Book Title: Papnu mul Parigraha
Author(s): Mansukhlal T Mehta
Publisher: Z_Mahavir_Jain_Vidyalay_Suvarna_Mahotsav_Granth_Part_1_012002.pdf and Mahavir_Jain_Vidyalay_Suvarna_

View full book text
Previous | Next

Page 8
________________ પાપનું મૂળ : પરિગ્રહ : 13 કારણમાં એમ અનુમાન કરી શકાય કે આવા લોકોના મનમાં પણ ઊંડે ઊંડે ધન અને દોલત પ્રત્યેની આસકિત સુખ અગર જાગ્રત અથવા બંને અવસ્થામાં પડેલી જ હોય છે. માનવમાત્રનું મન બે વિભાગમાં વહેંચાયેલું હોય છે. મનનાં ઉપલા પડને આપણે જાગ્રત મન કહીએ છીએ જેને જૈન પારિભાષિકમાં બાહ્ય મન કહેવામાં આવે છે. પરિગ્રહ પરિમાણ તેમ જ અન્ય વ્રતો અને વિધવિધ નિયમો દ્વારા બાહ્ય મનનું ઘડતર, નિયમન કરી શકાય પણ જાગ્રત કે આંતરમનમાં એ સમજ જાગ્રત ન થઈ હોય તો આવો ભાણસ સમજ પ્રમાણે વર્તન કરી શકતો નથી, અગર તેની સમજ એકસરખી ટકી રહી શકતી નથી. આથી જ જાગ્રત તેમ જ આંતરમન વચ્ચે ઐક્યતા સાધી શકાય તો જ માણસ તેના આદર્શો પ્રમાણે જીવન જીવી શકે છે. જૈન ધર્મશાસ્ત્રોએ પરિગ્રહના મુખ્ય બે વિભાગો બતાવ્યા છે. એક બાહ્ય અને બીજો આત્યંતર. બાહ્ય પરિગ્રહના દશ પ્રકારો છે: ઘર, ખેતર, ધન, ધાન્ય, નોકર-ચાકર, પશુ (ધોડા, ગાય ઇ.), શયનાસન, વાહન (ગાડી, સવારીના સાધનો), ઘરવખરી, અને ધાતુ તથા માટીનાં વાસણ–આ બધાંનો સમાવેશ રગ્રહમાં થાય છે. બાહ્ય પરિગ્રહના પદાર્થોમાં મુખ્યત્વે સ્વજન, ધન, ધાન્ય, સ્ત્રી, પશુ, પુત્ર, પુર, ખાણ, ઘર, નોકર, માણેક, હીરા, રત્ન, સોનું, રૂપું, શય્યા, વસ્ત્ર, આભરણ વગેરે આવી જાય છે. આત્યંતર પરિગ્રહ ચૌદ છે : મિથ્યાત્વ, પુરુષદ, સ્ત્રીવેદ, નપુંસકવેદ, હાસ્ય, રતિ, અરતિ, શોક, ભય, જુગુપ્સા, ક્રોધ, માન, માયા, અને લોભ-આ ચૌદ આવ્યંતર પરિગ્રહ છે. ધર્મશાસ્ત્રોમાં સર્વ પરિગ્રહનો ત્યાગ ઉપર ભાર આપતાં કહ્યું છે કે : સર્વસંપરિત્યા ત્ય શ્રીકિના–અર્થાત દુ:ખથી સદંતર દૂર રહેવાની ઈચ્છાવાળાએ સમસ્ત પ્રકારનો પરિગ્રહ એટલે કે સર્વ પદાથોનો સંગ છોડી દેવો જોઈએ. સમસ્ત જગત આજે કાંતા અને કનકના સૂત્રથી બંધાયેલું જે આવે છે, અને સંસારના તમામ દુ:ખોનું કારણ પણ આ જ છે. એક તરફ ધનવાનોને ત્યાં મોજશોખના પદાર્થો અને ખાવાની વસ્તુઓનો પાર નથી; ત્યારે બીજી તરફ ખાવાની તેમ જ પહેરવા-ઓઢવાની વસ્તુઓના અભાવે લાખો લોકો ભૂખે મરે છે અને ટાઢે કરે છે. આ વિષમતા જવી જ જોઈએ. વર્તમાન જગતમાં પરિગ્રહ પરિમાણનું ક્ષેત્ર હવે આપણે વિસ્તારવું પડશે. શરીરમાં જરૂરી પ્રમાણ કરતાં વધુ શક્તિ પેદા થવી એ પણ પરિગ્રહનો એક પ્રકાર છે. આવા પરિગ્રહમાંથી કામ અને અન્ય વિકારો ઉત્પન્ન થાય છે. આ દષ્ટિએ માણસ જેટલો પરિશ્રમ અને મહેનત કરતો હોય તેટલા જ પ્રમાણમાં તેણે ખોરાક લેવો જોઈએ. આ નિયમનું પાલન નથી થતું એટલે જ આજની દુનિયામાં અનેક પ્રકારના રોગો વધ્યા છે. ડાયાબીટીઝ, લોહીનું દબાણ, અને હૃદયરોગ આજે સામાન્ય દર્દો જેવાં થઈ ગયાં છે. ધનવાન લોકોને કામ નથી કરવું, પણ તેમ છતાં બધી જાતના સ્વાદ માણવા છે. આના પરિણામે વૃક્ષ પરના પાકાં ફળોમાં જેમ સડો થાય છે તેમ ધનવાન વર્ગમાં પણ સડો થઈ ગયો છે. આવા સડાનું મુખ્ય કારણ પરિગ્રહ છે, અને સડાનું પ્રમાણ પણ બહુધા પરિગ્રહ પ્રમાણે છે. પરિગ્રહની વ્યાખ્યા કરતાં મહાત્મા ગાંધીજીએ તો ચોકખું જ કહ્યું છે કે : “જે વિચાર આપણને ઈશ્વરથી વિમુખ રાખે છે, અથવા ઈશ્વર પ્રતિ ન લઈ જતા હોય તે બધા પરિગ્રહમાં ખપે, અને તેથી ત્યાય છે.” શ્રી યશોવિજ્ય ઉપાધ્યાયજીએ સાચું જ કહ્યું છે કે : सुखिनो विषयतृप्ता, नेन्द्रोपेन्द्रादयोऽप्यहो। भिक्षुरेकः सुखी लोके, ज्ञानतृप्तो निरञ्जनः॥ અસંતુષ્ટ પરિગ્રહ ભર્યા, સુખીયા ન ઈદ ન રીંદ, સલુણે; સુખી એક અપરિગ્રહી, સાધુ સુજસ સમકંદ, લુણે; પરિગ્રહ મમતા પરિહરો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8