Book Title: Pattavali Samucchaya Part 2 Author(s): Publisher: Jinshasan Aradhana Trust View full book textPage 4
________________ પ્રકાશકીય જૈન ઈતિહાસમાં અત્યંત મહત્ત્વને ધારણ કરતા પટ્ટાવલિ સમુચ્ચય ભાગ ૧-૨ નું સર્જન પૂજ્યશ્રી દર્શનવિજય મ. તથા શ્રી જ્ઞાનવિજય મ. (ત્રિપુટી)મહારાજે કરીને વર્ષો પૂર્વે પ્રકાશિત કરેલ છે. આ પટ્ટાવલિ સમુચ્ચયના બંને ભાગોને અમે સહર્ષ પુનઃ પ્રકાશિત કરી રહ્યા છીએ. પ્રથમ ભાગમાં તેર પટ્ટાવલિઓનો સંગ્રહ હતો. જે પ્રાકૃત સંસ્કૃત ભાષામાં હતી. બીજા ભાગમાં ગુજરાતી ભાષામાં રચાયેલ બાવીશ પટ્ટાવલિઓ આપેલ છે. આમાં મુખ્ય શ્રી સૌધર્મગચ્છ પટ્ટાવલિ રાસ છે, જેના રચયિતા સુપ્રસિદ્ધ કવિરાજ શ્રી દીપવિજયજી મહારાજા છે. (જેમનું રચેલું ભગવાન મહાવીરનું હાલરડું હાલમાં આપણે દરવર્ષે ભાદરવા સુદ ૧ પ્રતિકમણમાં બોલીએ છીએ.) આ પટ્ટાવલિઓના રચયિતા પૂર્વપુરુષોનો મહાન ઉપકાર માનીએ છીએ. સાથે સાથે સંપાદક પૂજ્યોનો પણ ઉપકાર માનીએ છીએ. વર્ષો પૂર્વે આ ગ્રંથને પ્રકાશન કરનાર શ્રી ચારિત્ર સ્મારક ગ્રંથમાળા પ્રત્યે કૃતજ્ઞતાના ભાવને પ્રદર્શિત કરીએ છીએ. પ્રાને આવા ગ્રંથોના અધ્યયન વાંચન પઠન વગેરે દ્વારા આપણને આપણા પૂર્વપુરુષોની ગૌરવગાથાને યાદ કરવાનું સદ્ભાગ્ય પ્રાપ્ત થાય છે. તેથી સકલ ચતુર્વિધ સંઘનો આવા ગ્રંથનું પઠન-વાંચન કરવા અમારી ભાવભરી વિનંતિ છે. શ્રુતભક્તિનો વધુને વધુ લાભ મળે તેવી ભાવના સાથે શ્રુતાધિષ્ઠાયિકા શ્રી સરસ્વતી દેવીના ચરણે ભાવભર્યા વંદન. લી. શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ વતી ટ્રસ્ટીઓ ચંદ્રકુમાર બાબુભાઈ જરીવાળા લલિતકુમાર રતનચંદ કોઠારી નવિનચંદ્ર ભગવાનદાસ શાહ પુંડરીકભાઈ અંબાલાલ શાહ - - - - - - - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 286