Book Title: Papnu mul Parigraha Author(s): Mansukhlal T Mehta Publisher: Z_Mahavir_Jain_Vidyalay_Suvarna_Mahotsav_Granth_Part_1_012002.pdf and Mahavir_Jain_Vidyalay_Suvarna_ View full book textPage 2
________________ પાપનું મૂળ : પરિચહ : ૫૭ બાહ્ય ઋદ્ધિને દેખાવમાત્રને પરિગ્રહ નથી કહ્યો, પણ મૂરછ એ જ પરિગ્રહ છે. આસક્તિ એ જ સંસાર છે. શ્રી ઉમાસ્વામી મહારાજે તસ્વાર્થ સૂત્રમાં પરિગ્રહનું સ્વરૂપ સમજાવતાં મૂર્છા પુરિઝ:8 અર્થાત મૂછ જ પરિગ્રહ છે એમ લખ્યું છે. વસ્તુનો બાહ્ય ત્યાગ કર્યા સિવાય વિદ્યમાન વસ્તુમાં મૂછ ન થવી એ ભારે કઠિન કાર્ય છે, એટલે જ બાહ્યાંતર ત્યાગ આત્મહિતકારી છે. યોતિષશાસ્ત્રના નિયમાનુસાર દરેક ગ્રહો અમુક સમયના અંતરે એક રાશિમાંથી બીજી રાશિમાં જાય છે, પરંતુ “પરિગ્રહ” તો એવો ભયંકર ગ્રહ છે કે તે તેની રાશિમાંથી કદી પાછો ફરતો નથી. શ્રીમદ યશોવિજયજી મહારાજે પરિગ્રહરૂ૫ ગ્રહની વિલક્ષણતા બતાવતાં કહ્યું છે કે : “જે રાશિથી પાછો ફરતો નથી અને વકતાનો ત્યાગ કરતો નથી, જેણે ત્રણ જગતને વિડંબના કરી છે એવો આ “પરિગ્રહ” રૂપ ક્યો ગ્રહ છે? સર્વ ગ્રહોથી પરિગ્રહ ગ્રહ બલવાન છે. એની ગતિ કોઈએ જાણી નથી.” મહર્ષિ હરિભદ્રસૂરિ રચિત “યોગદષ્ટિસમુચ્ચય'ના વિવેચનમાં ડૉ. ભગવાનદાસ મહેતાએ “પરિગ્રહ શબ્દનો અર્થ સમજાવતાં લખ્યું છે કે : “જેમ જેમ આરંભ વધે છે, તેમ તેમ આરંભનો મિત્ર પરિગ્રહ પણ સાથોસાથ વૃદ્ધિ પામે છે. આ નામચીન “પરિગ્રહ’ પણ પોતાના નામ પ્રમાણે, જીવને પરિ’ એટલે ચોતરફથી ગ્રહે છે, પકડી લે છે, જકડી લે છે. પછી તો આ “ગ્રહ’ ભૂત અથવા દુષ્ટ ગ્રહ અગર મગર જેવા પરિગ્રહની જીવ પર જકડપકડ એવી તો મજબૂત હોય છે કે, તેમાંથી જીવને છૂટવા ધારે તો પણ હટવું ભારે પડે છે. તે પરિગ્રહ–બલા વળગી તો વળગી, કાઢવી મુશ્કેલ પડે છે. મોટા વ્યવસાયો આરંભનારા અથવા મોટી મોટી રાજ્યાદિ ઉપાધિ ધારણ કરનારા જનોનો આ રોજનો અનુભવ છે. પરિગ્રહની જંજાળમાં ફસેલા તે બાપડાઓને રાતે નિરાંતે ઊંઘ પણ આવતી નથી.” ૫ મહર્ષિ પાતંજલીએ પરિગ્રહનો ત્યાગ કરવાથી થતા ફાયદાઓ સંબંધમાં કહ્યું છે કે : રિઝસ્થ કર્મથન્તાખ્યો:૬ અર્થાત અપરિગ્રહની દૃઢતા થવાથી યોગીને પૂર્વજન્મનું જ્ઞાન થાય છે. સ્વામી વિવેકાનંદે આ બાબત સમજાવતાં કહ્યું છે કેઃ “જ્યારે યોગી બીજાની પાસેથી કાંઈ લેવું જ નહિ એવા સંકલ્પનું પાલન કરે છે, ત્યારે તેનું મન બીજાઓની અસરમાંથી મુક્ત થઈ સ્વતંત્ર તથા શુદ્ધ બને છે, કારણ કે દાન ગ્રહણ કરવાની સાથે દાન આપનારનાં પાપ તેમ જ અવગુણની અસરોનો પણ આપોઆપ જ સ્વીકાર થઈ જાય છે, અને મન ઉપર તેના એક પછી એક એવાં અનેક આવરણ જામતાં ચાલી મન તેની અંદર રૂંધાઈ જાય છે. પરિગ્રહનો ત્યાગ કરવાથી એ પ્રમાણે થતું અટકે છે અને મન નિર્મળ થઈ જાય છે. આથી જે જે લાભ થાય છે તેમાં પૂર્વજન્મનું સ્મરણ એ મુખ્ય છે.” શ્રીમદ્ ભગવદ્ગીતામાં કહ્યું છે કે : “વિષયો અને ઇંદ્રિયોના સંયોગમાંથી જન્મનારું સુખ શરૂઆતમાં અમૃત જેવું પણ પરિણામે ઝેર જેવું છે, અને તેવા સુખને રાજસ્ સુખ કહેવાય છે.... જૈન દર્શન પણ કહે છે કે: સંયોરાકૂટ ન જુત્તા દુવંશવરંપરા–અર્થાત્ નાશ પામનારી વસ્તુઓનો સંયોગ જ દુ:ખરૂપ વૃક્ષનું મૂળ છે. ભોગ્ય પદાર્થો સાથેનો સંબંધ દુઃખમાં પરિણમ્યા સિવાય નથી રહેતો તે સંબંધમાં વિષ્ણુપુરાણમાં કહ્યું છે કેઃ यावन्तः कुरुते जन्तुः सम्बन्धान्मनसः प्रियान् । तावन्तोऽस्य निखन्यन्ते हृदये शोकशङ्कवः॥ ૩ તત્ત્વાર્થ સૂત્ર અધ્યયન ૭-૧૨. જ્ઞાનસાર (અષ્ટક. ૨૫–૧). ડૉ. ભગવાનદાસ મહેતાનું યોગદષ્ટિસમુચ્ચય: પાન ૩૦૯ પાતંજલ યોગસૂત્ર : ૨-૩૯ સ્વામી વિવેકાનંદ ભા. ૧૦-૧૧ (સ. સાહિત્યવર્ધક કાર્યાલય, શ્રીમદ્ ભગવદ્ગીતા (૧૮-૩૮) ૬ ૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8