Book Title: Papnu mul Parigraha Author(s): Mansukhlal T Mehta Publisher: Z_Mahavir_Jain_Vidyalay_Suvarna_Mahotsav_Granth_Part_1_012002.pdf and Mahavir_Jain_Vidyalay_Suvarna_ View full book textPage 4
________________ પાપનું મૂળ પરિચહ ૫૯ ધર્મશાસ્ત્રોએ ધનની પ્રતિષ્ઠાના ગુણ નથી ગાયા, પણ લોકોએ જ ધનની મહત્તા વધારી દીધી છે. નવતત્વ પ્રકરણમાં પુણ્ય ભોગવવાના બેતાલીસ પ્રકારનું વર્ણન આવે છે, તેમાં સોનું, ચાંદી, હીરા-મોતી કે ધનધાન્યની પ્રાપ્તિ કોઈ અમુક પુણ્યપ્રકૃતિને આધીન છે તેવું દર્શાવેલું જોવામાં આવતું નથી. શ્રી મુનિસુંદરસૂરિજીએ કહ્યું છે કે : “જે પૈસા શત્રુને ઉપકાર કરનારા થઈ શકે છે, જે પૈસાથી સર્ષ, ઊંદર વગેરેમાં ગતિ થાય છે, જે પિતા મરણ, રોગ વગેરે કોઈ પણ આપત્તિઓ દૂર કરવાને શક્તિમાન નથી, તેવા પૈસા ઉપર તે મોહ શો ? ૧ર - વિવેક એટલે સત્ અને અસત્, અથવા નિત્ય અને અનિત્યને જુદા પાડવાની શક્તિ. આવા વિવેકી માનવીના સંબંધમાં ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું છે કે : ૪ષે મેજ પથેના વિશે ઈનહિg–અર્થાત્ પ્રાપ્ત થયેલાં કામ ભાગોમાં પણ વિવેકીને ઈરછા થતી નથી. માનવજાત દુ:ખના બોજા તળે રિબાઈ રહી છે તેના કારણમાં શ્રી અરવિંદે કહ્યું છે કે : Blows fall on all human beings, because they are full of desire for things that cannot last and they loose them or even if they get, it brings disappointment and cannot satisfy them; અર્થાત્ દુ:ખના ઘા દરેક માણસ પર પડે છે, કારણ કે તેઓ એવી વસ્તુની પાછળ પડે છે કે જે વસ્તુ નિત્ય રહેતી નથી, અને તેથી માણસો તેને ગુમાવી દે છે, અગર તે વસ્તુ મેળવ્યા પછી તેમને નિરાશા ઉત્પન્ન થાય છે, અગર તેઓને સંતોષ આપી શકતી નથી. ન્યાયવિશારદ મુનિ મહારાજ શ્રી ન્યાયવિજ્યજીએ કહ્યું છે કે : “સુખ (વૈષયિક) નિત્ય નથી, દકિયો નિત્ય નથી, ભોગો નિત્ય નથી, વિષયો નિત્ય નથી; અર્થાત આ સકલ પ્રપંચ વિનશ્વર છે; આસ્થા રાખવા લાયક કંઈ નથી. ૧૩ જગતના એક મહાન કવિ શેક્સપિયરે કહ્યું છે કે : “સોનું એ માનવના આત્મા માટે ખરાબમાં ખરાબ વિષ છે. આ દુઃખથી ભરેલી દુનિયામાં બીજા કોઈ પણ ઝેર કરતાં ધનનું ઝેર વધારે ખૂનોનું નિમિત્ત બને છે.” મહર્ષિ હરિભદ્રસૂરિજીએ ધર્મના માટે ધન પ્રાપ્ત કરવાની ઈચ્છા રાખનારાઓ માટે કહ્યું છે કે:-- धर्मार्थ यस्य वित्तेहा, तस्यानीहा गरीयसी । प्रक्षालनाद्धि पकस्य, दुरादस्पर्शनं घरम् ॥ અર્થાત ધર્મને માટે પૈસા મેળવવાની ઈરછા કરવી તેના કરતાં તેની ઈચ્છા ન જ કરવી એ વધારે સારું છે. પગે કચરો લાગ્યા પછી તેને ધોઈને સાફ કરવા કરતાં દૂરથી કાદવનો સ્પર્શ ન જ કરવો, એ વધારે સારું છે. ધર્મશાસ્ત્રોમાં કહ્યું છે કે : “જેમ જેમ લાભ થતો જાય, તેમ તેમ લોભ વધતો જાય.” લોભના આવા રહસ્યના કારણે શાસ્ત્રકારોએ ડહાપણ વાપરી દાનના મહિમાની વાતો લખી છે. સાચી રીતે તો દાન કરતાં ત્યાગનો જ મહિમા વધુ છે, અને તેથી જ કહેવામાં આવ્યું છે કે: પ્રાપાતુ સર્વાગાનાં ઘરત્યા વિાિધ્યતે–અર્થાત્ સર્વ કામોની પ્રાપ્તિ કરતાં તેનો ત્યાગ ચઢી જાય છે. ય વિનોબાજીએ આ ઉપર એક સરસ દૃષ્ટાંત આપતાં કહ્યું છે કે : એક માણસે પ્રામાણિકતાથી પૈસો મેળવ્યો હતો, પણ તેથી તેને સંતોષ ન હતો. પોતાના બંગલાના બગીચા માટે તેણે એક કૂવો ખોદાવ્યો. કવો ઘણો ઊંડો ગયો અને તેમાંથી મોટા જથ્થામાં પથ્થરો અને માટી નીકળ્યાં. આ ઢગલાનો ૧૨ અધ્યાત્મકપમ (અ. ૪–૨) ૧૩ અધ્યાત્મતવાલોક (પ-૧૬) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8