Book Title: Papnu mul Parigraha
Author(s): Mansukhlal T Mehta
Publisher: Z_Mahavir_Jain_Vidyalay_Suvarna_Mahotsav_Granth_Part_1_012002.pdf and Mahavir_Jain_Vidyalay_Suvarna_
Catalog link: https://jainqq.org/explore/230157/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ પાપનું મૂળ ઃ પરિગ્રહ મનસુખલાલ તારાચંદ મહેતા “ પરિગ્રહ’ શબ્દમાં “ર” ઉપસર્ગ છે, અને તેનો અર્થ “ચારે તરફનું” એવો થાય છે. તેની સાથે પ્રદુ ધાતું સ્વીકાર કે અંગીકારના અર્થમાં છે. એટલે ચારે તરફથી વસ્તુનો સ્વીકાર કે સંગ્રહ કરવાની રીતને “પરિગ્રહ' કહેવામાં આવે છે. પરિગ્રહ એ પાપ છે. જૈન દર્શનમાં પાપનો મુખ્ય સંબંધ વૃત્તિ સાથે છે. તેથી કરીને મમત્વબુદ્ધિથી પદાર્થો કે વસ્તુઓને સંગ્રહ રાખવો અગર સંગ્રહ કરવાની ઈચ્છા કરવી, પ્રયત્ન કરવો, એ બધું પરિગ્રહનું સ્વરૂપ છે અને ધર્મશાસ્ત્રોમાં આવા પરિગ્રહને પાપના મૂળ તરીકે માનેલું છે. દશવૈકાલિક સૂત્રમાં કહેવામાં આવ્યું છે કેઃ “જેમ ભમરો વૃક્ષનાં વિવિધ ફૂલોમાંથી રસ ચૂસે છે અને પોતાની જાતને નભાવે છે છતાં ફૂલોનો વિનાશ કરતો નથી; અર્થાત્ ફૂલોને ઓછામાં ઓછી પીડા થાય તેમ વર્તે છે, તેમ શ્રેયાર્થી મનુષ્ય પણ પોતાની વ્યાવહારિક તમામ પ્રવૃત્તિઓ કરતાં પોતાના સહાયકો માંથી–પોતાના ગ્રાહકોરૂ૫ વિવિધ આલંબનોમાંથી એવી રીતે લાભ ઉઠાવવો ઘટે અને પોતાની જાતને એવી રીતે નભાવવી ઘટે જેથી એ પોતાના સહાયકરૂપ આલંબનોનો વિનાશ ન થઈ જાય–તેમની આજીવિકા જ ન છિનવાઈ જાય–તેઓ સમૂળગા ચૂસાઈ જઈ વિનાશ ન પામે.” ૧ . કલિકાળસર્વજ્ઞ શ્રીમદ્ હેમચંદ્રાચાર્ય યોગશાસ્ત્રમાં કહ્યું છે કે: “દુઃખના કારણરૂપ અસંતોષ, અવિશ્વાસ અને આરંભ આ સર્વ મૂછનાં ફળો છે એમ જાણુને પરિગ્રહનો નિયમ કરવો.”ર બાહથી ધનાદિકનો ત્યાગ કરાયેલો હોય પણ અંદરથી ઈચ્છા-તૃણા જીવન્ત હોય તો તે પણ એક પ્રકારનો પરિગ્રહ જ છે. બાહ્ય ત્યાગ શક્ય છે, પણ સાચી મહત્તા આંતર ત્યાગની છે. દશવૈકાલિક સૂત્રમાં કહ્યું છે કે : न सो परिग्गहो वुत्तो नायपुत्तेण ताइणा। मुच्छा परिग्गहो वुत्तो इइ वुत्तं महेसिणा।। ૧ ૨ પંડિત બેચરદાસકૃત “મહાવીર વાણી” (સૂત્ર ૭-૮). યોગશાસ્ત્ર અધ્યયન ૨-૧૦૬. Page #2 -------------------------------------------------------------------------- ________________ પાપનું મૂળ : પરિચહ : ૫૭ બાહ્ય ઋદ્ધિને દેખાવમાત્રને પરિગ્રહ નથી કહ્યો, પણ મૂરછ એ જ પરિગ્રહ છે. આસક્તિ એ જ સંસાર છે. શ્રી ઉમાસ્વામી મહારાજે તસ્વાર્થ સૂત્રમાં પરિગ્રહનું સ્વરૂપ સમજાવતાં મૂર્છા પુરિઝ:8 અર્થાત મૂછ જ પરિગ્રહ છે એમ લખ્યું છે. વસ્તુનો બાહ્ય ત્યાગ કર્યા સિવાય વિદ્યમાન વસ્તુમાં મૂછ ન થવી એ ભારે કઠિન કાર્ય છે, એટલે જ બાહ્યાંતર ત્યાગ આત્મહિતકારી છે. યોતિષશાસ્ત્રના નિયમાનુસાર દરેક ગ્રહો અમુક સમયના અંતરે એક રાશિમાંથી બીજી રાશિમાં જાય છે, પરંતુ “પરિગ્રહ” તો એવો ભયંકર ગ્રહ છે કે તે તેની રાશિમાંથી કદી પાછો ફરતો નથી. શ્રીમદ યશોવિજયજી મહારાજે પરિગ્રહરૂ૫ ગ્રહની વિલક્ષણતા બતાવતાં કહ્યું છે કે : “જે રાશિથી પાછો ફરતો નથી અને વકતાનો ત્યાગ કરતો નથી, જેણે ત્રણ જગતને વિડંબના કરી છે એવો આ “પરિગ્રહ” રૂપ ક્યો ગ્રહ છે? સર્વ ગ્રહોથી પરિગ્રહ ગ્રહ બલવાન છે. એની ગતિ કોઈએ જાણી નથી.” મહર્ષિ હરિભદ્રસૂરિ રચિત “યોગદષ્ટિસમુચ્ચય'ના વિવેચનમાં ડૉ. ભગવાનદાસ મહેતાએ “પરિગ્રહ શબ્દનો અર્થ સમજાવતાં લખ્યું છે કે : “જેમ જેમ આરંભ વધે છે, તેમ તેમ આરંભનો મિત્ર પરિગ્રહ પણ સાથોસાથ વૃદ્ધિ પામે છે. આ નામચીન “પરિગ્રહ’ પણ પોતાના નામ પ્રમાણે, જીવને પરિ’ એટલે ચોતરફથી ગ્રહે છે, પકડી લે છે, જકડી લે છે. પછી તો આ “ગ્રહ’ ભૂત અથવા દુષ્ટ ગ્રહ અગર મગર જેવા પરિગ્રહની જીવ પર જકડપકડ એવી તો મજબૂત હોય છે કે, તેમાંથી જીવને છૂટવા ધારે તો પણ હટવું ભારે પડે છે. તે પરિગ્રહ–બલા વળગી તો વળગી, કાઢવી મુશ્કેલ પડે છે. મોટા વ્યવસાયો આરંભનારા અથવા મોટી મોટી રાજ્યાદિ ઉપાધિ ધારણ કરનારા જનોનો આ રોજનો અનુભવ છે. પરિગ્રહની જંજાળમાં ફસેલા તે બાપડાઓને રાતે નિરાંતે ઊંઘ પણ આવતી નથી.” ૫ મહર્ષિ પાતંજલીએ પરિગ્રહનો ત્યાગ કરવાથી થતા ફાયદાઓ સંબંધમાં કહ્યું છે કે : રિઝસ્થ કર્મથન્તાખ્યો:૬ અર્થાત અપરિગ્રહની દૃઢતા થવાથી યોગીને પૂર્વજન્મનું જ્ઞાન થાય છે. સ્વામી વિવેકાનંદે આ બાબત સમજાવતાં કહ્યું છે કેઃ “જ્યારે યોગી બીજાની પાસેથી કાંઈ લેવું જ નહિ એવા સંકલ્પનું પાલન કરે છે, ત્યારે તેનું મન બીજાઓની અસરમાંથી મુક્ત થઈ સ્વતંત્ર તથા શુદ્ધ બને છે, કારણ કે દાન ગ્રહણ કરવાની સાથે દાન આપનારનાં પાપ તેમ જ અવગુણની અસરોનો પણ આપોઆપ જ સ્વીકાર થઈ જાય છે, અને મન ઉપર તેના એક પછી એક એવાં અનેક આવરણ જામતાં ચાલી મન તેની અંદર રૂંધાઈ જાય છે. પરિગ્રહનો ત્યાગ કરવાથી એ પ્રમાણે થતું અટકે છે અને મન નિર્મળ થઈ જાય છે. આથી જે જે લાભ થાય છે તેમાં પૂર્વજન્મનું સ્મરણ એ મુખ્ય છે.” શ્રીમદ્ ભગવદ્ગીતામાં કહ્યું છે કે : “વિષયો અને ઇંદ્રિયોના સંયોગમાંથી જન્મનારું સુખ શરૂઆતમાં અમૃત જેવું પણ પરિણામે ઝેર જેવું છે, અને તેવા સુખને રાજસ્ સુખ કહેવાય છે.... જૈન દર્શન પણ કહે છે કે: સંયોરાકૂટ ન જુત્તા દુવંશવરંપરા–અર્થાત્ નાશ પામનારી વસ્તુઓનો સંયોગ જ દુ:ખરૂપ વૃક્ષનું મૂળ છે. ભોગ્ય પદાર્થો સાથેનો સંબંધ દુઃખમાં પરિણમ્યા સિવાય નથી રહેતો તે સંબંધમાં વિષ્ણુપુરાણમાં કહ્યું છે કેઃ यावन्तः कुरुते जन्तुः सम्बन्धान्मनसः प्रियान् । तावन्तोऽस्य निखन्यन्ते हृदये शोकशङ्कवः॥ ૩ તત્ત્વાર્થ સૂત્ર અધ્યયન ૭-૧૨. જ્ઞાનસાર (અષ્ટક. ૨૫–૧). ડૉ. ભગવાનદાસ મહેતાનું યોગદષ્ટિસમુચ્ચય: પાન ૩૦૯ પાતંજલ યોગસૂત્ર : ૨-૩૯ સ્વામી વિવેકાનંદ ભા. ૧૦-૧૧ (સ. સાહિત્યવર્ધક કાર્યાલય, શ્રીમદ્ ભગવદ્ગીતા (૧૮-૩૮) ૬ ૮ Page #3 -------------------------------------------------------------------------- ________________ ૫૮ : શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ યથ અર્થાત્ માનવી પોતાના મનને પ્રિય લાગે તેવા જેટલા જેટલા ભોગ્ય પદાર્થો સાથે સંબંધ રાખે છે, તેટલા તેના હૃદયમાં શોકરૂપી ખીલાના આઘાત થાય છે. શ્રી શંકરાચાર્યે કહ્યું છે કે : મર્થનર્થ માવય નિયમુ–અર્થાત અનર્થકારી ધન જેની પાસે હોય છે, તેની બુદ્ધિ વિકૃત થઈ જાય છે. ચોરી, હિંસા, અસત્ય, દંભ, કામ, ક્રોધ, મદ, કપટ, ઘર, અવિશ્વાસ, સ્પર્ધા, ઘુત, વ્યભિચાર અને સુરાપાન જેવા વ્યસનો માણસોને અર્થનો અનર્થ રૂપે જ થાય છે. અઢાર પાપસ્થાનકો પૈકી સત્તર પાપોનું ઉદભવસ્થાન પણ એક રીતે તો પરિગ્રહ જ છે. ધન, ધાન્ય અને ધાતુના ઢગલામાં સુખ નથી, પણ જીવ તેમાં સુખની કલ્પના કરી બેઠો છે. કુતરો ત્યારે સુકા કઠણ હાડકાને ચાવે છે, ત્યારે તેના કોમળ મોંમાંથી લોહી નીકળે છે અને તે લોહી હાડકામાંથી આવે છે એવી એની કલ્પનાથી લોહીનો સ્વાદ તેને ઉત્તમ લાગે છે. માનવીના ભોગોને સુખને આકાર પણ મોટા ભાગે આવા જ પ્રકારનો હોય . મહર્ષિ પાતંજલીએ આ વાત વધુ સ્પષ્ટ રીતે સમજાવતાં કહ્યું છે કે : “વરિનામના સંસ્કારવૈવૃત્તિવિરોધ સુવમેવ સર્વ વિનિઃ ” ૯ અર્થાત વિષયોમાં પરિણામ દુ:ખ, તાપ દુ:ખ, તથા સંસ્કાર દ:ખ હોય છે, અને વિવેકીને મન તો સુખ અને દુઃખ બંને દુ:ખ રૂપ જ છે. સુખ પણ પરિણામે દુઃખ ઉત્પન્ન કરે છે. પદાર્થમાત્ર ત્રિગુણાત્મક છે. તેમાં સત્ત્વગુણ સુખરૂપ છે, રજોગુણ દુ:ખરૂપ છે અને તમોગુણ મોહરૂપ છે. આ ત્રણેય ગુણો એકમેકથી વિરુદ્ધ સ્વભાવવાળા છે. દાખલા તરીકે, દીવો પ્રકટાવવામાં દિવેલ, દિવેટ અને અગ્નિ ત્રણની આવશ્યકતા છે. આ ત્રણેય એકમેકથી ભિન્ન સ્વભાવવાળા છે, પણ છતાંય તેમના સહભાવથી જ દીપ પ્રકટે છે; તેમાંથી એકનો પણ અભાવ હોય તો પણ દીપ પ્રકટાવવામાં હરત આવે, તેવી રીતે સંસારમાં બધા પદાર્થો સત્વ, રજસ અને તમસ એમ ત્રિગુણાત્મક બનેલા છે. આથી કરીને, જ્યારે કોઈ પણ વિષય પદાર્થ પોતાના સત્ત્વગુણ અંશથી સુખ આપતો હોય, ત્યારે પણ તેમાં રજોગુણના અંશરૂપી દુઃખભાગ તેમ જ તમોગુણના અંશરૂપી મોહભાગ અપ્રકટપણે રહેલો જ હોય છે, અને તે ક્યારે પ્રકટ થશે તે કહી શકાય નહિ. તમામ વિષયપદાર્થોના સ્વરૂપથી આ દુ:ખરૂપતા છે. આ રીતે, પરિણામ દુઃખ, તાપ દુઃખ, સંસ્કાર દુઃખ અને સ્વરૂપ દુ:ખ આ ચાર પ્રકારની દુઃખરૂપતા દરેક વિષયપદાર્થમાં રહેલી છે. જે માણસ દેહાન્દ્રિયદિકમાં અહબુદ્ધિરહિત થઈ ગયો છે અને જે પોતાના આત્મામાં સ્થિત છે, તેને દેહની અપેક્ષાએ કોઈ પદાર્થની ઇચ્છા થતી નથી. પરિગ્રહ જેવી કોઈ વસ્તુ જ આવા માણસ માટે સંભવી શકતી નથી. પરિગ્રહથી માણસ મૂચ્છિત થાય છે અને મૂચ્છથી કર્મબંધ થાય છે, એટલે વિવેકી માણસ તો દ્રવ્યાદિરૂપ સર્વ પરિગ્રહનો ત્યાગ કરે છે; પણ દરેક માનવી આવો ત્યાગ ન કરી શકે એટલે તેણે રીતસરનું પરિગ્રહ પરિમાણ અવશ્ય કરવું જોઈએ. પોતાની જરૂરત કરતાં વધુ રાખી મૂકવું, દબાવી રાખવું એ સંઘરાખોરી છે, અને તેથી જ સમાજમાં અછત પેદા થાય છે. અછતમાંથી અનેક અનિષ્ટો ઊભાં થાય છે. ધર્મશાસ્ત્રોમાં પ્રતિષ્ઠા ધનને નહિ પણ સંયમને આપવામાં આવી છે. ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું છે કે: પ્રતિમાસે કોઈ દશ લાખ ગાયોનું દાન આપે તેના કરતાં પણ કશું નહિ આપનારનો માત્ર સંયમ શ્રેયસ્કર છે. ૧૦ ના-વારસ મનુષ્યના ધનને લઈ લેવા ઈચ્છતા ઇષકાર રાજાને ઉપદેશ આપતાં તેની રાણી કમલાવતીએ કહ્યું છે કે : “હે રાજન! તમને આખું જગત અથવા બધું જ ધન મળે તો પણ એ સર્વથી તમને સંતોષ થશે નહિ તેમ જ એ તમારું રક્ષણ પણ કરી શકશે નહિ.” ૧૧ ૯ યોગસૂત્ર : ૨- ૧૫ ૧૦ ઉત્તરાધ્યયન સૂત્ર (૯-૪૦) ૧૧ ઉત્તરાધ્યયન સૂત્ર (૧૪-૩૯) Page #4 -------------------------------------------------------------------------- ________________ પાપનું મૂળ પરિચહ ૫૯ ધર્મશાસ્ત્રોએ ધનની પ્રતિષ્ઠાના ગુણ નથી ગાયા, પણ લોકોએ જ ધનની મહત્તા વધારી દીધી છે. નવતત્વ પ્રકરણમાં પુણ્ય ભોગવવાના બેતાલીસ પ્રકારનું વર્ણન આવે છે, તેમાં સોનું, ચાંદી, હીરા-મોતી કે ધનધાન્યની પ્રાપ્તિ કોઈ અમુક પુણ્યપ્રકૃતિને આધીન છે તેવું દર્શાવેલું જોવામાં આવતું નથી. શ્રી મુનિસુંદરસૂરિજીએ કહ્યું છે કે : “જે પૈસા શત્રુને ઉપકાર કરનારા થઈ શકે છે, જે પૈસાથી સર્ષ, ઊંદર વગેરેમાં ગતિ થાય છે, જે પિતા મરણ, રોગ વગેરે કોઈ પણ આપત્તિઓ દૂર કરવાને શક્તિમાન નથી, તેવા પૈસા ઉપર તે મોહ શો ? ૧ર - વિવેક એટલે સત્ અને અસત્, અથવા નિત્ય અને અનિત્યને જુદા પાડવાની શક્તિ. આવા વિવેકી માનવીના સંબંધમાં ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું છે કે : ૪ષે મેજ પથેના વિશે ઈનહિg–અર્થાત્ પ્રાપ્ત થયેલાં કામ ભાગોમાં પણ વિવેકીને ઈરછા થતી નથી. માનવજાત દુ:ખના બોજા તળે રિબાઈ રહી છે તેના કારણમાં શ્રી અરવિંદે કહ્યું છે કે : Blows fall on all human beings, because they are full of desire for things that cannot last and they loose them or even if they get, it brings disappointment and cannot satisfy them; અર્થાત્ દુ:ખના ઘા દરેક માણસ પર પડે છે, કારણ કે તેઓ એવી વસ્તુની પાછળ પડે છે કે જે વસ્તુ નિત્ય રહેતી નથી, અને તેથી માણસો તેને ગુમાવી દે છે, અગર તે વસ્તુ મેળવ્યા પછી તેમને નિરાશા ઉત્પન્ન થાય છે, અગર તેઓને સંતોષ આપી શકતી નથી. ન્યાયવિશારદ મુનિ મહારાજ શ્રી ન્યાયવિજ્યજીએ કહ્યું છે કે : “સુખ (વૈષયિક) નિત્ય નથી, દકિયો નિત્ય નથી, ભોગો નિત્ય નથી, વિષયો નિત્ય નથી; અર્થાત આ સકલ પ્રપંચ વિનશ્વર છે; આસ્થા રાખવા લાયક કંઈ નથી. ૧૩ જગતના એક મહાન કવિ શેક્સપિયરે કહ્યું છે કે : “સોનું એ માનવના આત્મા માટે ખરાબમાં ખરાબ વિષ છે. આ દુઃખથી ભરેલી દુનિયામાં બીજા કોઈ પણ ઝેર કરતાં ધનનું ઝેર વધારે ખૂનોનું નિમિત્ત બને છે.” મહર્ષિ હરિભદ્રસૂરિજીએ ધર્મના માટે ધન પ્રાપ્ત કરવાની ઈચ્છા રાખનારાઓ માટે કહ્યું છે કે:-- धर्मार्थ यस्य वित्तेहा, तस्यानीहा गरीयसी । प्रक्षालनाद्धि पकस्य, दुरादस्पर्शनं घरम् ॥ અર્થાત ધર્મને માટે પૈસા મેળવવાની ઈરછા કરવી તેના કરતાં તેની ઈચ્છા ન જ કરવી એ વધારે સારું છે. પગે કચરો લાગ્યા પછી તેને ધોઈને સાફ કરવા કરતાં દૂરથી કાદવનો સ્પર્શ ન જ કરવો, એ વધારે સારું છે. ધર્મશાસ્ત્રોમાં કહ્યું છે કે : “જેમ જેમ લાભ થતો જાય, તેમ તેમ લોભ વધતો જાય.” લોભના આવા રહસ્યના કારણે શાસ્ત્રકારોએ ડહાપણ વાપરી દાનના મહિમાની વાતો લખી છે. સાચી રીતે તો દાન કરતાં ત્યાગનો જ મહિમા વધુ છે, અને તેથી જ કહેવામાં આવ્યું છે કે: પ્રાપાતુ સર્વાગાનાં ઘરત્યા વિાિધ્યતે–અર્થાત્ સર્વ કામોની પ્રાપ્તિ કરતાં તેનો ત્યાગ ચઢી જાય છે. ય વિનોબાજીએ આ ઉપર એક સરસ દૃષ્ટાંત આપતાં કહ્યું છે કે : એક માણસે પ્રામાણિકતાથી પૈસો મેળવ્યો હતો, પણ તેથી તેને સંતોષ ન હતો. પોતાના બંગલાના બગીચા માટે તેણે એક કૂવો ખોદાવ્યો. કવો ઘણો ઊંડો ગયો અને તેમાંથી મોટા જથ્થામાં પથ્થરો અને માટી નીકળ્યાં. આ ઢગલાનો ૧૨ અધ્યાત્મકપમ (અ. ૪–૨) ૧૩ અધ્યાત્મતવાલોક (પ-૧૬) Page #5 -------------------------------------------------------------------------- ________________ ૧૦ : શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ રથ એક ડુંગર જ બન્યો. તે પોતાના મનમાં વિચારવા લાગ્યો : “મારી તિજોરીમાં પણ પૈસાનો એવો જ એક ડુંગર ભેગો થયો છે. તેને લીધે બીજે ક્યાંક એવડો જ મોટો ખાડો તો નહિ પડ્યો હોય ?” વિચારનો ધકકો વીજળીના આંચકા જેવો હોય છે. આટલા વિચારથી તેની ઊંઘ ઊડી ગઈને તે જાગ્યો; એ કૂવો જ તેને ગુર બન્યો. તે કુવા પાસેથી તેને જે મંત્ર મળ્યો તેની કસોટી ઉપર તેણે પોતાની પ્રામાણિકતા ઘસી જોઈ. પણ તે પૂરતા કસની નથી એમ તેને જણાયું. “વેપારી પ્રામાણિકતા” મેં જાળવી હોય તોય આવા રેતીના પાયા ઉપર મારું ઘર કેટલું ટકવાનું?” આ વિચાર તેને ઝોડ જેમ વળગ્યો. આખરે, પથ્થર અને માટી તથા માણેક અને મોતી એમાંનો તફાવત તેને દેખાતો બંધ થયો. “નકામો કચરો સંધરી રાખવામાં શો અર્થ છે?” એવો વિચાર કરીને તે એક દિવસ સુંદર પરોઢિયે ઊઠ્યો. બધી સંપત્તિ તેણે ગધેડાની પીઠ ઉપર લાદી અને તે લઈ ને તે ગંગાને કિનારે પહોંચ્યો. “હે માતા ! મારું પાપ ધોઈ નાખ” એમ કહી તેણે એ બધી કમાણી ગંગામાતાના ખોળામાં ઠાલવી દીધી અને સ્નાન કરીને મુક્ત થયો. લોકોને આ વાતની ખબર પડતાં તેને જ્યારે પૂછતાં કે “તમારા અઢળક ધનનું દાન પણ ન કર્યું?” ત્યારે જવાબ આપતાં તે કહેતો : “કચરાનું તે કાંઈ દાન કરવાનું હોય ?” એક ધનવાન માણસે જ્યારે શ્રી કૃષ્ણમૂર્તિને પૂછયું કે : “મારી પાસે પુષ્કળ પૈસા છે તેનો સદુપયોગ કેમ કરવો?” ત્યારે તેણે જવાબ આપતાં તેને કહ્યું કે ઃ શોષણ દ્વારા, નિર્દયતા દ્વારા, જંગલી પણ ધારા તમે પૈસા મેળવો છો. આધુનિક જગતમાં માણસ પિસા સંપાદન કરવા બહાર પડે તો એને હોશિયાર, લુચ્ચા, અપ્રામાણિક, નિર્દય થવાની જરૂર પડે છે. જે, મને પૈસા ભેગા કર્યા છે તે મન ઉદાર નથી; એ નિષ્ફર મન છે, અને એ મન ધૂળ વસ્તુનો સ્થૂળ ભૂમિકા પર જ વિચાર કરી શકે.' પુણિયા શ્રાવકના ત્યાગની વાત જૈન સાહિત્યમાં બહુ પ્રસિદ્ધ છે. તેને થયા પચીસો વર્ષ થઈ ગયાં હોવા છતાં તેનું નામ જૈન સાહિત્યમાં અમર રહ્યું છે. પણિયા શ્રાવક પાસે કોઈ દોલત ન હતી કે તેણે એવું કોઈ દાન પણ કર્યું ન હતું; તેણે કોઈ તીર્થનો જીર્ણોદ્ધાર કરાવ્યો ન હતો કે કોઈ મંદિર બંધાવેલું નથી. તેની કુલ મૂડી આજના પંચોતેર પૈસા જેટલી હતી. તેનું ચારિત્ર અને અપરિગ્રહવૃત્તિ જોઈ કોઈ ચમત્કારી મહાત્મા પુરુષ તેની પર ભારે ખુશ થયો અને પારસમણિના સ્પર્શવડે પુણિયો શ્રાવક અને તેની પત્ની ન જાણે તેમ તેના ઘરના લોઢાના તવાને સુવર્ણનો બનાવી દીધો. પુણિયા શ્રાવકને આ વાતની ખબર પડી એટલે તે બહુ નારાજ થયો અને સોનાના તવાને સ્પર્શ પણ ન કરતાં ઉકરડામાં દટાવી દીધો. જનો લોઢાનો તો પારસમણિના પાપે ગયો, એટલે પતિપત્નીએ ત્રણ દિવસના ઉપવાસ કર્યો અને ખાવાના ખોરાકના પદાર્થોની બચતમાંથી નવો નવો લીધો. પછી તો આ વાત જ્યારે પિતા મહાત્માએ જાણી ત્યારે પુણિયા શ્રાવક પાસે આવી પોતે કરેલાં અપરાધની માફી માગી. વસ્તુઓ-પદાર્થોનો પરિગ્રહ તેમ જ તેમાં રહેલી મમત્વબુદ્ધિ માણસને વિનાશના પંથે દોરી જાય છે. આ વાત બધા ધર્મશાસ્ત્રોમાં જોવામાં આવે છે. બાઈબલમાં લખ્યું છે કે : એક ધનવાને ઈસુની પાસે આવી પોતાને થતી અશાંતિની ફરિયાદ કરી અને શાંતિનો માર્ગ બતાવવા વિનંતિ કરી. ઈસુએ તેને કહ્યું: “ધર્મના માર્ગે જવાથી સુખ મળે છે. કોઈ જીવની હત્યા ન કરવી, અસત્ય ન બોલવું, ચોરી ન કરવી, વ્યભિચાર ન સેવવો, માબાપને માન આપવું—આ બધા ધર્મનું પાલન કરવાથી શાંતિ પ્રાપ્ત કરી શકાય છે.” આ ઉપદેશ સાંભળી પેલા ધનવાને કહ્યું : “આ બધું તો હું નાનપણથી કરતો આવ્યો છું, પણ તેમ છતાં શાંતિ નથી મળતી.” ધનવાનની આવી વાત સાંભળી ઈસુએ તેને કહ્યું : “તું હજુ એક વાતમાં અધુરો છે. તારું ધન દરિદ્રીઓને આપી દે અને પછી શાંતિ માટે મારી પાસે આવજે. તું કદાચ જાણતો નહિ હશે કે ઊંટને સોયના નાકામાંથી પસાર કરવાનું કદાચ શક્ય બને, પણ જેની પાસે સંપત્તિ છે તેના માટે દેવના રાજયમાં પ્રવેશ કરવાનું તો શક્ય નથી જ. ધનવાને ઈસુની આજ્ઞાનું પાલન કર્યું અને તેને શાંતિ મળી ગઈ Page #6 -------------------------------------------------------------------------- ________________ પાપનું મૂળઃ પરિગ્રહ : ૧ આજે તે આપણું ચારે બાજુ જુદી જ પરિસ્થિતિ પ્રવર્તી રહેલી જોવામાં આવે છે. વર્તમાન ઔદ્યોગિક વિકાસના ભૂતે તેમ જ જીવનધોરણ ઊંચે અને ઊંચે લઈ જવાના પ્રયત્નોમાં નૈતિક દૃષ્ટિએ આપણું જીવન નીચે અને નીચે જઈ રહ્યું છે. માનવી પૈસાનો પૂજારી બની ગયો છે. ખાધાખોરાકીની ચીજોમાં તેમ જ દવાઓ અને દરરોજના વપરાશની વસ્તુઓમાં માલની હલકાઈ અને બનાવટ, દરેક બાબતમાં કાળાં નાણાંનો વ્યવહાર, દાણચોરીના ધંધા તેમ જ સરકારને કરવેરા ભરવામાં થતી છેતરપિંડી–આ બધી વસ્તુઓએ હવે માજા મૂકી છે, અને બધાંનું પરિણામ કેવું ભયંકર આવશે તેની ક૯૫ના કરતાં પણ હૃદયને ભારે આંચકો લાગે તેવું છે. વિષ્ણુપુરાણમાં લખ્યું છે કે : “જ્યારે સમાજમાં સંપત્તિને જ પ્રતિષ્ઠા મળે, ધનને જ ધર્મનું સાધન ગણવામાં આવે, વિષયવાસનાની તૃપ્તિને જ લગ્નનો હેતુ માનવામાં આવે, સ્ત્રીને ઉપભોગનું સાધન માનવામાં આવે, જનોઈને બ્રાહ્મણત્વનું લક્ષણ માનવામાં આવે ત્યારે સમજી લેવું કે કલ્કી અવતાર થવાનો છે.” ૧૪ વર્તમાનકાળે તો લોકોને એમ લાગે છે કે ધન હશે તો જ સોયના નાકા જેવા સ્વર્ગના સાંકડાં દ્વારમાંથી પસાર થઈ શકાશે. લોકો ધનને જ સ્વર્ગમાં જવાનો પરવાનો માની બેઠા છે. જૂની દુનિયાના મૂર્ખ લોકો પૈસાને જ પરમેશ્વર માનતા, પણ આજની નવી દુનિયાની ભારે કણતા તો એ છે કે ડાહ્યા ગણાતા લોકોએ પણ પરમેશ્વરને પૈસાનો ગુલામ બનાવી દીધો છે. આપણાં તીર્થસ્થાનો અને દેવમંદિરોમાં ભગવાનની પ્રતિમાની પ્રથમ પૂજાના સંપૂર્ણ અધિકાર ધનવાન લોકોના માટે જ રિઝર્વ હોય છે, કારણ કે ઉછામણીની બોલીમાં એ લોકો જ ધંધામાં દાવની માફક મોખરે ઊભા રહી શકે છે. આપણા મોટા ભાગનાં ધાર્મિક અનુષ્ઠાનોમાં, ઉપધાનની માળા પહેરવામાં, પર્યુષણમાં સ્વપ્નાંઓને માળા પહેરાવવાની ઘીની બોલીમાં, પ્રતિષ્ઠા મહોત્સવ વખતે તીર્થકરોના માતાપિતા બનવા માટેની ઉછામણીની બોલીમાં– અને આવાં બીજાં અનેક ધર્મકાર્યોમાં ધનવાનોની જ બોલબાલા હોય છે. પરંતુ આવી બધી પ્રથાઓ અને પદ્ધતિના કારણે આપણી યુવાન પ્રજામાંથી આવી બધી શુભ ક્રિયાઓ તરફ શ્રદ્ધા અને વિશ્વાસ ઓછા અને ઓછા થતા જાય છે તેનું આપણને ભાન નથી. જૂનવાણી, રૂઢિચુરસ્ત અને અંધશ્રદ્ધા ધરાવતા લોકોને એમ લાગે છે કે આજનું શિક્ષણ આપણી યુવાન પ્રજાને ઊંધા રસ્તે દોરવી ધર્મવિમુખ બનાવી રહ્યું છે; પણ ખરી હકીકત તો એ છે કે મંદિરો અને ઉપાશ્રયોને આપણે માત્ર ફંડફાળા એકઠાં કરવાનાં ધામ બનાવી રહ્યાં છીએ. જે જૈન દર્શને પરિગ્રહના પાપ વિષે વધુમાં વધુ પ્રકાશ આપ્યો છે, એ જ જૈન દર્શનના અનુયાયીઓનાં ઘરમાં અને ધર્મસ્થાનકોમાં પણ પરિગ્રહનું પ્રમાણ મોટા પ્રમાણમાં વધતું અને વધતું જોવામાં આવે છે; આનાથી વિશેષ કરણ અધ:પતન બીજું કયું હોઈ શકે ? સ્વતંત્ર ભારતની આપણી ઊગતી પ્રજા આવી બધી નબળાઈઓ અને દોષો મૂગામોઢે સહન કરી લેશે એમ વિચારવું એ મોટામાં મોટી બેવકૂફી છે. દેરાસરોમાં તીર્થકરોના નામ જોડી ધર્મના નામે આપણે પેઢીઓ સ્થાપીએ છીએ, અને તેના ટ્રસ્ટીઓ અને વહીવટ કરનારાઓ ધંધાદારી પેઢીની માફક પેઢીના ફંડો વધારવામાં ધ્યાન આપતાં હોય છે. એક વિદ્વાન જૈન સાધુ એક વખત કહેતા હતા કે ઉપાશ્રયમાં સાધુઓને ચોમાસુ રાખવાની બાબતમાં વહીવટ કરનારાઓની દૃષ્ટિ સાધુના રહેવાનાં કારણે થતી આવકજાવક એટલે કે નફાતોટાની પર જ હોય છે. આ રીતે, આપણું પવિત્ર ધર્મસ્થાનકો ધંધાદારી પેઢીમાં પલટાતાં આપણે જોઈ રહ્યા છીએ. બધી જ ધાર્મિક ક્રિયાઓ અને તમામ ધર્મઅનુદાનો શુભ જ अर्थ एव अभिजनहेतुः, धनमेवाशेषधर्महेतुः, अभिरुचिरेव दाम्पत्यसंबंध हेतुः, अनृतमेव व्यवहारजन्य हेतुः स्त्रीत्वमेव उपभोगहेतुः ब्रह्मसूत्रमेव विप्रत्वहेतुः लिंगधारणमेव आश्रमहेतुः । Page #7 -------------------------------------------------------------------------- ________________ ૬૨ : શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ ગ્રન્થ હોય છે એમાં શંકા નથી, પણ તેની પાછળનું મુખ્ય ધ્યેય જીવનશુદ્ધિ હોવું જોઈએ, અર્થવૃદ્ધિ નહિ વર્તમાનકાળની ધાર્મિક ક્રિયાઓ અને અનુષ્ઠાનો પણ શુભ હોવા છતાં જીવનશુદ્ધિના મુખ્ય ધ્યેયને બદલે તેમાં અર્થવૃદ્ધિનું તત્વ જોવામાં આવે છે, અને તેથી જ આવી ક્રિયાઓ પ્રત્યે આપણુ યુવાન ભાઈબહેનો આદરને બદલે ધૃણાની દષ્ટિએ જોવા લાગ્યા છે. ભારતના રાષ્ટ્રપતિ અને દર્શનશાસ્ત્રના પ્રખર પંડિત શ્રી રાધાકૃષ્ણને તેના એક પુરતકમાં લખ્યું છે કે : સંપત્તિ એ જ સર્વસ્વ નથી, એ સઘળી ઉત્તમ વસ્તુઓ નથી ખરીદી શકતી. મનનું અને આત્માનું સુખ, સંતોષ અને સભાવ જેવી અતિશય ઈચ્છનીય વસ્તુઓ પૈસા વડે ખરીદી શકાતી નથી. જીવનમાં કેવળ ઉપયોગિતાવાદનું જ નથી ચાલતું. માણસો કાંઈ માત્ર મજૂરો અથવા પૈસા પેદા કરનારા જ નથી; તેઓ માનવ પ્રાણી છે અને સૌંદર્ય–પ્રેમ અને મનની કેળવણી જેવી માનવભાવનાઓ તેમને આકર્ષે છે. જ્યાં સુધી આપણને ચિત્તની શાંતિ અને સ્વતંત્રતા ન મળે, ત્યાં સુધી બાહ્ય શિષ્ટતા આપણને કશા કામમાં નથી આવવાની. માણસની ભૌતિક સ્થિતિ સુધારવાની ઉત્કંઠામાં આપણે સામાજિક પ્રણાલિકાઓમાં પરિવર્તન કરવા ઉપર અને આધુનિક જીવનની જટિલ વ્યવસ્થાનું બાહ્ય સ્વરૂપ સુધારવા ઉપર ભાર દઈ રહ્યા છીએ, પણ માણસની ઈચ્છિત વસ્તુના ગુણમાં અને પરિમાણમાં જ્યાં સુધી સુધારો નહિ થાય, ત્યાં સુધી સામાજિક પ્રણાલિકાઓમાં અને વ્યવસ્થામાં ગમે તેટલા સુધારા કર્યું કંઈ જ વળવાનું નથી.' જૈન સમાજના બહુશ્રુત અને એક આદર્શ સાધ્વીજી પૂ૦ ઉજજવળકુંવરજીએ પરિગ્રહના વિષય પર વ્યાખ્યાન આપતાં એક વખત કહેલું કે : “ હજારો વર્ષોથી અપરિગ્રહનો ઉપદેશ અપાઈ રહેલ છે, છતાં હજુ સમાજમાં અપરિગ્રહની પ્રતિષ્ઠા થવા પામી નથી, તે રણ શું? આ એક અણઉકેલ પ્રશ્ન છે. સમાજમાં અહિંસાની પ્રતિષ્ઠા થવા પામી છે અને હિંસા પ્રત્યે ઘણા જોવામાં આવે છે. પહેલા વતનો ભંગ કરનાર હિંસક, કસાઈ સન્માનનીય નથી; ચોથા વ્રતની મર્યાદાનો ભંગ કરનાર દુરાચારી સમાજમાં આદરને પાત્ર નથી; બીજા અને ત્રીજા વ્રતનો ભંગ કરનાર અર્થાત્ જૂઠી લખાણ લખનાર કે ચોરી કરનાર શિક્ષાને પાત્ર બને છે. આ રીતે અન્ય વ્રતનો ભંગ કરનાર સમાજમાં પ્રતિષ્ઠા ગુમાવે છે અને કાયદાની દષ્ટિએ પણ સજાને પાત્ર બને છે; ત્યારે પ્રશ્ન એ ઉદ્દભવે છે કે પાંચમાં અપરિગ્રહ વ્રતનો ભંગ કરનાર અને અમર્યાદિતપણે પરિગ્રહ એકત્ર કરનાર, સમાજમાં ઘણાને પાત્ર કે શિક્ષાને પાત્ર કેમ નહિ ? તેથી ઊલટું, જેમ વધુ પરિગ્રહી તેમ તે સમાજમાં વધુ સન્માનને પાત્ર બને છે તેનું કારણ શું? પરિગ્રહ પ્રતિ આદર જ અનર્થનું મૂળ છે; ધનવાનને માત્ર ધનને કારણે જ્યાં સુધી સન્માન બન્યા કરશે, ત્યાંસુધી માનવીના હૃદયમાંથી દ્રવ્યલોભ નાશ નહિ પામે. પરિગ્રહ પ્રત્યે સમાજમાં જે આદરવૃત્તિ છે તે તો દૂર થવી જ જોઈએ.” પૂજય કેદારનાથજીએ પણ આવો જ અભિપ્રાય દર્શાવતાં એક લેખમાં કહ્યું છે કે : “પાપોથી મેળવેલા ધનથી ધનવાન થયેલાઓને આપણે આદર અને માન પ્રતિષ્ઠા આપીએ છીએ; કારણ કે આપણે સાર્વજનિક કામો માટે, મોટાં મોટાં મંદિરો બાંધવા માટે, એના મોટા આઈબરયુક્ત ઉત્સવો ઉજવવા માટે પૈસા ભેગા કરવા તેમની જ પાસે જવું પડે છે. પરંતુ આવા આપણા વર્તનથી તેમના પાપમાં આપણે પણ ભાગીદાર થઈએ છીએ, એ વાત ભૂલી ગયે ચાલશે નહિ.” નીતિશતકના એક શ્લોકમાં ભર્તુહરિ જેવા મહાન યોગીએ પણ કટાક્ષવાણીમાં કહ્યું છે કે : “જેની પાસે પૈસો હોય છે, તે જ માણસ કુલીન ગણાય છે, પંડિત ગણાય છે. શાસ્ત્રજ્ઞ ગણાય છે; ગુણજ્ઞ, વક્તા અને સુંદર ગણાય છે. ટૂંકામાં સર્વે ગુણ સુવર્ણને આશ્રયે રહે છે.” મનોવિજ્ઞાનની દૃષ્ટિએ આ બાબત પર વિચાર કરતાં એમ લાગે છે કે સમાજના મોટા ભાગના લોકોના મનમાં પરિગ્રહી લોકો પ્રત્યે જે સન્માન અને આદરની લાગણી જોવામાં આવે છે, તેના મૂળ Page #8 -------------------------------------------------------------------------- ________________ પાપનું મૂળ : પરિગ્રહ : 13 કારણમાં એમ અનુમાન કરી શકાય કે આવા લોકોના મનમાં પણ ઊંડે ઊંડે ધન અને દોલત પ્રત્યેની આસકિત સુખ અગર જાગ્રત અથવા બંને અવસ્થામાં પડેલી જ હોય છે. માનવમાત્રનું મન બે વિભાગમાં વહેંચાયેલું હોય છે. મનનાં ઉપલા પડને આપણે જાગ્રત મન કહીએ છીએ જેને જૈન પારિભાષિકમાં બાહ્ય મન કહેવામાં આવે છે. પરિગ્રહ પરિમાણ તેમ જ અન્ય વ્રતો અને વિધવિધ નિયમો દ્વારા બાહ્ય મનનું ઘડતર, નિયમન કરી શકાય પણ જાગ્રત કે આંતરમનમાં એ સમજ જાગ્રત ન થઈ હોય તો આવો ભાણસ સમજ પ્રમાણે વર્તન કરી શકતો નથી, અગર તેની સમજ એકસરખી ટકી રહી શકતી નથી. આથી જ જાગ્રત તેમ જ આંતરમન વચ્ચે ઐક્યતા સાધી શકાય તો જ માણસ તેના આદર્શો પ્રમાણે જીવન જીવી શકે છે. જૈન ધર્મશાસ્ત્રોએ પરિગ્રહના મુખ્ય બે વિભાગો બતાવ્યા છે. એક બાહ્ય અને બીજો આત્યંતર. બાહ્ય પરિગ્રહના દશ પ્રકારો છે: ઘર, ખેતર, ધન, ધાન્ય, નોકર-ચાકર, પશુ (ધોડા, ગાય ઇ.), શયનાસન, વાહન (ગાડી, સવારીના સાધનો), ઘરવખરી, અને ધાતુ તથા માટીનાં વાસણ–આ બધાંનો સમાવેશ રગ્રહમાં થાય છે. બાહ્ય પરિગ્રહના પદાર્થોમાં મુખ્યત્વે સ્વજન, ધન, ધાન્ય, સ્ત્રી, પશુ, પુત્ર, પુર, ખાણ, ઘર, નોકર, માણેક, હીરા, રત્ન, સોનું, રૂપું, શય્યા, વસ્ત્ર, આભરણ વગેરે આવી જાય છે. આત્યંતર પરિગ્રહ ચૌદ છે : મિથ્યાત્વ, પુરુષદ, સ્ત્રીવેદ, નપુંસકવેદ, હાસ્ય, રતિ, અરતિ, શોક, ભય, જુગુપ્સા, ક્રોધ, માન, માયા, અને લોભ-આ ચૌદ આવ્યંતર પરિગ્રહ છે. ધર્મશાસ્ત્રોમાં સર્વ પરિગ્રહનો ત્યાગ ઉપર ભાર આપતાં કહ્યું છે કે : સર્વસંપરિત્યા ત્ય શ્રીકિના–અર્થાત દુ:ખથી સદંતર દૂર રહેવાની ઈચ્છાવાળાએ સમસ્ત પ્રકારનો પરિગ્રહ એટલે કે સર્વ પદાથોનો સંગ છોડી દેવો જોઈએ. સમસ્ત જગત આજે કાંતા અને કનકના સૂત્રથી બંધાયેલું જે આવે છે, અને સંસારના તમામ દુ:ખોનું કારણ પણ આ જ છે. એક તરફ ધનવાનોને ત્યાં મોજશોખના પદાર્થો અને ખાવાની વસ્તુઓનો પાર નથી; ત્યારે બીજી તરફ ખાવાની તેમ જ પહેરવા-ઓઢવાની વસ્તુઓના અભાવે લાખો લોકો ભૂખે મરે છે અને ટાઢે કરે છે. આ વિષમતા જવી જ જોઈએ. વર્તમાન જગતમાં પરિગ્રહ પરિમાણનું ક્ષેત્ર હવે આપણે વિસ્તારવું પડશે. શરીરમાં જરૂરી પ્રમાણ કરતાં વધુ શક્તિ પેદા થવી એ પણ પરિગ્રહનો એક પ્રકાર છે. આવા પરિગ્રહમાંથી કામ અને અન્ય વિકારો ઉત્પન્ન થાય છે. આ દષ્ટિએ માણસ જેટલો પરિશ્રમ અને મહેનત કરતો હોય તેટલા જ પ્રમાણમાં તેણે ખોરાક લેવો જોઈએ. આ નિયમનું પાલન નથી થતું એટલે જ આજની દુનિયામાં અનેક પ્રકારના રોગો વધ્યા છે. ડાયાબીટીઝ, લોહીનું દબાણ, અને હૃદયરોગ આજે સામાન્ય દર્દો જેવાં થઈ ગયાં છે. ધનવાન લોકોને કામ નથી કરવું, પણ તેમ છતાં બધી જાતના સ્વાદ માણવા છે. આના પરિણામે વૃક્ષ પરના પાકાં ફળોમાં જેમ સડો થાય છે તેમ ધનવાન વર્ગમાં પણ સડો થઈ ગયો છે. આવા સડાનું મુખ્ય કારણ પરિગ્રહ છે, અને સડાનું પ્રમાણ પણ બહુધા પરિગ્રહ પ્રમાણે છે. પરિગ્રહની વ્યાખ્યા કરતાં મહાત્મા ગાંધીજીએ તો ચોકખું જ કહ્યું છે કે : “જે વિચાર આપણને ઈશ્વરથી વિમુખ રાખે છે, અથવા ઈશ્વર પ્રતિ ન લઈ જતા હોય તે બધા પરિગ્રહમાં ખપે, અને તેથી ત્યાય છે.” શ્રી યશોવિજ્ય ઉપાધ્યાયજીએ સાચું જ કહ્યું છે કે : सुखिनो विषयतृप्ता, नेन्द्रोपेन्द्रादयोऽप्यहो। भिक्षुरेकः सुखी लोके, ज्ञानतृप्तो निरञ्जनः॥ અસંતુષ્ટ પરિગ્રહ ભર્યા, સુખીયા ન ઈદ ન રીંદ, સલુણે; સુખી એક અપરિગ્રહી, સાધુ સુજસ સમકંદ, લુણે; પરિગ્રહ મમતા પરિહરો.