Book Title: Pandit Sukhlalji Sanghavi Author(s): Atmanandji Publisher: Z_Arvachin_Jain_Jyotirdharo_001288.pdf View full book textPage 2
________________ પ્રજ્ઞાચક્ષુ પં. સુખલાલજી ૧૫૭ પાસે)અથવાપિતૃભૂમિ લીમલીમાં થયાનું અનુમાન છે. સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી સ્ટેટનું આ ગામ હતું. વીસા શ્રીમાળી વણિક જ્ઞાતિના ધાકડ (પર્કટ) વંશમાં સંધવી સંઘજી તળશીના ઘેર પ્રથમ પત્ની મણિબહેનની કૂખે તેમનો જન્મ થયો હતો. પંડિતજીની ઉંમર માત્ર ચાર વર્ષની હતી, ત્યારે જ તેમની માતા ગુજરી ગયાં. પંડિતજીનું બાળપણ લીમલીમાં જ વીત્યું હતું. માતાની અનુપસ્થિતિમાં દૂરના એક સગા, સાયલાનિવાસી મૂળજીકાકાએ તેમની સંભાળ લીધી હતી. જાતમહેનત, કહ્યાગરાપણું, રમતગમત અને સાહસપ્રિયતા તેમજ જિજ્ઞાસા અને બૌદ્ધિક ભૂખ જેવી સહજવૃત્તિઓ બાળપણથી જ તેમના જીવનમાં સક્રિય હતી. ગામડાના એક વણિક કુટુંબમાં આ પ્રકારની જાતમહેનત અપેક્ષિત ગણાય : વખારમાં ઘાસ ભરવું, અનાજની વખારોમાં અનાજ ભરવું, ગોળની કોઠીઓ ભરવી, ઘરનાં નળિયાં ચાળવાં વગેરે. આ અને આવાં બીજાં નાનાં-મોટાં કામો તેઓ બહુ હોંશથી કરતા. ગેડીદડો, ભમરડો ફેરવવો, ગંજીપો, ચોપાટ, કોડાં અને નવકાંકરી, હુતુતુ–કબડ્ડી અને દોડકૂદ વગેરે ગામડાની રમતોમાં તેમને સહજ રસ હતો. આ ઉપરાંત ઘોડેસવારીનો અને તરવાનો શોખ પણ તેમને હતો. નિશાળમાં હંમેશાં આગલી હરોળના વિદ્યાર્થી તરીકે તેમની નામના હતી. સ્કૂલના પાઠની પૂરી તૈયારીની સાથે સાથે ગામમાં આવતા ચરણભાઈઓ તથા જૈન સાધુસાધ્વીજીઓના ઉપદેશ સાંભળવામાં પણ તેઓ રસ લેતા. નાનપણથી જ તેમની પ્રકૃતિ પાપભીરુ હતી. તેથી સાધુઓ પાસેથી અવારનવાર વિવિધ પ્રતિશા–નિયમો લેતા અને તેનું ચુસ્તપણે પાલન કરતા. સાધુઓ પાસેથી ધાર્મિક જ્ઞાન પણ તેઓ મેળવતા. ઈ. સ. ૧૯૧૯માં તેમના પિતાશ્રીનું અવસાન થયું. અંધાપાનો કાળયુગ : પંડિત રાખલાલજીએ ૧૭ વર્ષની ઉંમરે આંખ ગુમાવ્યાની નોંધ આપી છે, તે તેમના જ શબ્દોમાં જોઈએ: ““વિ. સં. ૧૯૫૩ નો ઉનાળો આવ્યો. હોળી પછી ક્યારેક હું ધંધામાં પલોટાવા વઢવાણ કેમ્પ(આજનું સુરેન્દ્રનગર)ની દુકાને ગયો. રૂના ધંધાને લગતાં જીન-પ્રેસનાં કામોમાં બીજા નોકરો સાથે હું કાંઈ ને કાંઈ કામ કરતો. એક વાર ખરા બપોરે શૌચ માટે જતો હતો, ત્યારે આંખે ઝાંખપનું ભાન થયું. બધું ધોળું ધોળું લાગે. આ ઉપરથી મને લાગ્યું કે આંખે ગરમી ચડી હશે. એક સાંજે કાકાએ મને ધોડાગાડીમાં ઘેર આવવા સાથે લીધો. ઘેર પહોંચ્યો ત્યારે એક ડોશીમાએ કહ્યું, “છોકરાને માનો નીકળશે. સવારે દાણા દેખાયા. મારાં માના લાંબાં ચાલ્યાં. આંખમાં માતાનું જોર અસાધારણ હતું. એક આંખ એટલી બધી ફૂલી કે તેનો સોજો નાકના ટેરવા સુધી પહોંચેલો અને અસહા દરદને અંતે તેમાંથી ડોળો બહાર નીકળી ગયો. વૈદ્યો અને ડોકટરો જોઈને છક થઈ ગયા. દવાથી કંઈ ફેર પડ્યો નહિ અને આંખ ગઈ તે ગઈ જ. બીજી આંખે દેખાતું નહિ અને સંપૂર્ણ રીતે માતા શમ્યાં પછી પણ દેખી શકવાની આશા મોળી પડી ગઈ. હવે અંધાપાનો કાળયુગ બેસી ગયો હતો.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9