Book Title: Pandit Sukhlalji Sanghavi
Author(s): Atmanandji
Publisher: Z_Arvachin_Jain_Jyotirdharo_001288.pdf

View full book text
Previous | Next

Page 7
________________ ૧૬૨ અર્વાચીન જૈન જ્યોતિર્ધરો આભારી છે. તેમના ટાછવાયા લેખોનો સંગ્રહ “દર્શન અને ચિંતન' નામે છપાયો છે. આ સંગ્રહમાં તેમનું દાર્શનિક તત્વચિંતન, રાષ્ટ્રીય વિચારણા, સામાજિક સમસ્યાઓ વિષેનું ચિનન, સમાજસુધારણા વિષેના ક્રાંતિકારી લેખો, ત્યાખ્યાનો અને ધાર્મિક વિષયનું તટસ્થ ચિતન, તેનું તાત્ત્વિક-વ્યાવહારિક પૃથકકરણ વગેરે સ્પષ્ટપણે દૃષ્ટિગોચર થાય છે. જીવનદૃષ્ટિ : પંડિતજી આટલું બધું સાહિત્યસર્જન કરી શક્યા તેમાં તેમની જીવનદષ્ટિએ મુખ્ય ભાગ ભજવ્યો છે. જીવનની પોતાની જરૂરિયાતો અલ્પતમ રાખીને સહાયકો-પરિચારકોને તેમણે પૂરતી સગવડ આપી છે. બીજાની સેવા જેટલી અનિવાર્ય હોય તેટલી જ લેવી અને બને તેટલા સ્વાશ્રયી રહેવું એવો તેમનો સિદ્ધાંત હતો. અનેક લોકો તેમને આર્થિક સહાય કરવા તૈયાર થતા પણ પોતાની કમાણી ઉપર જ આધાર રાખવાનું તેમણે ઉચિત માન્યું હતું. વસ્ત્રોમાં બે જોડથી વધારે નહિ, પથારી અને ઓઢવાના પાથરણા સિવાય કશો પરિગ્રહ નહિ. જીવનમાં સાદાઈ અને સ્વચ્છતાનો તેમનો આગ્રહ ઉત્તમ કોટિનો હતો. તેમણે કદી ઘરનું ઘર બાંધ્યું નથી અને બીજો નિરર્થક પરિગ્રહ વધાર્યો નથી. તેમના સ્વાશ્રયી સ્વભાવના કારણે જ તેઓ વિવેકથી પણ દેઢપણે પોતાને જે કાંઈ સારું લાગે તે કહી શકતા. ઘણી વાર કટુ સત્ય કહેવાને કારણે તેઓ જૈન સમાજમાં નિદાને પાત્ર પણ થયા. પરંતુ તેની પરવા તેમણે કદી કરી નથી. પંડિતજીને “વિદ્વાન સર્વત્ર પૂજ્યતે” એ યુક્તિનું જીવતુંજગતું ઉદાહરણ ગણી શકાય. પંડિતજી જ્યાં જ્યાં રહ્યા ત્યાં ત્યાં તેમને અતિશય આદર મળ્યો છે. આવી પરિનિષ્ઠિત વિદ્વત્તાનું સન્માન થાય તેમાં કાંઈ આશ્ચર્ય પણ નથી. તેમને ઈ. સ. ૧૯૪૭માં “વિજયધર્મસૂરિ જૈન સાહિત્ય સુવર્ણચંદ્ર” અર્પણ થયો. ઈ. સ. ૧૯૫૭ માં ગુજરાત યુનિ., ઈ. સ. ૧૯૬૭માં સરદાર પટેલ યુનિ. અને ૧૯૭૩ માં સૌરાષ્ટ્ર યુનિ. એ D. Litt: ની પદવીથી નવાજ્યા. ૧૯૭૪ માં ભારત સરકારે “પદ્મભૂષણ'ની ઉપાધિથી સકાર્યા અને તે પૂર્વે ઈ. સ. ૧૯૬૧ થી ભારત સરકારે સંસ્કૃત માટેનું “સર્ટિફિકેટ ઑફ ઑનર’ આપી પેશન બાંધી આપ્યું હતું. ઈ. સ. ૧૯૫૯માં દિલ્હીની સાહિત્ય અકાદમીએ દર્શન અને ચિતન’ માટે રૂ. ૫૦૦૦ નું પારિતોષિક આપ્યું. મુંબઈ સરકારે પણ તે ગ્રંથ માટે પારિતોષિક આપ્યું. અખિલ ભારતીય ધોરણે તેમના પ્રશંસકોએ રચેલી “પંડિત શ્રી સુખલાલજી સન્માન સમિતિએ ૧૯૫૭ માં મુંબઈમાં ડૉકટર રાધાકૃષ્ણનના પ્રમુખપદે પંડિતજીનું બહુમાન કર્યું હતું અને તેમને ૭૦ હજારની થેલી અર્પણ કરવામાં આવી હતી. પંડિતજીએ તે રકમનું જ્ઞાનોદય ટ્રસ્ટ’ રચી ભારતીય ધર્મ અને તત્ત્વજ્ઞાનના પ્રચાર-પ્રસાર માટે તે રકમ વપરાય એવું નક્કી કર્યું. ઈ. સ. ૧૯૭૫ માં બિહારના નવનાલંદા વિહારે તેમને “વિદ્યાવારિધિ'ની પદવી આપી. પંડિતજીની પ્રેરણા અને સલાહથી જ બનારસની પાર્શ્વનાથ શોધસંસ્થાન અને અમદાવાદની લા. દ. પ્રાપ્ય વિદ્યામંદિરની સ્થાપના થઈ. પંડિતજીની કાર્યપદ્ધતિ : પંડિતજી સર્વપ્રથમ તો જે વિષે લખવું હોય તેની પથાસંભવ પૂરેપૂરી માહિતી એકત્ર કરાવી લેતા અને ત્યારબાદ એકાંત સ્થાનમાં આહારની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9