Book Title: Pandit Sukhlalji Sanghavi
Author(s): Atmanandji
Publisher: Z_Arvachin_Jain_Jyotirdharo_001288.pdf
Catalog link: https://jainqq.org/explore/249021/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ૨૧. પ્રજ્ઞાચક્ષુ પં. સુખલાલજી ભૂમિકા : વર્તમાન શતાબ્દીમાં જેમની ગણના બહુમુખી પ્રતિભાના ધારક અને બહુશ્રુત વિઠ્ઠાન તરીકે થઈ શકે એવા ‘દષ્ટિવિહીન દ્રષ્ટા’ પ્રજ્ઞાચક્ષુ આદરણીય પંડિત શ્રી સુખલાલજી સરસ્વતીના—સત સાહિત્યના સાચા ઉપાસક, એક ઉત્તમ વિચારક અને મહાન દર્શનશાસ્ત્રી હતા. તેમણે પોતાનું સંપૂર્ણ જીવન ભારતીય સંસ્કૃતિને સમર્પિત કરી દીધું હતું. પંડિતજીની ગણના ભારતના સર્વોત્તમ સંસ્કૃત વિદ્વાનોમાં થાય છે. દેશપરદેશના હરકોઈ તેમને વિષે ગૌરવ લઈ શકે તેમ છે. આ હકીકત ખરે જ આશ્ચર્યકારક છે કે એક આજન્મ ચક્ષુવિહીન વ્યક્તિએ આધુનિક વૈજ્ઞાનિક પદ્ધતિએ ‘સન્મતિ તર્ક’ જેવા ગ્રંથનું સંપાદન કર્યું, જેની પ્રત્યેક પંક્તિમાં અને પ્રત્યેક ટિપ્પણીમાં તેમના અગાધ પાંડિત્યની ઝલક મળી રહે છે. તેમના ઉદારમતવાદી વલણથી તેમના પ્રશંસકોમાં જૈનોની સાથે સાથે જૈનેતર સજ્જનોની સંખ્યા અધિક રહી છે, જે અત્યંત સ્વાભાવિક અને આનંદદાયી છે. જન્મ તથા બાળપણ : પંડિત સુખલાલજીનો જન્મ વિ. સં. ૧૯૩૭ના માગસર સુદ ૫, તદનુસાર ડિસેંબર ૧૮૮૦ઈ. સ.માં થયો હતો. તેમનો જન્મ મોસાળ કોઢ(ધ્રાંગધ્રા ૧૫૬ Page #2 -------------------------------------------------------------------------- ________________ પ્રજ્ઞાચક્ષુ પં. સુખલાલજી ૧૫૭ પાસે)અથવાપિતૃભૂમિ લીમલીમાં થયાનું અનુમાન છે. સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી સ્ટેટનું આ ગામ હતું. વીસા શ્રીમાળી વણિક જ્ઞાતિના ધાકડ (પર્કટ) વંશમાં સંધવી સંઘજી તળશીના ઘેર પ્રથમ પત્ની મણિબહેનની કૂખે તેમનો જન્મ થયો હતો. પંડિતજીની ઉંમર માત્ર ચાર વર્ષની હતી, ત્યારે જ તેમની માતા ગુજરી ગયાં. પંડિતજીનું બાળપણ લીમલીમાં જ વીત્યું હતું. માતાની અનુપસ્થિતિમાં દૂરના એક સગા, સાયલાનિવાસી મૂળજીકાકાએ તેમની સંભાળ લીધી હતી. જાતમહેનત, કહ્યાગરાપણું, રમતગમત અને સાહસપ્રિયતા તેમજ જિજ્ઞાસા અને બૌદ્ધિક ભૂખ જેવી સહજવૃત્તિઓ બાળપણથી જ તેમના જીવનમાં સક્રિય હતી. ગામડાના એક વણિક કુટુંબમાં આ પ્રકારની જાતમહેનત અપેક્ષિત ગણાય : વખારમાં ઘાસ ભરવું, અનાજની વખારોમાં અનાજ ભરવું, ગોળની કોઠીઓ ભરવી, ઘરનાં નળિયાં ચાળવાં વગેરે. આ અને આવાં બીજાં નાનાં-મોટાં કામો તેઓ બહુ હોંશથી કરતા. ગેડીદડો, ભમરડો ફેરવવો, ગંજીપો, ચોપાટ, કોડાં અને નવકાંકરી, હુતુતુ–કબડ્ડી અને દોડકૂદ વગેરે ગામડાની રમતોમાં તેમને સહજ રસ હતો. આ ઉપરાંત ઘોડેસવારીનો અને તરવાનો શોખ પણ તેમને હતો. નિશાળમાં હંમેશાં આગલી હરોળના વિદ્યાર્થી તરીકે તેમની નામના હતી. સ્કૂલના પાઠની પૂરી તૈયારીની સાથે સાથે ગામમાં આવતા ચરણભાઈઓ તથા જૈન સાધુસાધ્વીજીઓના ઉપદેશ સાંભળવામાં પણ તેઓ રસ લેતા. નાનપણથી જ તેમની પ્રકૃતિ પાપભીરુ હતી. તેથી સાધુઓ પાસેથી અવારનવાર વિવિધ પ્રતિશા–નિયમો લેતા અને તેનું ચુસ્તપણે પાલન કરતા. સાધુઓ પાસેથી ધાર્મિક જ્ઞાન પણ તેઓ મેળવતા. ઈ. સ. ૧૯૧૯માં તેમના પિતાશ્રીનું અવસાન થયું. અંધાપાનો કાળયુગ : પંડિત રાખલાલજીએ ૧૭ વર્ષની ઉંમરે આંખ ગુમાવ્યાની નોંધ આપી છે, તે તેમના જ શબ્દોમાં જોઈએ: ““વિ. સં. ૧૯૫૩ નો ઉનાળો આવ્યો. હોળી પછી ક્યારેક હું ધંધામાં પલોટાવા વઢવાણ કેમ્પ(આજનું સુરેન્દ્રનગર)ની દુકાને ગયો. રૂના ધંધાને લગતાં જીન-પ્રેસનાં કામોમાં બીજા નોકરો સાથે હું કાંઈ ને કાંઈ કામ કરતો. એક વાર ખરા બપોરે શૌચ માટે જતો હતો, ત્યારે આંખે ઝાંખપનું ભાન થયું. બધું ધોળું ધોળું લાગે. આ ઉપરથી મને લાગ્યું કે આંખે ગરમી ચડી હશે. એક સાંજે કાકાએ મને ધોડાગાડીમાં ઘેર આવવા સાથે લીધો. ઘેર પહોંચ્યો ત્યારે એક ડોશીમાએ કહ્યું, “છોકરાને માનો નીકળશે. સવારે દાણા દેખાયા. મારાં માના લાંબાં ચાલ્યાં. આંખમાં માતાનું જોર અસાધારણ હતું. એક આંખ એટલી બધી ફૂલી કે તેનો સોજો નાકના ટેરવા સુધી પહોંચેલો અને અસહા દરદને અંતે તેમાંથી ડોળો બહાર નીકળી ગયો. વૈદ્યો અને ડોકટરો જોઈને છક થઈ ગયા. દવાથી કંઈ ફેર પડ્યો નહિ અને આંખ ગઈ તે ગઈ જ. બીજી આંખે દેખાતું નહિ અને સંપૂર્ણ રીતે માતા શમ્યાં પછી પણ દેખી શકવાની આશા મોળી પડી ગઈ. હવે અંધાપાનો કાળયુગ બેસી ગયો હતો.” Page #3 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ અર્વાચીન જૈન જ્યોતિર્ધરો માનતાઓ કે બીજા પ્રયત્નો મિથ્યા ફાંફાં રહ્યાં. આંખ ગઈ તે ગઈ અને સુખલાલજીના ‘“અચક્ષુયુગ''નો પ્રારંભ થયો. આંખ ગયા પછીના તેમના નવા જ જન્મમાં જ્ઞાનેન્દ્રિયોમાંથી માત્ર વાણી, નાક અને કાન સ્વતંત્ર હતાં. બાકીનું બધું જ પરતંત્ર થઈ ગયું. જીવનની વાટ વસમી બની, કોઈ સમાધાનકારક માર્ગ સૂઝયો નહીં, છતાં પંડિતજીની જિજીવિષા અને જીવનશક્તિ વહારે ધાયાં. અથડામણો નથા મુશ્કેલીઓમાંથી માર્ગ શોધવાની પ્રવૃત્તિના ફળરૂપે અભ્યાસ શરૂ થયો. લીંબડીમાં સંસ્કૃત આદિનો અભ્યાસ : લીંબડીમાં નવો બંધાયેલો ઉપાશ્રય જ હવે તેમનું વિશેષ આકાયસ્થાન બન્યો. ત્યાં જ સામયિક લઈને બેસી જાય અને જે મોઢે હોય તે સ્તવન વગેરેનું પારાયણ કરે અને બીજાઓ પાસેથી નવું નવું સાંભળી યાદ કરી લે. આમ, તેમની ગૂંગળાતી શક્તિને ખોરાક મળી ગયો. ઉપાશ્રયમાં જે કોઈ સાધુસાધ્વીજીઓનો ચાતુર્માસ હોય તેમના સંપર્કમાં રહી વિવિધ સજ્ઝાયો—સ્તવનો કંઠસ્થ કરવામાં તેઓ પોતાનો સમય પસાર ફરવા લાગ્યા, વિ. સ્મૃ. ૧૯૫૫માં દીપચંદજી મહારાજનો સંપર્ક થયો અને તેમની પાસેથી અનેક જૈન થોકડાં શીખી લીધાં, જેમાં જૈનધર્મના દ્રવ્યાનુયોગ અને ગણિતાનુયોગનો સરળ ગુજરાતીમાં સંક્ષેપ કરવામાં આવ્યો છે, દશવૈકાલિક, ઉત્તરાધ્યયન અને સૂત્રકૃતાંગ આદિ સૂત્રો તથા ભક્તામરસ્તોત્ર, કલ્યાણમંદિરસ્તોત્ર વગેરે સ્તવનો પણ કંઠસ્થ કર્યાં. સંસ્કૃત ભાષાની મધુરતાએ તેમનું તે પ્રત્યે આકર્ષણ વધાર્યું અને જ્યારે નણ્યું કે સંસ્કૃત ભાષામાં તો વિશાળ સાહિત્યભંડાર ભર્યો પડયો છે અને જૈન આગમોની ટીકાઓ પણ સંસ્કૃતમાં જ છે, ત્યારે તેના અભ્યાસની તાલાવેલી જાગી અને જે કાંઈ સાંસ્કૃતના નામે તેમની સામે આવે, એને સમજે કે ના સમજે પણ કંઠસ્થ તો કરી જ લે. વાચક તરીકે તેમના નાના ભાઈ છોટાલાલ અને બે મિત્રો, પોપટલાલ તથા એમના નાના ભાઈ ગુલાબચંદ—આ ત્રણેયે તેમને ઘણી મદદ કરી. વિ. સં. ૧૯૫૪ થી ૧૯૫૯ સુધીમાં વિદ્યા અને અનેક પ્રકારનાં સાધુ-સાધ્વી-સંન્યાસીબાવા—ફકીરનો સહવાસ એ જ તેમનો એકમાત્ર આધાર બની રહ્યો. બાળપણમાં થયેલા સગપણનો પણ અંધાપો આવવાથી અને કન્યાના કુટુંબીજનોની અનિચ્છાથી વિચ્છેદ થયો એટલે પંડિતજી ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ્યા જ નહિ. કાશી પ્રાણ : વિ. સં. ૧૯૫૯-૬૦ ના ગાળામાં પંડિતજીને જાણવા મળ્યું કે આચાર્ય વિજયધર્મસૂરિએ કાશીમાં યશોવિજય જૈન પાઠશાળાની સ્થાપના કરી છે. સુખલાલજી જ્યારે ત્યાં દાખલ થયા ત્યારે તે પાઠશાળામાં છ સાધુઓ ઉપરાંત ૨૫ શ્રાવક વિદ્યાર્થી હતા. રહેવાજમવાની ઉત્તમ સગવડ હતી. તેમના સાથીઓમાં વિજયેન્દ્રસૂરિ, ન્યાયવિજયજી, જયંતવિજયજી, પં. હરગોવિંદદાસ, પં. બેચરદાસ આદિ હતા. સુખલાલજી અન્ય વિદ્યાર્થીઓ કરતાં ઉંમરમાં મોટા હતા. એટલે પાઠશાળામાં તેમનો મોભો સારા એવા પ્રમાણમાં રહ્યો. ભણાવનાર પંડિતો તરીકે તે કાળના સુપ્રસિદ્ધ પંડિતો અંબાદત્ત શાસ્ત્રી અને હરનારાયણ તિવારી હતા, Page #4 -------------------------------------------------------------------------- ________________ પ્રજ્ઞાચક્ષુ પં. સુખલાલજી ૧૫૯ અભ્યાસની સાથે સાથે તેમનું અધ્યાપનકાર્ય પણ ચાલુ જ હતું. પ્રથમ બે વર્ષ તો ગુરુજી પાસે અધ્યયન કરી તેના પુનરાવર્તન અને મનનમાં તેમણે સમય વિતાવ્યો, પણ પછીનાં બે વર્ષોમાં શીખવા સિવાયનો સમય, મનન ઉપરાંત સાથી છાત્રોના અધ્યાપનમાં જતો. આમ ૧૯૯૦ના ચૈત્રથી ૧૯૬૪ ના વૈશાખ સુધીમાં વ્યાકરણ, કાવ્ય, ન્યાય, અલંકાર અને કોશનું ઠીક ઠીક જ્ઞાન સંપાદન કરી લીધું. નબળા વિદ્યાર્થીને અભ્યાસમાં મદદ કરીને અને ભણવામાં બહુ રસ નહીં ધરાવતા મિત્રો પાસે પાઠનું પારાયણ કરાવીને સુખલાલજી તે પાઠ યાદ કરી લેતા. જે યાદ થતું તેનું પોતે જ પારાયણ કરી પાઠ તાજો રાખતા. આમ કરીને ૧૮,૦૦૦ શ્લોક પ્રમાણ સિદ્ધહેમ વ્યાકરણની બૃહદુવૃત્તિ ૧૯૬૦ થી ૧૯૬૩ સુધીમાં પૂરી કરી. વિ. સં. ૧૯૬૩ માં તેમણે સમેત શિખરજી તથા પાલિતાણાની યાત્રાઓ કરી. તે પ્રવાસોથી તેમને ઘણો લાભ થયો. વિ.સં. ૧૯૬૫નું ચોમાસું પાલનપુરમાં આચાર્યવિજયવલ્લભસૂરિના સાંનિધ્યમાં પસાર કર્યું. ત્યાં તેમણે સાધુઓને ભણાવવાનું કાર્ય કર્યું. ત્યાંથી આબુન્દેલવાડાની યાત્રા કરી પુન: કાશી આવ્યા. કાશી પહોંચીને સં. ૧૯૬૬ માં તેમણે કૂવીન્સ કૉલેજની સંપૂર્ણ ન્યાય મધ્યમાં પરીક્ષા આપવાનું નક્કી કર્યું. પરીક્ષામાં યોગ્ય લેખક ન મળવાથી તેમની મૌખિક પરીક્ષા લેવામાં આવી. વિષયના નિષ્ણાત તજજ્ઞ પંડિતોએ પ્રશ્નો પૂછયા અને પંડિતજીએ ઉત્તરો આપ્યા. પરીક્ષાનું પરિણામ તો પ્રથમ શ્રેણીમાં આવ્યું જ, અનેક પંડિતોનો પરિચય પણ થયો. તે તેમને અભ્યાસમાં અતિ ઉપયોગી નીવડ્યો. વિ. સં. ૧૯૬૭માં ન્યાયના આચાર્યના પ્રથમ ખંડની અને પટાણામાં મધ્યમાની : એમ બે પરીક્ષાઓ આપી. સં. ૧૯૬૯ સુધીમાં ન્યાય-આચાર્યના ત્રણ ખંડો પૂરા કર્યા ન્યાયના કઠાણમાં કઠણ ગણાતા ગ્રંથોનો સ્વાધ્યાય કર્યો. શ્રી હર્ષનું ખંડન–બંડખાદ્ય, મધુસૂદન સરસ્વતીની અદ્વૈતસિદ્ધિ અને ચિસ્વરૂપાચાર્યની ચિસુખી જેવા કઠિનતમ ગ્રંથોને તેઓ સહજભાવે સમજી શકતા. અધ્યયનની બાબતમાં સંતોષજનક પ્રગતિ સાધીને પંડિતજીએ કાશી છોડયું. વિ.સં ૧૯૬૯ થી ૧૯૭૨ દરમ્યાન અનુક્રમે પાલનપુર, મહેસાણા, વડોદરામાં ચોમાસાં કર્યું. શ્રીમાન હંસવિજયજી મહારાજ, આચાર્ય જિનવિજયજી, આચાર્ય લલિતવિજ્યજી, પં. ભગવાનદાસ, પં. હીરાચંદ, મુનિ પુણ્યવિજયજી વગેરેને તેમણે ભણાવ્યા. સં. ૧૯૭૩માં ગાંધીજી સાથે સાબરમતી આશ્રમમાં રહી ત્યાંનો પણ અનુભવ મેળવ્યો. સાહિત્યપ્રવૃત્તિનો પ્રારંભ : આજીવન સનત સાહિત્યોપાસનામાં નિષ્ઠા ધરાવનારા પાંડિતજીએ ન્યાય, કર્મવાદ, જૈન સિદ્ધાંત, આચાર, યોગદર્શન, અધ્યાત્મવાદ, ભારતીય તત્ત્વવિદ્યા, ઇતિહાસ ઇત્યાદિ વિષયો ઉપર ૩૦ થી પણ વધારે ગ્રંથોનું લેખન-સંપાદન કરેલું છે. આ ગ્રંથો પ્રકાશિત પણ થયેલા છે, તેમના હિન્દી કે અંગ્રેજી અનુવાદોને દેશવિદેશના વિદ્રજજનો દ્વારા અધિકૃત ગણવામાં આવેલા છે. પંડિતજીએ સાહિત્યપ્રવૃત્તિનો પ્રારંભ અનુવાદથી કર્યો. આ પ્રવૃત્તિમાં સર્વપ્રથમ તેમણે કર્મગ્રંથોના હિન્દી અનુવાદ કરી પ્રકાશિત કરાવ્યા. આજે પણ તેમના એ અનુવાદોની બરાબરી કરી શકે તેવા કોઈ અનુવાદો હિન્દી કે ગુજરાતીમાં થયા નથી. આજે તો તે ગ્રંથો જેન Page #5 -------------------------------------------------------------------------- ________________ અર્વાચીન જૈન જ્યોતિર્ધશે સાહિત્યના અભ્યાસ કરનારાઓને માટે અનિવાર્ય જેવા બની ગયા છે. અનુવાદ એટલે માત્ર અનુવાદ જ નથી, પરંતુ વિવેચન ઉપરાંત અન્ય ગ્રંથોમાંથી જે તે વિષયની પુષ્ટિ માટે અનેક અવતરણે પણ આપવામાં આવ્યાં છે. વળી તુલનાત્મક ટિપ્પણોથી પણ એ અનુવાદો સમૃદ્ધ છે. તેમાં અનેક નકશાઓ તથા સૂચિઓનો પણ સમાવેશ કરવામાં અયો છે. ઈ. સ. ૧૯૨૦ ના પ્રારંભમાં તેમણે પોતાના જીવનની અમરકૃનિ ‘સન્મનિકનું સંપાદનકાર્ય શરૂ કર્યું. - અમદાવાદમાં ગાંધીજીએ સ્થાપેલી ગુજરાત વિદ્યાપીઠમાં પુરાતત્ત્વ મંદિરના આચાર્યપદે શ્રી જિનવિજયજી નિયુક્ત થયા એટલે તેમણે વિદ્ર-મંડળીનો સંગ્રહ શરૂ કર્યો અને પંડિતજીને પણ આગ્રહ કરીને બોલાવ્યા. તેઓ વિ. સં. ૧૯૭૮ માં વિદ્યાપીઠમાં જોડાયા અને પ. બેચરદાસજીના સહકારમાં સન્મતિનર્કની વાદમહાર્ણવ ટીકાનું સંપાદન કર્યું. આ સંપાદન ભારતીય દાર્શનિક સાહિત્યના સંપાદનના ઇતિહાસમાં અજોડ અને અપૂર્વી સિદ્ધ થયું છે. પંડિતજીએ મૂળ ટીકા માટે ઉપલબ્ધ હતી તેવી ૨૪ હસ્તપ્રતો એકત્ર કરીને પ્રશિષ્ટ વાચના તૈયાર કરી. આટલેથી જ સંતોષ ન પામતાં જે જે વિષયની ચર્ચા મૂળ અને ટીકામાં આવી હોય તે તે વિષયની ચર્ચા અન્યત્ર જે જે મુદ્રન–અમુદિન, દાર્શનિક કે અન્ય ગ્રંથોમાં થઈ હોય, તેનો નિર્દેશ પણ મૂળ પાઠોના અવતરાગ સાથે ટિપ્પણોમાં કર્યો. આમ તેમાગે તૈયાર કરેલો ગ્રંથ ભારતીય દાર્શનિક ચર્ચાઓના વિશ્વકોશની ગરજ સારે એવો છે. તે માટે તેમણે જે જહેમત ઉઠાવી તે ખરેખર અસધારાશ હતી. ભારતીય વિદ્વજગતમાં તેમનું નામ સુવર્ણ અક્ષરે લખાઈ ગયું. આ ગ્રંથ જૈનદર્શનનો હોવા છતાં તેમાં બધા જ ભારતીય દાર્શનિક વિષયો ચર્ચાયા છે. તેથી તુલનાત્મક ટિપ્પણોનો અભ્યાસ કરનારને સમગ્ર ભારતીય દર્શનોની ગંભીર ચર્ચાઓ સહજમાં આ એક જ ગ્રંથમાં મળી જાય છે. હર્મન જેકોબી આદિ વિદેશી વિદ્વાનોએ પણ આ સંપાદનની મુક્તકંઠે પ્રશંસા કરી છે. આ કામ સતત ચાલ્યું હતું અને તેમાં પંડિતજીનો નવ વર્ષ જેટલો સમય વીત્યો. એ ગ્રંથ પાંચ-પાંચ ભાગમાં અનેક પરિશિષ્ટો સાથે છપાયો છે અને છઠ્ઠા ભાગમાં વિસ્તૃત પ્રસ્તાવના, મૂળનો અનુવાદ અને ગુજરાતીમાં ભાવાર્થ છે. - ઈ. સ. ૧૯૩૩ માં પંડિતજી બનારસ યુનિવર્સિટીમાં જૈનદર્શનના પ્રાધ્યાપક તરીકે નિમાયા. બનારસ યુનિવર્સિટીમાં જોડાતાં પહેલાં, વિદ્યાપીઠની રજાઓ દરમિયાન તેમાગે અનેક સ્થળે થોડું થોડું લખેલું પુસ્તક “વાર્થસૂત્ર વિવેચન” ઈ. સ. ૧૯૩૦માં છપાયું. આમાં સામાન્ય જૈન અને વિદ્વજન–બંને માટે ઉપયોગી શૈલીમાં મૂળ નસ્વાર્થસૂત્રનું વિવેચન છે. જૈન ધર્મ-દર્શન માટેના પાઠ્યપુસ્તક જેવો આ પ્રશિષ્ટ ગ્રંથ અત્યંત લોકપ્રિય થયો છે. બનારસ યુનિવર્સિટીમાં ૧૯૩૩ થી ૧૯૪૪ સુધીનાં વર્ષો તેમણે અધ્યાપન ઉપરાંત સ્વાધ્યાયમાં પસાર કર્યા હતાં. આમ છતાં તેમની મુખ્ય પ્રવૃત્તિ તો સાહિત્યસર્જનની જ રહી હતી. અધ્યાપન હોય કે અધ્યયન, પણ તેનો પરિપાક સાહિત્યસર્જનમાં થવો Page #6 -------------------------------------------------------------------------- ________________ પ્રજ્ઞાચક્ષુ ૫. સુખલાલજી ૧૬૧ જોઈએ, એ ધ્યેય સામે રાખીને એ બનારસમાં રહ્યા. આચાર્ય હેમચંદ્રની કૃતિ “પ્રમાણમીમાંસા'નું સંપાદન તેમણે પં. મહેન્દ્રકુમાર તથા પં. દલસુખભાઈના સહકારથી કર્યું અને ઈ. સ. ૧૯૩૯ માં તેનું પ્રકાશન થયું. એનાં ટિપ્પણો અને પ્રસ્તાવનાનું અંગ્રેજી ભાષાંતર પણ થયું છે તે “Advanced studies in Indian Logic and Metaphysics' નામથી ઈ. સ. ૧૯૬૧માં પ્રસિદ્ધ થયું છે. આ પછી તેમાગે યશોવિજયજી કૃત “જન તર્ક ભાષા”નું સંપાદન હાથ ધર્યું અને ટિપ્પણો તથા પ્રસ્તાવના સાથે તેને પ્રસિદ્ધ કર્યું. પછી “જ્ઞાનબિંદુ ભારતીય દર્શન’ શાનમીમાંસાનું નિરૂપણ કરતી વિસ્તૃત પ્રસ્તાવના અને ટિપ્પણી સાથે તૈયાર કર્યું, જે ઈ. સ. ૧૯૪૨માં પ્રકાશિત થયું. ચાર્વાકદર્શનનો એકમાત્ર ગ્રંથ “તત્ત્વોપધ્ધવસિંહ” (ઈ. સ. ૧૯૪૦માં) અને બૌદ્ધદર્શનનો ધર્મકીર્તિકન હેતુબિન્દુ' નામક ગ્રંથ ટીકા સાથે (ઈ. સ. ૧૯૪૯માં) ગાયકવાડ સીરીઝમાં મુદ્રિત થયાં. આ બન્ને ગ્રંથોના પ્રકાશનથી દેશવિદેશના વિદ્વાનોમાં પંડિતજીની પ્રસિદ્ધ થઈ. બનારસ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. રાધાકૃષ્ણનનો આગ્રહ છતાં ઈ. સ. ૧૯૪૪માં તેઓ નિવૃત્ત થયા અને મુંબઈના ભારતીય વિદ્યાભવનમાં આચાર્ય જિનવિજયજી સાથે રહ્યા, પણ મુંબઈમાં તેમને બહુ ફાવ્યું નહીં. એટલે અમદાવાદમાં ગુજરાત વિદ્યાસભા સંચાલિત શેઠ ભો. જે. વિદ્યાભવનમાં માનાર્હ અધ્યાપક તરીકે સ્થાયી થયા. અમદાવાદનું “સરિતકુંજ' અનેક વર્ષો સુધી તેમનું નિવાસસ્થાન રહ્યું. તે વેચાઈ જતાં આચાર્ય જિનવિજયજીના “અનેકાંત વિહારમાં આવી રહ્યા. આ બન્ને સ્થળો પંડિતજીના નિવાસને કારણે વિદ્વાનો, સસેવાસંધના કાર્યકરો અને બીજાઓ માટે તીર્થધામ બની ગયાં. પં. સુખલાલજીએ બનારસના અધ્યાપનકાર્યમાંથી નિવૃત્તિ તો લીધી પણ તેમની સાહિત્ય-સર્જનની પ્રવૃત્તિ બંધ થઈ નહી. મ. સ. યુનિ.માં રાયાજીરાવ નેરેરિયમ લેશ્ચર્સ આપવાનું આમંત્રણ મળતાં ઈ. સ. ૧૯૫૭ માં જીવ, જગત અને ઈશ્વર એ ત્રણે વિષયને આવરી લેતાં વ્યાખ્યાનો ગુજરાતીમાં આપ્યાં. “ભારતીય તત્ત્વવિદ્યા” નામે તે અનુક્રમે ૧૯૫૮ અને ૧૯૬૦ માં ગુજરાતી અને હિન્દીમાં પ્રસિદ્ધ થયાં છે. તેનું અંગ્રેજી ભાષાંતર પણ લા. દ. વિદ્યામંદિરે Indian Philosophy' (૧૯૭૭) નામે પ્રકાશિત કર્યું છે. ગુજરાત વિદ્યાસભામાં આત્મા–પરમાત્મા અને સાધનાના વિષયો લઈને જે વ્યાખ્યાનો આપ્યાં ને “અધ્યાત્મવિચારણા” નામે હિન્દી અને ગુજરાતીમાં (૧૯૫૬) પ્રકાશિત થયાં છે. મુંબઈ યુનિ.ના આમંત્રણથી આચાર્ય હરિભદ્ર વિષે જે વ્યાખ્યાનો આપ્યાં તે “સમદર્શી–આચાર્ય હરિભદ્ર’ નામે ગુજરાતી અને હિન્દી (૧૯૬૬) ભાષાઓમાં પ્રકાશિત થયાં છે. પંડિતજીએ ઉપર જણાવેલા સાહિત્યસર્જન ઉપરાંત બીજા નાનામોટા અનેક ગ્રંથોનું સંપાદન-લેખન કર્યું છે. તેમના સમગ્ર સાહિત્યનું અવલોકન કરતાં જણાશે કે તેમાગે જીવનમાં જરાય પ્રમાદ સેવ્યો નથી. આંખે ન દેખવા છતાં આટલું વિપુલ સાહિત્યસર્જન તેઓ કરી શક્યા ને તેમની અપૂર્વ વિદ્યાનિષ્ઠા અને સતત પરિશ્રમને ૬ | અર્વાચીન જૈન જ્યોતિર્ધરો Page #7 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ અર્વાચીન જૈન જ્યોતિર્ધરો આભારી છે. તેમના ટાછવાયા લેખોનો સંગ્રહ “દર્શન અને ચિંતન' નામે છપાયો છે. આ સંગ્રહમાં તેમનું દાર્શનિક તત્વચિંતન, રાષ્ટ્રીય વિચારણા, સામાજિક સમસ્યાઓ વિષેનું ચિનન, સમાજસુધારણા વિષેના ક્રાંતિકારી લેખો, ત્યાખ્યાનો અને ધાર્મિક વિષયનું તટસ્થ ચિતન, તેનું તાત્ત્વિક-વ્યાવહારિક પૃથકકરણ વગેરે સ્પષ્ટપણે દૃષ્ટિગોચર થાય છે. જીવનદૃષ્ટિ : પંડિતજી આટલું બધું સાહિત્યસર્જન કરી શક્યા તેમાં તેમની જીવનદષ્ટિએ મુખ્ય ભાગ ભજવ્યો છે. જીવનની પોતાની જરૂરિયાતો અલ્પતમ રાખીને સહાયકો-પરિચારકોને તેમણે પૂરતી સગવડ આપી છે. બીજાની સેવા જેટલી અનિવાર્ય હોય તેટલી જ લેવી અને બને તેટલા સ્વાશ્રયી રહેવું એવો તેમનો સિદ્ધાંત હતો. અનેક લોકો તેમને આર્થિક સહાય કરવા તૈયાર થતા પણ પોતાની કમાણી ઉપર જ આધાર રાખવાનું તેમણે ઉચિત માન્યું હતું. વસ્ત્રોમાં બે જોડથી વધારે નહિ, પથારી અને ઓઢવાના પાથરણા સિવાય કશો પરિગ્રહ નહિ. જીવનમાં સાદાઈ અને સ્વચ્છતાનો તેમનો આગ્રહ ઉત્તમ કોટિનો હતો. તેમણે કદી ઘરનું ઘર બાંધ્યું નથી અને બીજો નિરર્થક પરિગ્રહ વધાર્યો નથી. તેમના સ્વાશ્રયી સ્વભાવના કારણે જ તેઓ વિવેકથી પણ દેઢપણે પોતાને જે કાંઈ સારું લાગે તે કહી શકતા. ઘણી વાર કટુ સત્ય કહેવાને કારણે તેઓ જૈન સમાજમાં નિદાને પાત્ર પણ થયા. પરંતુ તેની પરવા તેમણે કદી કરી નથી. પંડિતજીને “વિદ્વાન સર્વત્ર પૂજ્યતે” એ યુક્તિનું જીવતુંજગતું ઉદાહરણ ગણી શકાય. પંડિતજી જ્યાં જ્યાં રહ્યા ત્યાં ત્યાં તેમને અતિશય આદર મળ્યો છે. આવી પરિનિષ્ઠિત વિદ્વત્તાનું સન્માન થાય તેમાં કાંઈ આશ્ચર્ય પણ નથી. તેમને ઈ. સ. ૧૯૪૭માં “વિજયધર્મસૂરિ જૈન સાહિત્ય સુવર્ણચંદ્ર” અર્પણ થયો. ઈ. સ. ૧૯૫૭ માં ગુજરાત યુનિ., ઈ. સ. ૧૯૬૭માં સરદાર પટેલ યુનિ. અને ૧૯૭૩ માં સૌરાષ્ટ્ર યુનિ. એ D. Litt: ની પદવીથી નવાજ્યા. ૧૯૭૪ માં ભારત સરકારે “પદ્મભૂષણ'ની ઉપાધિથી સકાર્યા અને તે પૂર્વે ઈ. સ. ૧૯૬૧ થી ભારત સરકારે સંસ્કૃત માટેનું “સર્ટિફિકેટ ઑફ ઑનર’ આપી પેશન બાંધી આપ્યું હતું. ઈ. સ. ૧૯૫૯માં દિલ્હીની સાહિત્ય અકાદમીએ દર્શન અને ચિતન’ માટે રૂ. ૫૦૦૦ નું પારિતોષિક આપ્યું. મુંબઈ સરકારે પણ તે ગ્રંથ માટે પારિતોષિક આપ્યું. અખિલ ભારતીય ધોરણે તેમના પ્રશંસકોએ રચેલી “પંડિત શ્રી સુખલાલજી સન્માન સમિતિએ ૧૯૫૭ માં મુંબઈમાં ડૉકટર રાધાકૃષ્ણનના પ્રમુખપદે પંડિતજીનું બહુમાન કર્યું હતું અને તેમને ૭૦ હજારની થેલી અર્પણ કરવામાં આવી હતી. પંડિતજીએ તે રકમનું જ્ઞાનોદય ટ્રસ્ટ’ રચી ભારતીય ધર્મ અને તત્ત્વજ્ઞાનના પ્રચાર-પ્રસાર માટે તે રકમ વપરાય એવું નક્કી કર્યું. ઈ. સ. ૧૯૭૫ માં બિહારના નવનાલંદા વિહારે તેમને “વિદ્યાવારિધિ'ની પદવી આપી. પંડિતજીની પ્રેરણા અને સલાહથી જ બનારસની પાર્શ્વનાથ શોધસંસ્થાન અને અમદાવાદની લા. દ. પ્રાપ્ય વિદ્યામંદિરની સ્થાપના થઈ. પંડિતજીની કાર્યપદ્ધતિ : પંડિતજી સર્વપ્રથમ તો જે વિષે લખવું હોય તેની પથાસંભવ પૂરેપૂરી માહિતી એકત્ર કરાવી લેતા અને ત્યારબાદ એકાંત સ્થાનમાં આહારની Page #8 -------------------------------------------------------------------------- ________________ પ્રજ્ઞાચક્ષુ પં. સુખલાલજી માત્રા અલ્પ કરીને એકધારું લખાણ કરાવતા. પ્રથમ બધો જ સંદર્ભ મનમાં ગોઠવી લીધો હોય, તેથી લખાણ વખતે વિચાર માટે સમય આપ્યા વિના એકધારું લખાણ કરાવે, કુદરતી હાજત અને આહારના સમયને બાદ કરતાં નિયમિતપણે લેખન ચાલુ રહેતું. તેમનાં લખાણોમાં તેમની ચર્મચક્ષુવિહીનતા દૃષ્ટિગોચર થતી નથી પણ પગલે પગલે તેમની પ્રજ્ઞા, વિદ્વત્તા અને બહુશ્રુતતા દૃષ્ટિગોચર થાય છે. ઉપરાંહાર : જવનોપદેશ : પંડિતજીના જીવનમાં અપ્રમાદ અને આત્મનિર્ભરતા અસ્ખલિતપણે રહેલાં દેખાય છે. જે કોઈ વિદ્યાક્ષેત્રનો સંસર્ગ થયો તે ક્ષેત્રમાં તેમણે પોતાનું પ્રદાન કર્યું છે. એ પ્રદાનમાં અંધશ્રદ્ધાનું ઉન્મૂલન અને તર્કશુદ્ધ શ્રદ્ધાનું પરિસ્થાપન મુખ્ય હોય છે. તેમના બહુશ્રુતપણાનો લાભ સાહિત્યરચના દ્વારા જગતને મળ્યો છે. રાજકારણ તથા સામાજિક વિચારણામાં તેમણે ગાંધીજીની વિચારધારાનું અનુસરણ કર્યું છે, ધર્મ અને દર્શનના ક્ષેત્રમાં પણ ગાંધીજી અને મહાવીરના અનેકાંતવાદ-સમન્વયવાદનું અનુસરણ કરવામાં તેમણે પોતાની બહુમુખી પ્રતિભાનો સુંદર ઉપયોગ કર્યો છે. તેમનાં લખાણોમાં સર્વત્ર તુલનાત્મક અને સમન્વયયુક્ત દૃષ્ટિ અનુસ્મૃત છે જે તેમના અપૂર્વ પુરુષાર્થની ઘોતક છે. ૧૧૩ સામાન્ય રીતે એમ કહી શકાય કે ધર્મોનો તુલનાત્મક અભ્યાસ ગુજરાતમાં કરનાર તો પંડિતજી જ પ્રથમ વ્યક્તિ છે. મધુકરની જેમ તેમણે બધા ધર્મોનું સારતત્ત્વ પચાવવાનો પ્રયત્ન કર્યો; તે માત્ર લેખનમાં જ નહીં પણ જીવનમાં પણ. આથી જ તેમના લખાણમાં ધર્મોનું તટસ્થ દર્શન છતું થાય છે. ધર્મની પંડિતજીએ કરેલી વ્યાખ્યા આ પ્રમાણે છે : ‘“જીવનમાંથી મેલ અને નબળાઈ દૂર કરવી અને તેના સ્થાને સર્વાંગી સ્વચ્છતા તેમજ સામંજસ્યપૂર્ણ બળ આણવું એ જીવનની સાચી સંસ્કૃતિ છે. આ જ વસ્તુ પ્રાચીન કાળથી દરેક દેશ અને જાતિમાં ધર્મને નામે પ્રસિદ્ધ છે.” સાદાઈ અને સંતોષ, સ્વાશ્રય અને સ્વાધીનતા, સત્કાર્ય-નિષ્ઠાનું સાતત્ય, શ્રદ્ધા કરતાં પણ સુયુક્તિનો વિશેષ આશ્રય, મતમતાંતરને બદલે સન્યાનુસારીપણાનો અભિગમ અને જીવનના અંતિમ શ્વાસ સુધી નિ:સ્પૃહણે મા સરસ્વતીની સેવામાં સમર્પણ, આવી આવી અનેક વિશેષતાઓથી વિભૂષિત આ પંડિતજીનું જીવન સૌ વિદ્યાપ્રેમી અને વિદ્યા-ઉપાસકોને માટે હંમેશ પ્રેરણારૂપ બની રહેશે. જીવનના પ્રારંભિક કાળમાં જ આંખોરૂપી રત્નો ગુમાવવા જેવી મોટી અડચણ ઉપસ્થિત થવા છતાં જેમણે ન સૈન્ય ન પલાયનમ્ ને પોતાનો જીવનમંત્ર બનાવી, પોતાની બહુમુખી પ્રતિભાનો પરિચય આપ્યો, તેવા પ્રશાચક્ષુ પંડિત શ્રી સુખલાલજી સાચે જ આ શતાબ્દીના એક પ્રથમ પંક્તિના વિદ્વાન હતા. ઉત્તરાવસ્થાનાં વર્ષો : પંડિત સુખલાલજી લગભગ ૧૯૬૦ સુધી વિવિધ પ્રવૃત્તિઓ સાથે સંકળાઈને વિવિધ સ્થાનોએ પોતાના જ્ઞાનનો લાભ આપતા રહ્યા. પરંતુ એક મોટું ઑપરેશન (શસ્ત્રક્રિયા) થયા પછી તેમણે પોતાની પ્રવૃત્તિઓ સંકેલવા માંડી હતી, Page #9 -------------------------------------------------------------------------- ________________ અર્વાચીન જૈન જયોતિર્ધરો જો કે થોડા જ સમયમાં શરીરસ્વાથ્ય તો સારું થઈ ગયું. પરંતુ હવે તેઓ ગહન ચિતનમાં ઊતરી જાણે અંતર્મુખી થવા ઇચ્છતા હતા. આ સમય લગભગ તેમની 75 વર્ષની વયનો હશે ત્યાર પછી તો તેઓની આયુસ્થિતિ લગભગ 22 વર્ષ સુધીની રહી. છતાં તેમની શ્રવણશક્તિ, વિચારશક્તિ, પોતાની અભિવ્યક્તિ અને બેસવા-ઊઠવાની ફૂર્તિ તો યુવાની જેવી જ હતી. હવે તેમણે બહાર જવા-આવવાની પ્રવૃત્તિઓ લગભગ છોડી દીધી હતી. મુલાકાતો પણ નહિવત્ આપતા હતા. લેખનકાર્ય પણ અતિ અલ્પ પ્રમાણમાં થતું. તેઓ વિવિધ વિષયોનું કેવળ શ્રવણ કરતા. પરંતુ તે પણ લગભગ છેલ્લાં સાતેક વર્ષથી આવશ્યકતા પૂરતું જ. આમ, છેવટનાં સાતેક વર્ષો તેમણે તદ્દન નિવૃત્તિમાં જ ગાળ્યાં. આહારમાં તો લગભગ છેલ્લાં વીસેક વર્ષથી ઘણી અલ્પમાત્રા રાખી હતી. જો કે તેમણે 30-35 વર્ષથી તો ફરસાણ, મીઠાઈ કે કઠોળ ગ્રહણ કર્યા જ નહોતાં. ફળ અમુક જ જાતનાં લેતા. ભારે ખોરાક તો બિલકુલ ન લેતા. છેલ્લાં દસ વર્ષ તો લગભગ પ્રવાહી પર જ રહ્યા. શરીરમાં કોઈ ખાસ રોગનો ઉપદ્રવ નહોતો. એક પ્રોસ્ટેટ ગ્લેન્ડના ઑપરેશન પછી તેની તકલીફ અવારનવાર થઈ આવતી. તે સિવાય બ્લડપ્રેશર, મધુપ્રમેહ, હૃદયરોગ જેવું કોઈ દર્દ તેમને નહોતું. ડૉકટરો સઘન ખોરાક લેવાની સલાહ આપતા પણ તેમણે ફક્ત અલ્પ માત્રામાં પ્રવાહી ખોરાક જ લેવાનું રાખ્યું હતું. ઉંમર સાથે નબળાઈ વધી જતાં અને પેશાબની તકલીફ અવારનવાર થવા છતાં મયુકાળના પંદરેક દિવસ પહેલાં પોતાની જાતે જ ઝાડા-પેશાબ માટે ઊભા થઈને જઈ શકતા હતા. પેશાબની તકલીફ વધી જતાં તેમને સ્વજનોએ વા. સા. હૉસ્પિટલમાં ખસેડયા હતા, જ્યાં તા. ૨–૩–૧૯૭૮ના રોજ તેમનો દેહવિલય થયો હતો.