવે કે શ્રીકૃષ્ણ તો સમગ્ર જીવનને ઉત્સવ બનાવવાની, યુક્ત ભથી જ નહિ, બધી ઈન્દ્રિયોથી રસપાન કરવાની, વાત કરી ગયા, ખેલકૂદ નાચગાનની વાર્તા પણ એમણે કરી. આપણે વિચારવું એ છે કે એવો આનંદ-ઉલ્લાસ કરીને, એ સાચી ભૂખ પેદા કરીને પછી આપણે ભાગે બેસીએ છીએ કે કે શારીરિક શ્રમ વિના જ ખાઈએ છીએ ? વળી શ્રીકૃષ્ણ તો પરમયોગી હતા, જેમણે મિતાહારની શીખ આપણને આપી, તે આપણે વિસરી જવાનું ? વિનોબાજી કહેતા કે પેટ અડધું ભાય તેટલું જ ખાવ; થોડી જગ્યા પ્રવાહી ખોરાક માટે પણ રાખો, અને બાકી ખાલી છોડો. એમણે એમ પણ કહ્યું હતું કે ભાંગી ખાઉધરો જ રહે તો રોગી થવાનો જ. અને રોગી, યોગીની જેમ મિતાહારી ન બને, તો રોગી જ રહેવાનો. ડૉક્ટર એડવર્ડ પ્યુરીન્ટન કહી ગયા તે પણ વૈદકીય સત્ય છે કે ફક્ત આસ્વાદ માણવા જાત-જાતની વાનગીઓ કે ખાઈને આનંદ મેળવતા રહેવાની કુટેવમાં સેલા રહેશો, તો જીભ પર અનુભવાતો આનંદ જઠરની પીડામાં પરિણમશે. પેટ દેવ! આયુર્વેદ પણ તારી સ્વસ્થતાની દુહાઈ આપે છે; કહે છેઃ 'પેટ સાફ તો રોગ માફ”. નિસર્ગોપચાર પણ કહે છે કે માનવીનાં શરીરમાં રહેલી જીવનશક્તિનો ઘણો બધો ભાગ, વધુ પડતા ખોરાકના જથ્થાની જઠરમાંથી ન તરી કેરાફેરીમાં ખર્ચાઈ જાય છે. આ દુર્વ્યય અટકે, અને જીવનશક્તિનો સંચય થાય તો દરેક માનવી સુસ્તી નહિ, ચુસ્તીનો અનુભવ કરે. વળી,

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36