Book Title: Pandit Sukhlalji Sanghavi Author(s): Atmanandji Publisher: Z_Arvachin_Jain_Jyotirdharo_001288.pdf View full book textPage 9
________________ અર્વાચીન જૈન જયોતિર્ધરો જો કે થોડા જ સમયમાં શરીરસ્વાથ્ય તો સારું થઈ ગયું. પરંતુ હવે તેઓ ગહન ચિતનમાં ઊતરી જાણે અંતર્મુખી થવા ઇચ્છતા હતા. આ સમય લગભગ તેમની 75 વર્ષની વયનો હશે ત્યાર પછી તો તેઓની આયુસ્થિતિ લગભગ 22 વર્ષ સુધીની રહી. છતાં તેમની શ્રવણશક્તિ, વિચારશક્તિ, પોતાની અભિવ્યક્તિ અને બેસવા-ઊઠવાની ફૂર્તિ તો યુવાની જેવી જ હતી. હવે તેમણે બહાર જવા-આવવાની પ્રવૃત્તિઓ લગભગ છોડી દીધી હતી. મુલાકાતો પણ નહિવત્ આપતા હતા. લેખનકાર્ય પણ અતિ અલ્પ પ્રમાણમાં થતું. તેઓ વિવિધ વિષયોનું કેવળ શ્રવણ કરતા. પરંતુ તે પણ લગભગ છેલ્લાં સાતેક વર્ષથી આવશ્યકતા પૂરતું જ. આમ, છેવટનાં સાતેક વર્ષો તેમણે તદ્દન નિવૃત્તિમાં જ ગાળ્યાં. આહારમાં તો લગભગ છેલ્લાં વીસેક વર્ષથી ઘણી અલ્પમાત્રા રાખી હતી. જો કે તેમણે 30-35 વર્ષથી તો ફરસાણ, મીઠાઈ કે કઠોળ ગ્રહણ કર્યા જ નહોતાં. ફળ અમુક જ જાતનાં લેતા. ભારે ખોરાક તો બિલકુલ ન લેતા. છેલ્લાં દસ વર્ષ તો લગભગ પ્રવાહી પર જ રહ્યા. શરીરમાં કોઈ ખાસ રોગનો ઉપદ્રવ નહોતો. એક પ્રોસ્ટેટ ગ્લેન્ડના ઑપરેશન પછી તેની તકલીફ અવારનવાર થઈ આવતી. તે સિવાય બ્લડપ્રેશર, મધુપ્રમેહ, હૃદયરોગ જેવું કોઈ દર્દ તેમને નહોતું. ડૉકટરો સઘન ખોરાક લેવાની સલાહ આપતા પણ તેમણે ફક્ત અલ્પ માત્રામાં પ્રવાહી ખોરાક જ લેવાનું રાખ્યું હતું. ઉંમર સાથે નબળાઈ વધી જતાં અને પેશાબની તકલીફ અવારનવાર થવા છતાં મયુકાળના પંદરેક દિવસ પહેલાં પોતાની જાતે જ ઝાડા-પેશાબ માટે ઊભા થઈને જઈ શકતા હતા. પેશાબની તકલીફ વધી જતાં તેમને સ્વજનોએ વા. સા. હૉસ્પિટલમાં ખસેડયા હતા, જ્યાં તા. ૨–૩–૧૯૭૮ના રોજ તેમનો દેહવિલય થયો હતો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9