________________
૨૧. પ્રજ્ઞાચક્ષુ પં. સુખલાલજી
ભૂમિકા : વર્તમાન શતાબ્દીમાં જેમની ગણના બહુમુખી પ્રતિભાના ધારક અને બહુશ્રુત વિઠ્ઠાન તરીકે થઈ શકે એવા ‘દષ્ટિવિહીન દ્રષ્ટા’ પ્રજ્ઞાચક્ષુ આદરણીય પંડિત શ્રી સુખલાલજી સરસ્વતીના—સત સાહિત્યના સાચા ઉપાસક, એક ઉત્તમ વિચારક અને મહાન દર્શનશાસ્ત્રી હતા. તેમણે પોતાનું સંપૂર્ણ જીવન ભારતીય સંસ્કૃતિને સમર્પિત કરી દીધું હતું. પંડિતજીની ગણના ભારતના સર્વોત્તમ સંસ્કૃત વિદ્વાનોમાં થાય છે. દેશપરદેશના હરકોઈ તેમને વિષે ગૌરવ લઈ શકે તેમ છે. આ હકીકત ખરે જ આશ્ચર્યકારક છે કે એક આજન્મ ચક્ષુવિહીન વ્યક્તિએ આધુનિક વૈજ્ઞાનિક પદ્ધતિએ ‘સન્મતિ તર્ક’ જેવા ગ્રંથનું સંપાદન કર્યું, જેની પ્રત્યેક પંક્તિમાં અને પ્રત્યેક ટિપ્પણીમાં તેમના અગાધ પાંડિત્યની ઝલક મળી રહે છે. તેમના ઉદારમતવાદી વલણથી તેમના પ્રશંસકોમાં જૈનોની સાથે સાથે જૈનેતર સજ્જનોની સંખ્યા અધિક રહી છે, જે અત્યંત સ્વાભાવિક અને આનંદદાયી છે.
જન્મ તથા બાળપણ : પંડિત સુખલાલજીનો જન્મ વિ. સં. ૧૯૩૭ના માગસર સુદ ૫, તદનુસાર ડિસેંબર ૧૮૮૦ઈ. સ.માં થયો હતો. તેમનો જન્મ મોસાળ કોઢ(ધ્રાંગધ્રા
Jain Education International
૧૫૬
For Private & Personal Use Only
www.jainelibrary.org