________________
જન્મ લીધો. વખતચંદભાઈના ત્રણ પુત્રો મેહનલાલ વાડીલાલ અને ખૂબચંદ ભાઈ તેમાં વાડીલાના પુત્ર શ્રી ચીમનભાઈ તેઓશ્રીને માત્ર દશવર્ષ એટલે બાલ્યકાળ અને અભ્યાસ કાળમાંજ પિતાશ્રીની પાંખ તૂટી ગઈ અને દશજ વર્ષની ઉંમરમાં કુટુંબની જવાબદારી સંભાળવાની પરિસ્થિતિ ઉભી. થઈ ઉચ્ચ કુટુંબના ઉચ્ચ સંસ્કારનો વારસો શરૂઆતથી જ મળેલ હોવાથી તેઓ હિંમત હારી ન જતાં પિતા સમાન શ્રી મોહનભાઈની છાયા તળે અને આપ બળે આગળ વધ્યા. શ્રી મોહનભાઈના પણ માનવતા ગુણભર્યા ઔદાર્ય ગાંભીર્ય વિગેરે ગુણોથી વાસિત બન્યા.
તેઓશ્રી તરફથી વીશા પોરવાડ જ્ઞાતિને અવારનવાર ઘણી જ સખાવતો મળતી રહી છે. પણ તેઓ જ્ઞાતિ પુરતાજ મર્યાદિત બનતાં, છતાં કેળવણી વિષયક, સામાજીક અને ધાર્મિક કાર્યોમાં પણ તેઓએ ખૂબ ખૂબ ઉદારતા બતાવી છે, અને તે તે સંસ્થાઓને સહકાર આપી સદધર બનાવી છે.
ખંભાતમાં છરાળા પાડામાં શ્રી ચીમનલાલ વાડીલાલ કી બાયોકેમિક દવાખાનું તેઓશ્રીએ વર્ષોથી ચાલુ કરી ઘણાને રાહત આપી છે. જેમાં ડે. ભોગીભાઈ કામ કરે છે.
લાલબાગ હોસ્પિટલ પ્રસૂતિગૃહમાં આરામગૃહ બંધાવી આપી એક માનવતાનું પ્રતિક ઉભું કર્યું છે.
વળી તેઓશ્રીએ પોતાના ખર્ચે માંડવીની પોળના બહેનોને ઉપાશ્રય જીણોદ્ધાર કરાવી બંધાવી આપી તેમના કાકા શ્રી મોહનલાલ વખતચંદ પાસેથી મેળવેલા ગુણોના વારસાનું ઋણ અદા કરવારૂપ તેઓશ્રીના નામે એટલે “મેહનલાલ વખતચંદ જ્ઞાનમંદિર” તરીકે સ્મૃતિ ચિન્હ મૂકવામાં આવેલ છે. ખંભાતના શ્રી વર્ધમાન તપ આયંબીલખાતામાં પણ સારો સહકાર આપતા હતા. આ પુસ્તક