Book Title: Pandit Sukhlalji Sanghavi
Author(s): Atmanandji
Publisher: Z_Arvachin_Jain_Jyotirdharo_001288.pdf

View full book text
Previous | Next

Page 5
________________ અર્વાચીન જૈન જ્યોતિર્ધશે સાહિત્યના અભ્યાસ કરનારાઓને માટે અનિવાર્ય જેવા બની ગયા છે. અનુવાદ એટલે માત્ર અનુવાદ જ નથી, પરંતુ વિવેચન ઉપરાંત અન્ય ગ્રંથોમાંથી જે તે વિષયની પુષ્ટિ માટે અનેક અવતરણે પણ આપવામાં આવ્યાં છે. વળી તુલનાત્મક ટિપ્પણોથી પણ એ અનુવાદો સમૃદ્ધ છે. તેમાં અનેક નકશાઓ તથા સૂચિઓનો પણ સમાવેશ કરવામાં અયો છે. ઈ. સ. ૧૯૨૦ ના પ્રારંભમાં તેમણે પોતાના જીવનની અમરકૃનિ ‘સન્મનિકનું સંપાદનકાર્ય શરૂ કર્યું. - અમદાવાદમાં ગાંધીજીએ સ્થાપેલી ગુજરાત વિદ્યાપીઠમાં પુરાતત્ત્વ મંદિરના આચાર્યપદે શ્રી જિનવિજયજી નિયુક્ત થયા એટલે તેમણે વિદ્ર-મંડળીનો સંગ્રહ શરૂ કર્યો અને પંડિતજીને પણ આગ્રહ કરીને બોલાવ્યા. તેઓ વિ. સં. ૧૯૭૮ માં વિદ્યાપીઠમાં જોડાયા અને પ. બેચરદાસજીના સહકારમાં સન્મતિનર્કની વાદમહાર્ણવ ટીકાનું સંપાદન કર્યું. આ સંપાદન ભારતીય દાર્શનિક સાહિત્યના સંપાદનના ઇતિહાસમાં અજોડ અને અપૂર્વી સિદ્ધ થયું છે. પંડિતજીએ મૂળ ટીકા માટે ઉપલબ્ધ હતી તેવી ૨૪ હસ્તપ્રતો એકત્ર કરીને પ્રશિષ્ટ વાચના તૈયાર કરી. આટલેથી જ સંતોષ ન પામતાં જે જે વિષયની ચર્ચા મૂળ અને ટીકામાં આવી હોય તે તે વિષયની ચર્ચા અન્યત્ર જે જે મુદ્રન–અમુદિન, દાર્શનિક કે અન્ય ગ્રંથોમાં થઈ હોય, તેનો નિર્દેશ પણ મૂળ પાઠોના અવતરાગ સાથે ટિપ્પણોમાં કર્યો. આમ તેમાગે તૈયાર કરેલો ગ્રંથ ભારતીય દાર્શનિક ચર્ચાઓના વિશ્વકોશની ગરજ સારે એવો છે. તે માટે તેમણે જે જહેમત ઉઠાવી તે ખરેખર અસધારાશ હતી. ભારતીય વિદ્વજગતમાં તેમનું નામ સુવર્ણ અક્ષરે લખાઈ ગયું. આ ગ્રંથ જૈનદર્શનનો હોવા છતાં તેમાં બધા જ ભારતીય દાર્શનિક વિષયો ચર્ચાયા છે. તેથી તુલનાત્મક ટિપ્પણોનો અભ્યાસ કરનારને સમગ્ર ભારતીય દર્શનોની ગંભીર ચર્ચાઓ સહજમાં આ એક જ ગ્રંથમાં મળી જાય છે. હર્મન જેકોબી આદિ વિદેશી વિદ્વાનોએ પણ આ સંપાદનની મુક્તકંઠે પ્રશંસા કરી છે. આ કામ સતત ચાલ્યું હતું અને તેમાં પંડિતજીનો નવ વર્ષ જેટલો સમય વીત્યો. એ ગ્રંથ પાંચ-પાંચ ભાગમાં અનેક પરિશિષ્ટો સાથે છપાયો છે અને છઠ્ઠા ભાગમાં વિસ્તૃત પ્રસ્તાવના, મૂળનો અનુવાદ અને ગુજરાતીમાં ભાવાર્થ છે. - ઈ. સ. ૧૯૩૩ માં પંડિતજી બનારસ યુનિવર્સિટીમાં જૈનદર્શનના પ્રાધ્યાપક તરીકે નિમાયા. બનારસ યુનિવર્સિટીમાં જોડાતાં પહેલાં, વિદ્યાપીઠની રજાઓ દરમિયાન તેમાગે અનેક સ્થળે થોડું થોડું લખેલું પુસ્તક “વાર્થસૂત્ર વિવેચન” ઈ. સ. ૧૯૩૦માં છપાયું. આમાં સામાન્ય જૈન અને વિદ્વજન–બંને માટે ઉપયોગી શૈલીમાં મૂળ નસ્વાર્થસૂત્રનું વિવેચન છે. જૈન ધર્મ-દર્શન માટેના પાઠ્યપુસ્તક જેવો આ પ્રશિષ્ટ ગ્રંથ અત્યંત લોકપ્રિય થયો છે. બનારસ યુનિવર્સિટીમાં ૧૯૩૩ થી ૧૯૪૪ સુધીનાં વર્ષો તેમણે અધ્યાપન ઉપરાંત સ્વાધ્યાયમાં પસાર કર્યા હતાં. આમ છતાં તેમની મુખ્ય પ્રવૃત્તિ તો સાહિત્યસર્જનની જ રહી હતી. અધ્યાપન હોય કે અધ્યયન, પણ તેનો પરિપાક સાહિત્યસર્જનમાં થવો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9