Book Title: Papnu mul Parigraha
Author(s): Mansukhlal T Mehta
Publisher: Z_Mahavir_Jain_Vidyalay_Suvarna_Mahotsav_Granth_Part_1_012002.pdf and Mahavir_Jain_Vidyalay_Suvarna_

View full book text
Previous | Next

Page 3
________________ ૫૮ : શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ યથ અર્થાત્ માનવી પોતાના મનને પ્રિય લાગે તેવા જેટલા જેટલા ભોગ્ય પદાર્થો સાથે સંબંધ રાખે છે, તેટલા તેના હૃદયમાં શોકરૂપી ખીલાના આઘાત થાય છે. શ્રી શંકરાચાર્યે કહ્યું છે કે : મર્થનર્થ માવય નિયમુ–અર્થાત અનર્થકારી ધન જેની પાસે હોય છે, તેની બુદ્ધિ વિકૃત થઈ જાય છે. ચોરી, હિંસા, અસત્ય, દંભ, કામ, ક્રોધ, મદ, કપટ, ઘર, અવિશ્વાસ, સ્પર્ધા, ઘુત, વ્યભિચાર અને સુરાપાન જેવા વ્યસનો માણસોને અર્થનો અનર્થ રૂપે જ થાય છે. અઢાર પાપસ્થાનકો પૈકી સત્તર પાપોનું ઉદભવસ્થાન પણ એક રીતે તો પરિગ્રહ જ છે. ધન, ધાન્ય અને ધાતુના ઢગલામાં સુખ નથી, પણ જીવ તેમાં સુખની કલ્પના કરી બેઠો છે. કુતરો ત્યારે સુકા કઠણ હાડકાને ચાવે છે, ત્યારે તેના કોમળ મોંમાંથી લોહી નીકળે છે અને તે લોહી હાડકામાંથી આવે છે એવી એની કલ્પનાથી લોહીનો સ્વાદ તેને ઉત્તમ લાગે છે. માનવીના ભોગોને સુખને આકાર પણ મોટા ભાગે આવા જ પ્રકારનો હોય . મહર્ષિ પાતંજલીએ આ વાત વધુ સ્પષ્ટ રીતે સમજાવતાં કહ્યું છે કે : “વરિનામના સંસ્કારવૈવૃત્તિવિરોધ સુવમેવ સર્વ વિનિઃ ” ૯ અર્થાત વિષયોમાં પરિણામ દુ:ખ, તાપ દુ:ખ, તથા સંસ્કાર દ:ખ હોય છે, અને વિવેકીને મન તો સુખ અને દુઃખ બંને દુ:ખ રૂપ જ છે. સુખ પણ પરિણામે દુઃખ ઉત્પન્ન કરે છે. પદાર્થમાત્ર ત્રિગુણાત્મક છે. તેમાં સત્ત્વગુણ સુખરૂપ છે, રજોગુણ દુ:ખરૂપ છે અને તમોગુણ મોહરૂપ છે. આ ત્રણેય ગુણો એકમેકથી વિરુદ્ધ સ્વભાવવાળા છે. દાખલા તરીકે, દીવો પ્રકટાવવામાં દિવેલ, દિવેટ અને અગ્નિ ત્રણની આવશ્યકતા છે. આ ત્રણેય એકમેકથી ભિન્ન સ્વભાવવાળા છે, પણ છતાંય તેમના સહભાવથી જ દીપ પ્રકટે છે; તેમાંથી એકનો પણ અભાવ હોય તો પણ દીપ પ્રકટાવવામાં હરત આવે, તેવી રીતે સંસારમાં બધા પદાર્થો સત્વ, રજસ અને તમસ એમ ત્રિગુણાત્મક બનેલા છે. આથી કરીને, જ્યારે કોઈ પણ વિષય પદાર્થ પોતાના સત્ત્વગુણ અંશથી સુખ આપતો હોય, ત્યારે પણ તેમાં રજોગુણના અંશરૂપી દુઃખભાગ તેમ જ તમોગુણના અંશરૂપી મોહભાગ અપ્રકટપણે રહેલો જ હોય છે, અને તે ક્યારે પ્રકટ થશે તે કહી શકાય નહિ. તમામ વિષયપદાર્થોના સ્વરૂપથી આ દુ:ખરૂપતા છે. આ રીતે, પરિણામ દુઃખ, તાપ દુઃખ, સંસ્કાર દુઃખ અને સ્વરૂપ દુ:ખ આ ચાર પ્રકારની દુઃખરૂપતા દરેક વિષયપદાર્થમાં રહેલી છે. જે માણસ દેહાન્દ્રિયદિકમાં અહબુદ્ધિરહિત થઈ ગયો છે અને જે પોતાના આત્મામાં સ્થિત છે, તેને દેહની અપેક્ષાએ કોઈ પદાર્થની ઇચ્છા થતી નથી. પરિગ્રહ જેવી કોઈ વસ્તુ જ આવા માણસ માટે સંભવી શકતી નથી. પરિગ્રહથી માણસ મૂચ્છિત થાય છે અને મૂચ્છથી કર્મબંધ થાય છે, એટલે વિવેકી માણસ તો દ્રવ્યાદિરૂપ સર્વ પરિગ્રહનો ત્યાગ કરે છે; પણ દરેક માનવી આવો ત્યાગ ન કરી શકે એટલે તેણે રીતસરનું પરિગ્રહ પરિમાણ અવશ્ય કરવું જોઈએ. પોતાની જરૂરત કરતાં વધુ રાખી મૂકવું, દબાવી રાખવું એ સંઘરાખોરી છે, અને તેથી જ સમાજમાં અછત પેદા થાય છે. અછતમાંથી અનેક અનિષ્ટો ઊભાં થાય છે. ધર્મશાસ્ત્રોમાં પ્રતિષ્ઠા ધનને નહિ પણ સંયમને આપવામાં આવી છે. ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું છે કે: પ્રતિમાસે કોઈ દશ લાખ ગાયોનું દાન આપે તેના કરતાં પણ કશું નહિ આપનારનો માત્ર સંયમ શ્રેયસ્કર છે. ૧૦ ના-વારસ મનુષ્યના ધનને લઈ લેવા ઈચ્છતા ઇષકાર રાજાને ઉપદેશ આપતાં તેની રાણી કમલાવતીએ કહ્યું છે કે : “હે રાજન! તમને આખું જગત અથવા બધું જ ધન મળે તો પણ એ સર્વથી તમને સંતોષ થશે નહિ તેમ જ એ તમારું રક્ષણ પણ કરી શકશે નહિ.” ૧૧ ૯ યોગસૂત્ર : ૨- ૧૫ ૧૦ ઉત્તરાધ્યયન સૂત્ર (૯-૪૦) ૧૧ ઉત્તરાધ્યયન સૂત્ર (૧૪-૩૯) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8