Book Title: Parshwa Padmavati Mahapujan Vidhi
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Sanjaybhai Pipewala

View full book text
Previous | Next

Page 23
________________ (૯) વસ્ત્રપૂજામાતાજીને ચઢાવવાની ચુંદડી થાળમાં તૈયાર રાખવી. श्रीमन्महाचीनदुकूलनेत्रे सत्क्षौभकौशेयकचीनवस्त्रे । शुभ्रांशुके स्येनमणिप्रभागि ! यजामहे पन्नगराजदेवि ॥९॥ (અત્યુત્તમ મહામૂલાં રેશમી વસ્ત્ર જેવા નેત્રવાળી ! શ્વેતવસ્ત્રધારિણી, નીલમિણની કાંતિ જેવા અંગવાળી, હે પન્નગરાજ દેવી પદ્માવતી ! અમે ઉત્તમ રેશમી વસ્ત્ર વડે તારી પૂજા કરીએ છીએ.) 'ॐ ह्रीं श्रीपद्मावत्यै वस्त्रं समर्पयामि स्वाहा ।' પછી ચુંદડી, તથા રૂપિયા સવા પાંચ સમર્પણ કરવાં. (૧૦) આભરણપૂજા :कांचीसूत्रविनूतसारनिचितैः केयूर-सत्कुण्डलैमंजीरांगदमुद्रिकादिमुकुटप्रालिम्बकावासकैः । अञ्चच्चाटिकपट्टिकादिविलगद् ग्रैवयकैर्भूषणैः, सिन्दूरांगसुकान्तिवर्षसुभगैः सम्पूजयामो वयम् ॥१०॥ (ઉત્તમ મણિ અને માણિક્યોથી જડાયેલું કાંચીસૂત્ર, કેયૂર, ઉત્તમ કુંડલ, પગોમાં પહેરવા યોગ્ય નૂપુર, બાજુબંધ, મુદ્રિકા, મુગટ, ચુંદડી અને સાડી, ગળામાં પહેરવા માટે પહોળી પટ્ટીથી યુક્ત હાર તથા અન્ય આભૂષણો તથા અંગની કાંતિ વધારવામાં ઉત્તમ સિંદૂર આદિ વસ્તુઓ દ્વારા હે માતા પદ્માવતી ! અમે તારી પૂજા કરીએ છીએ.) 'ॐ ह्रीं श्रीपद्मावत्यै आभरणं समर्पयामि स्वाहा ।' પછી સોળ શણગાર (અથવા આભુષણ) ભાવપૂર્વક સમર્પણ કરી દેવા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34