Book Title: Poshadh Vidhi
Author(s): Chidanandsuri
Publisher: Nanpura Jain Sangh

View full book text
Previous | Next

Page 104
________________ કાયાના ૧૨ (૧) સામાયિકમાં પગ ઉપર પગ ચડાવીને ઊંચે આસને બેસે. (૨) આસન વારંવાર ફેરવે, ચપળતા રાખે. (૩) મૃગની પરે ચારે દિશાએ ચકળવકળ દષ્ટિ ફેરવે. (૪) સામાયિકમાં કાયા વડે કાંઈ સાવદ્ય ક્રિયાની સંજ્ઞા કરે. (૫) થાંભલા વગેરેને આઠીંગણ દઈને બેસે. (૬) સામાયિકમાં વિના કારણ હાથપગ સંકોચે ને પસારે. (૭) સામાયિકમાં આળસ મરડે, કમ્મર વાંકીચૂંકી કર્યા કરે. (૮) આંગળી પ્રમુખના ટાચકા ફેડે. (૯) ખસ વિગેરે વલુરે, ખરજ ખણે. (૧૦) સામાયિકમાં હાથને ટેકે દઈને બેસે, ગળે હાથ દઈને બેસે. (૧૧) બેઠા બેઠા નિદ્રા યે, ઝેક ખાય. (૧૨) ટાઢ (ઠંડી)ના કારણથી આખું શરીર ઢાંકીને બેસે. આ દોષે સામાયિકમાં તેમજ પિસાહમાં ટાળવાને ઉદ્યમ જરૂર કર. સામાયકવ્રતના પાંચ અતિચાર - ૧ કાયદુપ્રણિધાન અતિચાર–પિતાના શરીરના હાથપગ પ્રમુખ અવયને અણુપુંજે અણપ્રમાજે હલાવે ચલાવે, લીંતને પીઠ લગાડી બેસે અને નિદ્રા પ્રમુખ કરે તે. ૨ શનદુપ્રણિધાન અંતિચાર-સામાયિકમાં સાવદ્ય વચન બેલે અથવા પદ, અક્ષરાદિ અશુદ્ધ બોલે, સૂત્રની સ્પષ્ટતા માલુમ ન પડે તેમ સૂત્ર ઉચ્ચાર કરે, અર્થની ખબર ન પડે તેમ અતિચપલપણુએ ગડબડથી કહી જાય તે. ૩ મનદુપ્રણિધાન અતિચાર-સામાયિકમાં કુખ્યા Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 102 103 104 105 106 107 108 109 110