________________
પ્રજ્ઞાચક્ષુ ૫. સુખલાલજી
૧૬૧
જોઈએ, એ ધ્યેય સામે રાખીને એ બનારસમાં રહ્યા. આચાર્ય હેમચંદ્રની કૃતિ “પ્રમાણમીમાંસા'નું સંપાદન તેમણે પં. મહેન્દ્રકુમાર તથા પં. દલસુખભાઈના સહકારથી કર્યું અને ઈ. સ. ૧૯૩૯ માં તેનું પ્રકાશન થયું. એનાં ટિપ્પણો અને પ્રસ્તાવનાનું અંગ્રેજી ભાષાંતર પણ થયું છે તે “Advanced studies in Indian Logic and Metaphysics' નામથી ઈ. સ. ૧૯૬૧માં પ્રસિદ્ધ થયું છે.
આ પછી તેમાગે યશોવિજયજી કૃત “જન તર્ક ભાષા”નું સંપાદન હાથ ધર્યું અને ટિપ્પણો તથા પ્રસ્તાવના સાથે તેને પ્રસિદ્ધ કર્યું. પછી “જ્ઞાનબિંદુ ભારતીય દર્શન’ શાનમીમાંસાનું નિરૂપણ કરતી વિસ્તૃત પ્રસ્તાવના અને ટિપ્પણી સાથે તૈયાર કર્યું, જે ઈ. સ. ૧૯૪૨માં પ્રકાશિત થયું. ચાર્વાકદર્શનનો એકમાત્ર ગ્રંથ “તત્ત્વોપધ્ધવસિંહ” (ઈ. સ. ૧૯૪૦માં) અને બૌદ્ધદર્શનનો ધર્મકીર્તિકન હેતુબિન્દુ' નામક ગ્રંથ ટીકા સાથે (ઈ. સ. ૧૯૪૯માં) ગાયકવાડ સીરીઝમાં મુદ્રિત થયાં. આ બન્ને ગ્રંથોના પ્રકાશનથી દેશવિદેશના વિદ્વાનોમાં પંડિતજીની પ્રસિદ્ધ થઈ.
બનારસ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. રાધાકૃષ્ણનનો આગ્રહ છતાં ઈ. સ. ૧૯૪૪માં તેઓ નિવૃત્ત થયા અને મુંબઈના ભારતીય વિદ્યાભવનમાં આચાર્ય જિનવિજયજી સાથે રહ્યા, પણ મુંબઈમાં તેમને બહુ ફાવ્યું નહીં. એટલે અમદાવાદમાં ગુજરાત વિદ્યાસભા સંચાલિત શેઠ ભો. જે. વિદ્યાભવનમાં માનાર્હ અધ્યાપક તરીકે સ્થાયી થયા.
અમદાવાદનું “સરિતકુંજ' અનેક વર્ષો સુધી તેમનું નિવાસસ્થાન રહ્યું. તે વેચાઈ જતાં આચાર્ય જિનવિજયજીના “અનેકાંત વિહારમાં આવી રહ્યા. આ બન્ને સ્થળો પંડિતજીના નિવાસને કારણે વિદ્વાનો, સસેવાસંધના કાર્યકરો અને બીજાઓ માટે તીર્થધામ બની ગયાં.
પં. સુખલાલજીએ બનારસના અધ્યાપનકાર્યમાંથી નિવૃત્તિ તો લીધી પણ તેમની સાહિત્ય-સર્જનની પ્રવૃત્તિ બંધ થઈ નહી. મ. સ. યુનિ.માં રાયાજીરાવ નેરેરિયમ લેશ્ચર્સ આપવાનું આમંત્રણ મળતાં ઈ. સ. ૧૯૫૭ માં જીવ, જગત અને ઈશ્વર એ ત્રણે વિષયને આવરી લેતાં વ્યાખ્યાનો ગુજરાતીમાં આપ્યાં. “ભારતીય તત્ત્વવિદ્યા” નામે તે અનુક્રમે ૧૯૫૮ અને ૧૯૬૦ માં ગુજરાતી અને હિન્દીમાં પ્રસિદ્ધ થયાં છે. તેનું અંગ્રેજી ભાષાંતર પણ લા. દ. વિદ્યામંદિરે Indian Philosophy' (૧૯૭૭) નામે પ્રકાશિત કર્યું છે. ગુજરાત વિદ્યાસભામાં આત્મા–પરમાત્મા અને સાધનાના વિષયો લઈને જે વ્યાખ્યાનો આપ્યાં ને “અધ્યાત્મવિચારણા” નામે હિન્દી અને ગુજરાતીમાં (૧૯૫૬) પ્રકાશિત થયાં છે. મુંબઈ યુનિ.ના આમંત્રણથી આચાર્ય હરિભદ્ર વિષે જે વ્યાખ્યાનો આપ્યાં તે “સમદર્શી–આચાર્ય હરિભદ્ર’ નામે ગુજરાતી અને હિન્દી (૧૯૬૬) ભાષાઓમાં પ્રકાશિત થયાં છે.
પંડિતજીએ ઉપર જણાવેલા સાહિત્યસર્જન ઉપરાંત બીજા નાનામોટા અનેક ગ્રંથોનું સંપાદન-લેખન કર્યું છે. તેમના સમગ્ર સાહિત્યનું અવલોકન કરતાં જણાશે કે તેમાગે જીવનમાં જરાય પ્રમાદ સેવ્યો નથી. આંખે ન દેખવા છતાં આટલું વિપુલ સાહિત્યસર્જન તેઓ કરી શક્યા ને તેમની અપૂર્વ વિદ્યાનિષ્ઠા અને સતત પરિશ્રમને
૬ | અર્વાચીન જૈન જ્યોતિર્ધરો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org