________________
रत्नाक्षि मार्श श्राविहारत्न પાનબાઇ રાયશીંગાલા
(ચાંગડાઇવાલા) (ઉં.વ.૬૮) (હાલ. મુ.પો.લાયજા મોટા. તા. માંડવી-કચ્છ) શાસ્ત્રમાં મદાલસા સતીની વાત સાંભળી છે ! એવી જ વાત રત્નકુક્ષિ આદર્શ શ્રાવિકા પાનબાઈની છે. મહાસતી મદાલસા જેમ પોતાના દરેક સંતાનને પારણામાં ઝુલાવતાં ઝુલાવતાં ‘શુધ્ધોડસિ બુધ્ધોડસિ નિરંજનોડસિ, સંસારમાયા પરિવર્જિતોડસિ’ ઇત્યાદિ હાલરડાં
દ્વારા વૈરાગ્યના સુસંસ્કારોનું સિંચન કરી સંયમના પંથે વાળતી તેવી જ || રીતે સુશ્રાવિકા શ્રી પાનબાઇએ પોતાના દરેક સંતાનોને નાનપણથી સંસારની અસારતા દ્રષ્ટાંતો દ્વારા સમજાવીને વૈરાગ્યમાર્ગે વાળ્યા છે. આ
(૧) મહાવીર જૈન વિદ્યાલય (ગોવાલિયા ટેક-મુંબઇ)માં રહીને એલ્ફિન્સ્ટન કોલેજમાં ઇન્ટર સાયન્સ (Int. Sc.) નો અભ્યાસ કરતા સુપુત્ર મનહરલાલને પત્રો દ્વારા તથા વેકેશનમાં પ્રત્યક્ષ હિતશિક્ષા દ્વારા સદા પ્રભુભકિત તથા સત્સંગની પ્રરણા આપી. તેની ફલશ્રુતિ સ્વરૂપ જ્યારે એને ધર્મનો મર્મ જાણવાની, પામવાની અને સંયમ સ્વીકારવાની ભાવના જાગ્રત થઇ ત્યારે માતા પાનબાઇએ આશીર્વાદ સહ સહર્ષ સંમતિ આપી.પોતાનો પુત્ર મોટો થઇને નામાંકિત ડોક્ટર કે એન્જિનીયર બનીને પોતાને સંપત્તિ સાથે ગૌરવ અપાવશે એવી મોહગર્ભિત વિચારણા ધરાવતા પતિ રાયશીભાઇની ૫-૫ વર્ષ સુધી રાહ જોવા છતાં સંયમ માટે સંમતિ
ન મળતાં આખરે હિંમત કરીને માતા પાનબાઇએ પોતાના સુપુત્ર | | મનહરલાલ (હાલ પ્રસ્તુત પુસ્તકના સંપાદક, પૂ. ગણિવર્ય શ્રી |
મહોદયસાગરજી મ.સા.) ને પાંચ વર્ષ સુધી પં. શ્રી હરિનારાયણ મિશ્ર (વ્યાકરણન્યાય-વેદાન્તાચાર્ય)પાસે સંસ્કૃત-પ્રાકૃત વ્યાકરણ તેમજ ષદર્શન આદિનો અભ્યાસ કરાવીને આશીર્વાદપૂર્વક સં. ૨૦૩૧ ના | | મહા સુદિ ૩ ના કચ્છ-દેવપુર ગામમાં સંયમપંથે પ્રસ્થાન કરાવ્યું ! ||