________________
૧૫૮
અર્વાચીન જૈન જ્યોતિર્ધરો
માનતાઓ કે બીજા પ્રયત્નો મિથ્યા ફાંફાં રહ્યાં. આંખ ગઈ તે ગઈ અને સુખલાલજીના ‘“અચક્ષુયુગ''નો પ્રારંભ થયો. આંખ ગયા પછીના તેમના નવા જ જન્મમાં જ્ઞાનેન્દ્રિયોમાંથી માત્ર વાણી, નાક અને કાન સ્વતંત્ર હતાં. બાકીનું બધું જ પરતંત્ર થઈ ગયું. જીવનની વાટ વસમી બની, કોઈ સમાધાનકારક માર્ગ સૂઝયો નહીં, છતાં પંડિતજીની જિજીવિષા અને જીવનશક્તિ વહારે ધાયાં. અથડામણો નથા મુશ્કેલીઓમાંથી માર્ગ શોધવાની પ્રવૃત્તિના ફળરૂપે અભ્યાસ શરૂ થયો.
લીંબડીમાં સંસ્કૃત આદિનો અભ્યાસ : લીંબડીમાં નવો બંધાયેલો ઉપાશ્રય જ હવે તેમનું વિશેષ આકાયસ્થાન બન્યો. ત્યાં જ સામયિક લઈને બેસી જાય અને જે મોઢે હોય તે સ્તવન વગેરેનું પારાયણ કરે અને બીજાઓ પાસેથી નવું નવું સાંભળી યાદ કરી લે. આમ, તેમની ગૂંગળાતી શક્તિને ખોરાક મળી ગયો. ઉપાશ્રયમાં જે કોઈ સાધુસાધ્વીજીઓનો ચાતુર્માસ હોય તેમના સંપર્કમાં રહી વિવિધ સજ્ઝાયો—સ્તવનો કંઠસ્થ કરવામાં તેઓ પોતાનો સમય પસાર ફરવા લાગ્યા, વિ. સ્મૃ. ૧૯૫૫માં દીપચંદજી મહારાજનો સંપર્ક થયો અને તેમની પાસેથી અનેક જૈન થોકડાં શીખી લીધાં, જેમાં જૈનધર્મના દ્રવ્યાનુયોગ અને ગણિતાનુયોગનો સરળ ગુજરાતીમાં સંક્ષેપ કરવામાં આવ્યો છે, દશવૈકાલિક, ઉત્તરાધ્યયન અને સૂત્રકૃતાંગ આદિ સૂત્રો તથા ભક્તામરસ્તોત્ર, કલ્યાણમંદિરસ્તોત્ર વગેરે સ્તવનો પણ કંઠસ્થ કર્યાં. સંસ્કૃત ભાષાની મધુરતાએ તેમનું તે પ્રત્યે આકર્ષણ વધાર્યું અને જ્યારે નણ્યું કે સંસ્કૃત ભાષામાં તો વિશાળ સાહિત્યભંડાર ભર્યો પડયો છે અને જૈન આગમોની ટીકાઓ પણ સંસ્કૃતમાં જ છે, ત્યારે તેના અભ્યાસની તાલાવેલી જાગી અને જે કાંઈ સાંસ્કૃતના નામે તેમની સામે આવે, એને સમજે કે ના સમજે પણ કંઠસ્થ તો કરી જ લે. વાચક તરીકે તેમના નાના ભાઈ છોટાલાલ અને બે મિત્રો, પોપટલાલ તથા એમના નાના ભાઈ ગુલાબચંદ—આ ત્રણેયે તેમને ઘણી મદદ કરી.
વિ. સં. ૧૯૫૪ થી ૧૯૫૯ સુધીમાં વિદ્યા અને અનેક પ્રકારનાં સાધુ-સાધ્વી-સંન્યાસીબાવા—ફકીરનો સહવાસ એ જ તેમનો એકમાત્ર આધાર બની રહ્યો. બાળપણમાં થયેલા સગપણનો પણ અંધાપો આવવાથી અને કન્યાના કુટુંબીજનોની અનિચ્છાથી વિચ્છેદ થયો એટલે પંડિતજી ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ્યા જ નહિ.
કાશી પ્રાણ : વિ. સં. ૧૯૫૯-૬૦ ના ગાળામાં પંડિતજીને જાણવા મળ્યું કે આચાર્ય વિજયધર્મસૂરિએ કાશીમાં યશોવિજય જૈન પાઠશાળાની સ્થાપના કરી છે. સુખલાલજી જ્યારે ત્યાં દાખલ થયા ત્યારે તે પાઠશાળામાં છ સાધુઓ ઉપરાંત ૨૫ શ્રાવક વિદ્યાર્થી હતા. રહેવાજમવાની ઉત્તમ સગવડ હતી. તેમના સાથીઓમાં વિજયેન્દ્રસૂરિ, ન્યાયવિજયજી, જયંતવિજયજી, પં. હરગોવિંદદાસ, પં. બેચરદાસ આદિ હતા. સુખલાલજી અન્ય વિદ્યાર્થીઓ કરતાં ઉંમરમાં મોટા હતા. એટલે પાઠશાળામાં તેમનો મોભો સારા એવા પ્રમાણમાં રહ્યો. ભણાવનાર પંડિતો તરીકે તે કાળના સુપ્રસિદ્ધ પંડિતો અંબાદત્ત શાસ્ત્રી અને હરનારાયણ તિવારી હતા,
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org