Book Title: Papnu mul Parigraha Author(s): Mansukhlal T Mehta Publisher: Z_Mahavir_Jain_Vidyalay_Suvarna_Mahotsav_Granth_Part_1_012002.pdf and Mahavir_Jain_Vidyalay_Suvarna_ View full book textPage 1
________________ પાપનું મૂળ ઃ પરિગ્રહ મનસુખલાલ તારાચંદ મહેતા “ પરિગ્રહ’ શબ્દમાં “ર” ઉપસર્ગ છે, અને તેનો અર્થ “ચારે તરફનું” એવો થાય છે. તેની સાથે પ્રદુ ધાતું સ્વીકાર કે અંગીકારના અર્થમાં છે. એટલે ચારે તરફથી વસ્તુનો સ્વીકાર કે સંગ્રહ કરવાની રીતને “પરિગ્રહ' કહેવામાં આવે છે. પરિગ્રહ એ પાપ છે. જૈન દર્શનમાં પાપનો મુખ્ય સંબંધ વૃત્તિ સાથે છે. તેથી કરીને મમત્વબુદ્ધિથી પદાર્થો કે વસ્તુઓને સંગ્રહ રાખવો અગર સંગ્રહ કરવાની ઈચ્છા કરવી, પ્રયત્ન કરવો, એ બધું પરિગ્રહનું સ્વરૂપ છે અને ધર્મશાસ્ત્રોમાં આવા પરિગ્રહને પાપના મૂળ તરીકે માનેલું છે. દશવૈકાલિક સૂત્રમાં કહેવામાં આવ્યું છે કેઃ “જેમ ભમરો વૃક્ષનાં વિવિધ ફૂલોમાંથી રસ ચૂસે છે અને પોતાની જાતને નભાવે છે છતાં ફૂલોનો વિનાશ કરતો નથી; અર્થાત્ ફૂલોને ઓછામાં ઓછી પીડા થાય તેમ વર્તે છે, તેમ શ્રેયાર્થી મનુષ્ય પણ પોતાની વ્યાવહારિક તમામ પ્રવૃત્તિઓ કરતાં પોતાના સહાયકો માંથી–પોતાના ગ્રાહકોરૂ૫ વિવિધ આલંબનોમાંથી એવી રીતે લાભ ઉઠાવવો ઘટે અને પોતાની જાતને એવી રીતે નભાવવી ઘટે જેથી એ પોતાના સહાયકરૂપ આલંબનોનો વિનાશ ન થઈ જાય–તેમની આજીવિકા જ ન છિનવાઈ જાય–તેઓ સમૂળગા ચૂસાઈ જઈ વિનાશ ન પામે.” ૧ . કલિકાળસર્વજ્ઞ શ્રીમદ્ હેમચંદ્રાચાર્ય યોગશાસ્ત્રમાં કહ્યું છે કે: “દુઃખના કારણરૂપ અસંતોષ, અવિશ્વાસ અને આરંભ આ સર્વ મૂછનાં ફળો છે એમ જાણુને પરિગ્રહનો નિયમ કરવો.”ર બાહથી ધનાદિકનો ત્યાગ કરાયેલો હોય પણ અંદરથી ઈચ્છા-તૃણા જીવન્ત હોય તો તે પણ એક પ્રકારનો પરિગ્રહ જ છે. બાહ્ય ત્યાગ શક્ય છે, પણ સાચી મહત્તા આંતર ત્યાગની છે. દશવૈકાલિક સૂત્રમાં કહ્યું છે કે : न सो परिग्गहो वुत्तो नायपुत्तेण ताइणा। मुच्छा परिग्गहो वुत्तो इइ वुत्तं महेसिणा।। ૧ ૨ પંડિત બેચરદાસકૃત “મહાવીર વાણી” (સૂત્ર ૭-૮). યોગશાસ્ત્ર અધ્યયન ૨-૧૦૬. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8